Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 3 OGCB

Show OGCB only
Verse × ×
1 In those days John the Baptist came, preaching in the wilderness of Judea, તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત આવ્યો, યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ કરતો,
2 "Repent, for the kingdom of our Father has come near." અને કહેતો “પસ્તાવો કરો કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
3 This is the one Isaiah the prophet spoke of, saying: "A voice calling out in the wilderness: Prepare the way of the Lord, make his paths straight." આ એ છે કે જેના સંબંધી યશાયા પ્રબોધક દ્ઘારા કહેવામાં આવ્યું હતું: “અરણ્યમાં પોકારનારની વાણી, ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, તેમના માટે રસ્તા સીધા કરો.’ ”
4 John wore clothes of camel hair, with a leather belt around his waist; his food was locusts and wild honey. યોહાનનાં વસ્ત્ર ઊંટના વાળમાંથી બનેલાં હતાં, તે કમરે ચામડાંનો પટ્ટો બાંધતો. તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.
5 Then Jerusalem and all Judea and all the region around the Jordan went out to him, યરુશાલેમથી, યહૂદિયામાંથી તથા યર્દનના સમગ્ર પ્રદેશોમાંથી લોકો તેની પાસે ગયા.
6 and they were baptized by him in the Jordan River, confessing their sins. તેઓ પોતાનાં પાપની કબૂલ કરી, યર્દન નદીમાં તેમનાથી તેઓ બાપ્તિસ્મા પામ્યાં.
7 Seeing many Pharisees and Sadducees coming to be baptized, he said to them, "You brood of vipers! Who warned you to flee the coming wrath? પણ જયારે તેણે ઘણાં ફરોશીઓ તથા સાદૂકીઓને જયાં તે બાપ્તિસ્મા આપતાં હતા ત્યાં આવતાં જોયા, ત્યારે તેમણે તેમને કહ્યું, “ઓ સર્પોનાં વંશજ! આવનાર કોપથી નાશી જવા તમને કોણે ચેતવ્યા?
8 Bear fruit, then, worthy of repentance. પસ્તાવાની સાથે રહે તેવાં ફળ આપો.
9 Don't presume to say to yourselves, 'Abraham is our father,' for I tell you: our Father can raise up children for Abraham from these stones. અને એવું ન વિચારો કે તમે પોતે એમ કહી શકો કે, ‘અમારી પાસે અમારો પિતા અબ્રાહમ છે!’ હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે.
10 The axe already lies at the root of the trees, so every tree not bearing good fruit is cut down and thrown into the fire. કુહાડો વૃક્ષનાં મૂળ પર મંડાય ચૂકયો છે, અને દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં નાંખવામાં આવશે.”
11 "I baptize you with water for repentance, but the one coming after me is stronger than I am—I'm not worthy to carry his sandals. He will baptize you with the Holy Spirit and fire. “હું તમને પાણીથી પસ્તાવાનું બાપ્તિસ્મા આપું છું, પણ એક જણ જે મારી પાછળ આવે છે, તે મારા કરતાં સમથઁ છે. તેમનાં ચંપલ ઉપાડવા હું યોગ્ય નથી; તે તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે.
12 His winnowing fork is in his hand; he'll clear his threshing floor, gather his wheat into the barn, but burn the chaff with fire that never goes out." તેમનું સૂપડું તેમના હાથમાં છે, અને તે પોતાની ખળી સાફ કરશે. ઘંઉ કોઠારોમાં ભરશે, ને ભૂંસુ ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે.”
13 Then Jesus came from Galilee to the Jordan to John, to be baptized by him. ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવાં ગાલીલથી યર્દન નદીએ આવ્યા.
14 But John tried to stop him: "I need baptism from you, yet you come to me?" પણ યોહાને તેમને અટકાવતા કહ્યું “મારે તમારી પાસે બાપ્તિસ્મા લેવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?”
15 Jesus replied to him, "Allow it now, for this is how we must fulfill all righteousness." So John allowed him. ઈસુએ જવાબ આપ્યો, “હાલ એમ થવા દે: કારણ કે સઘળું ન્યાયીપણું એમ પુરું કરવા માટે આપણે આ કરીએ તે ઘટારત છે.” પછી યોહાન સહમત થયો.
16 After Jesus was baptized, he came up out of the water at once, and suddenly the heavens opened to him; he saw the Spirit of our Father coming down like a dove and settling on him. ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી તરત તે પાણીમાંથી બહાર આવ્યા, તે સમયે આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં ઊતરતો અને પોતા પર આવતો જોયો.
17 Then a voice from heaven said, "This is my Son, the one I love; I delight in him." અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનાથી હું પ્રસન્ન છું.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]