Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 28 OGCB

Show OGCB only
Verse × ×
1 After the Sabbath, at dawn on the first day of the week, Mary Magdalene and the other Mary came to see the tomb. વિશ્રામવાર પછી અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરે જોવા આવી.
2 Suddenly a great earthquake struck, for an angel of our Father came down from heaven, rolled back the stone, and sat on it. ત્યાં એક ભયંકર ધરતીકંપ થયો, પ્રભુનો એક દૂત આકાશમાંથી નીચે ઊતર્યો અને કબર પાસે જઈને પથ્થર ગબડાવીને તેના પર બેઠો.
3 His appearance was like lightning, and his clothing white as snow. તેનો દેખાવ વીજળીનાં જેવો હતો, અને તેમના કપડાં બરફ જેવા સફેદ હતા.
4 The guards trembled in fear of him and became like dead men. ચોકીદારો તેનાથી એટલા બી ગયાં કે તેઓ ધ્રુજી ગયા ને મરેલાં માણસ જેવાં થઇ ગયા.
5 But the angel said to the women, "Don't be afraid, for I know you're looking for Jesus, who was crucified. દૂતે સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો.
6 He isn't here—he's risen, as he said. Come, see the place where he was lying. તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.
7 Go quickly, tell his disciples: He has risen from the dead. Look, he is going ahead of you to Galilee; you will see him there. Listen, I have told you." હવે ઝડપથી જઈને તેમના શિષ્યોને કહો કે તેઓ મૂએલામાંથી ઊઠયાં છે. અને તમારી આગળ ગાલીલ જાય છે ત્યાં તમે તેમને જોશો. જુઓ મે તમને કહ્યું છે.”
8 So they left the tomb quickly, with fear and great joy, and ran to tell his disciples. તેથી સ્ત્રીઓ કબરેથી ઝડપભેર નીકળી ગઇ, બીક અને આનંદ સહીત દોડીને શિષ્યોને કહેવા ગઈ.
9 Suddenly Jesus met them, saying, "Greetings!" They came to him, grasped his feet, and worshiped him. અચાનક ઈસુ તેઓને મળ્યાં ને કહ્યું, “કુશળતા,” તેઓ તેમની પાસે આવ્યા, તેમના પગ પકડીને તેમની આરાધના કરી.
10 Then Jesus told them, "Don't be afraid. Go, tell my brothers to leave for Galilee—they will see me there." ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ! જઈને મારા ભાઈઓને કહો કે ગાલીલમાં જાય, ત્યાં તેઓ મને જોશે.”
11 While on the way, some guards entered the city and reported to the chief priests all that had happened. જયારે સ્ત્રીઓ તેમના રસ્તામાં જતી હતી, ત્યારે ચોકીદારોમાંનાં કેટલાએકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી જણાવ્યું.
12 After meeting with the elders and forming a plan, they paid the soldiers a large sum, જયારે મુખ્ય યાજકો વડીલોને મળ્યાં અને મનસૂબો કયોઁ, તેઓએ સૈનિકોને પૈસાની મોટી રકમ આપી,
13 telling them, "Say: His disciples came at night and stole him while we slept. “તેઓને કહ્યું કે, તમે એવું કહેજો કે, ‘અમે રાત્રે ઊંઘતા હતા, તે દરમિયાન ઈસુનાં શિષ્યો આવીને તેમને ચોરી ગયા.’
14 If this reaches the governor, we'll persuade him and keep you free of trouble." જો રાજયપાલને આ વાતની ખબર પડશે, તો અમે તેમને સમજાવીને તમને મુશ્કેલીમાંથી બચાવી લઈશું અને તમને કશું જ થવા નહિ દઈએ.”
15 They took the money and did as they were told; this report spread among the Jews to this day. તેથી સૈનિકોએ પૈસા લીધા અને તેઓને સુચના આપી હતી તે પ્રમાણે કયુઁ. અને આ વાત આજ સુધી યહૂદીઓમાં વ્યાપક રીતે ફેલાયેલી છે.
16 Then the eleven disciples went to Galilee, to the mountain where Jesus had directed them. પછી અગિયાર શિષ્યો ગાલીલમાં જયાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું તે પહાડ પર ગયાં.
17 When they saw him, they worshiped him, but some doubted. જયારે તેઓએ તેમને જોયા ત્યારે તેમનું ભજન કર્યું પણ કેટલાએકને શંકા થઈ.
18 Jesus came and said to them, "All authority in heaven and on earth has been given to me. પછી ઈસુએ તેમની પાસે આવીને કહ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.
19 Therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ.
20 teaching them to obey all I've commanded you. Remember, I'm with you always, to the end of the age." અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]