Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Philippians 4 OGCB

Show OGCB only
Verse × ×
1 So, my dear, longed-for brothers and sisters, my joy and crown, stand firm in the Lord this way, dear ones. તેથી, મારા ભાઈઓ અને બહેનો જેમને હું પ્રેમ કરું છું અને જેની રાહ જોઉં છું, મારો આનંદ અને મુગટ, એવી જ રીતે પ્રિય મિત્રો પ્રભુમાં સ્થિર રહો.
2 I urge Euodia and I urge Syntyche to agree with each other in the Lord. હવે યુઓદિયા તથા સુન્તેખેને હું વિનંતી કરું છું કે, તેઓ પ્રભુમાં એક મનનાં થાય.
3 Yes, I ask you too, true partner: help these women—they struggled with me for the gospel, along with Clement and my other coworkers, whose names are in the book of life. હા, અને હું તમને વિનંતી કરું છું મારા ખરાં સાથીદાર, આ બન્ને બહેનોને તું મદદ કરજે. કેમકે સુસમાચાર પ્રગટ કરવામાં તેઓએ કલેમેન્ટની સાથે મારા બીજા સાથીદારો સાથે, કે જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં લખેલાં છે તેઓની સાથે પણ કામ કર્યું છે.
4 Rejoice in the Lord always; again I will say, rejoice. પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે: આનંદ કરો.
5 Show your gentleness to everyone. The Lord is near. તમારી નમ્રતા બધાને પ્રગટ થવા દો, પ્રભુ નજીક છે.
6 Worry about nothing; instead, in everything, through prayer and petition with thanksgiving, make your requests known to our Father. કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો.
7 The peace of our Father, beyond all understanding, will guard your hearts and your minds in Christ Jesus. અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.
8 Finally, brothers, fix your minds on whatever is true, honorable, right, pure, lovely, admirable, excellent, and praiseworthy—and keep dwelling on these things. છેવટે ભાઈઓ અને બહેનો, જે કાંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુધ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકિતિઁમાન છે; જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
9 What you have learned and received and heard and seen in me—do these things, and our Father of peace will be with you. મારી પાસેથી તમે જે શીખ્યાં તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારાંમાં જે જોયું તે બધું આચરણમાં મૂકો અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.
10 I rejoiced greatly in the Lord that at last you renewed your concern for me—you were indeed concerned, but lacked opportunity. મારાં વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું, તેમાં તમે ચિંતા કરતાં હતા પણ તે બતાવવાને તમને કોઇ તક મળી નહિ.
11 Not that I speak from need—I've learned to be content in any circumstance. હું આ વાત એટલા માટે નથી કહેતો કે મને તંગી છે, કેમકે ગમે તે પરિસ્થિતીમાં સંતોષથી રહેવા માટે હું શીખ્યો છું.
12 I know how to be brought low, and I know how to overflow. In any and every circumstance I've learned the secret: full and hungry, overflowing and lacking. હું જાણું છું કે જરૂરિયાતમાં રહેવું શું છે અને પુષ્કળ થવું પણ જાણું છું, ભલે તૃપ્ત હોઉં કે ભૂખ્યો હોઉં, ભલે પુષ્કળ હોય કે તંગી હોય, હું સર્વ પરિસ્થિતિમાં સંતોષથી રહેવા શીખ્યો છું.
13 I can do all things through Christ who strengthens me. જે મને સામર્થ્ય આપે છે, તેનાથી સઘળું હું કરી શકું છું.
14 Yet it was kind of you to share my trouble. એમ છતાં, તમે મારી મુશ્કેલીમાં ભાગીદાર થયા તે સારું કર્યું છે.
15 You Philippians know too: when the gospel began, when I left Macedonia, no church shared with me in giving and receiving except you alone. વધુમાં, જેમ તમે ફિલિપ્પીઓ જાણો છો, સુસમાચાર સાથે પરિચિત થયાના શરૂઆતના દિવસોમાં, જયારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે આપવાં લેવામાંની બાબતમાં એકલાં તમારા વિના બીજી કોઇ મંડળીએ ભાગ લીધો ન હતો;
16 Even in Thessalonica you sent me help for my needs more than once. અને, જયારે હું થેસ્સાલોનિકામાં જરૂરિયાતમાં હતો ત્યારે તમે ઘણી વખત મદદ મોકલી હતી.
17 Not that I seek the gift, but I seek the fruit that increases to your credit. હું તમારાં દાન ઇચ્છતો નથી પણ તમારાં લાભમાં ઘણું ફળ થાય, એવી મારી ઇચ્છા છે.
18 I have received full payment, and more—filled, having received from Epaphroditus your gifts, a fragrant offering, a sacrifice acceptable and pleasing to our Father. મારી પાસે બધું જ છે અને તે પણ જોઈએ તે કરતાં વધુ, એપાફ્રાદિતસ દ્વારા મોકલાવેલાં તમારાંં દાનોથી ભરપૂર છું. એ દાનો તો સુગંધિત અપઁણ, અને માન્ય બલિદાન છે, જે ઈશ્વરને પસંદ છે.
19 And my Father will supply all your needs according to his riches in glory in Christ Jesus. અને મારા ઈશ્વર મસીહ ઈસુમાં પોતાના મહિમાની સંપતી પ્રમાણે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.
20 Now to our Father be glory forever and ever. Amen. આપણા ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો! આમીન.
21 Greet every saint in Christ Jesus. The brothers who are with me greet you. મસીહ ઈસુમાં ઈશ્વરનાં બધા લોકોને શુભેચ્છા. મારા સાથી ભાઈઓ પણ શુભેચ્છા પાઠવે છે.
22 All the saints greet you, especially those of Caesar's household. વળી અહીંના બધા ઈશ્વરનાં લોકો શુભેચ્છા પાઠવે છે, ખાસ કરીને જેઓ કૈસરનાં ઘરનાં છે તેઓ.
23 The grace of the Lord Jesus Christ be with your spirit. Amen. પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો. આમીન!
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]