Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 1 OGCB

Side by side with the Father's Heart Bible™

પ્રસ્તાવના

1ઈસુ મસીહ તરફથી સંદશઁન, ટૂંક સમયમાં જે બનવાનું છે તે પોતાના સેવકોને બતાવી શકે માટે ઈશ્વરે તેને આપ્યું. તેમણે પોતાનો દૂત મોકલીને પોતાના સેવક યોહાનને એ જણાવ્યું, 2જે કંઈ તેણે જોયું તેની સાક્ષી આપી, એટલે કે ઈશ્વરનાં વચનો, અને મસીહ ઈસુની સાક્ષી આપી. 3જે કોઈ આ ભવિષ્યવાણીના શબ્દો મોટેથી વાંચે છે, અને જે કોઈ તે સાંભળે છે અને તેમાં લખેલી વાતો હ્રદયમાં રાખે છે તેઓને ધન્ય છે, કેમકે સમય પાસે છે.

શુભેચ્છાઓ અને સ્તુતિ

4આસિયા પ્રાંતની સાત મંડળીઓને: યોહાન આ લખી જણાવે છે: જે છે, જે હતા, અને જે આવનાર છે, અને તેમના રાજ્યાસન આગળ જે સાત આત્માઓ છે તેઓના તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ,

5તથા ઈસુ મસીહ તરફથી, જે વિશ્વાસુ સાક્ષી, અને મૃત્યું પામેલાંઓ માંથી પ્રથમજનિત, અને પૃથ્વીનાં રાજાઓનો અધિપતિ છે. જેણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપોથી મુકત કયાઁ

6અને તેમણે આપણને રાજ્ય અને તેમના ઈશ્વર અને પિતાની સેવા કરવા માટે યાજકો બનાવ્યાં છે. તેમને મહિમા અને અધિકાર સર્વકાળ હો! આમીન.

7“જુઓ, તે વાદળો સહિત આવે છે,અને દરેક આંખ તેમને જોશે,અને જેઓએ તેમને વીંધ્યા”અને પૃથ્વી પરના સવઁ લોકો તેમને માટે “વિલાપ કરશે.”એમ જ થશે! આમીન.

8“સર્વશકિતમાન ઈશ્વર, સર્વનાં પ્રભુ, જે છે, જે હતા, અને જે આવનાર છે” તે કહે છે: “હું આલ્ફા તથા ઓમેગા છું.”

યોહાનને મસીહનું દશઁન

9હું, યોહાન, તમારો ભાઈ અને વિપતીમાં તથા ઈસુના દુઃખો, રાજ્ય અને ધીરજમાં ભાગીદાર, ઈશ્વરના વચન અને ઈસુની સાક્ષીને લીધે પાત્મસ બેટ પર હતો. 10પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાંનાં અવાજ જેવી મોટી વાણી સાંભળી. 11તેણે કહ્યું, “તું જે કાંઈ જુએ છે તે એક ઓળિયામાં લખી લે અને તે એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થૂઆતૈરા, સાર્દિસ, ફિલોદેલ્ફિયા તથા લાઓદિકિયામાની સાત મંડળીઓને મોકલ.”

12મારી સાથે કોણ બોલે છે તે જોવા માટે હું પાછળ ફર્યો. અને જયારે હું પાછો ફયોઁ ત્યારે મેં સોનાના સાત સ્ટેન્ડ જોયા, 13તે સ્ટેન્ડની વચ્ચે “મનુષ્યપુત્ર” જેવા એકને મેં જોયા. તેમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો અને છાતીએ સોનાનો પટ્ટો બાંધ્યો હતો. 14તેમના માથાના વાળ ધોળા ઊન જેવાં, અને બરફ જેવાં શ્વેત હતાં અને તેમની આંખો અગ્નિની જવાળા જેવી ચમકતી હતી. 15તેમના પગ ભઠ્ઠીમાં શુધ્ધ થયેલા ચળકતા પિતળ જેવા હતા, અને તેમનો અવાજ વહેતા પાણીનાં જેવો હતો. 16તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તરવાર નીકળી રહી હતી. તેમનો ચહેરો પૂર્ણ પ્રકાશિત સૂર્ય જેવો તેજસ્વી હતો.

17જયારે મેં તેમને જોયા, ત્યારે હું મૂએલા જેવો થઈને તેમનાં ચરણોમાં ઢળી પડયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “બીશ નહિ, હું પ્રથમ તથા છેલ્લો છું. 18હું જીવંત છું; હું મરણ પામ્યો હતો, અને હવે જુઓ, હું સદાકાળ જીવંત છું! મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.”

19તેથી, તેં જે જોયું છે, અને હાલ શું છે અને પાછળથી શું થનાર છે તે લખ. 20મારા જમણા હાથમાં તેં જે સાત તારા જોયા અને સોનાના સાત સ્ટેન્ડ તે આ છે: સાત તારા સાત મંડળીઓનાં દૂત છે, અને સાત સ્ટેન્ડ સાત મંડળીઓ છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]