Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 1 OGCB

Show OGCB only
Verse × ×
1 The beginning of the gospel of Jesus Christ, the Son of our Father. ઈશ્વરપુત્ર ઈસુ મસીહની અદભુત વાતનો આરંભ આ પ્રમાણે છે,
2 As written in Isaiah the prophet: "Look, I send my messenger ahead of you, who will prepare your way. જેમ યશાયા પ્રબોધકમાં લખવામાં આવ્યું છે તેમ: “હું તમારી આગળ મારો સંદેશવાહક મોકલીશ, જે તમારો માગઁ તૈયાર કરશે.”
3 A voice calling out in the wilderness: 'Prepare the way of the Lord, make his paths straight.'" “અરણ્યમાં પોકારનારની એક વાણી, ‘પ્રભુને માટે માગઁ તૈયાર કરો, તથા તેમના માટે રસ્તા સીધા કરો.’ ”
4 John appeared, baptizing in the wilderness and proclaiming a baptism of repentance for the forgiveness of sins. યોહાન બાપ્તિસ્ત પોકારનારની વાણી તરીકે તે અરણ્યમાં આવ્યો, તેણે ઉપદેશ આપ્યો, તે પાપોની માફી માટે પસ્તાવાનું બાપ્તિસ્માનો ઉપદેશ આપી રહ્યો છે.
5 All Judea and everyone in Jerusalem went out to him, and he baptized them in the Jordan River as they confessed their sins. યોહાનને સાંભળવા સઘળાં લોકો આખા યહૂદિયાના ગામોમાંથી અને યરુશાલેમથી ગયા. તેઓ પોતાનાં પાપની કબૂલ કરી, યર્દન નદીમાં તેમનાથી તેઓ બાપ્તિસ્મા પામ્યાં.
6 John was dressed in camel's hair, with a leather belt around his waist, eating locusts and wild honey. યોહાનનાં વસ્ત્ર ઊંટના વાળમાંથી બનેલાં હતાં, તે કમરે ચામડાંનો પટ્ટો બાંધતો. તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.
7 He announced: "After me comes one stronger than I; I'm not worthy to stoop and untie his sandal strap. તેનો ઉપદેશ આ પ્રમાણે હતો, “જુઓ, કોઈ મારી પાછળ આવી રહ્યું છે, તે મારા કરતા અતિ સમથઁ છે. હું તેમનાં ચંપલની દોરી છોડવાને પણ યોગ્ય નથી.
8 I have baptized you with water, but he will baptize you with the Holy Spirit." હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું; પણ તે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે.”
9 In those days Jesus came from Nazareth of Galilee and was baptized by John in the Jordan. એક દિવસ ઈસુ ગાલીલના નાઝરેથથી ત્યાં આવ્યા અને યર્દન નદીમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા.
10 Immediately, as he came up out of the water, he saw the heavens split open and the Holy Spirit come down on him like a dove. ઈસુ પાણીમાંથી બહાર આવતા, એ જ ક્ષણે તેમણે આકાશ ઊઘડેલું અને પવિત્ર આત્માને કબૂતરના રૂપમાં પોતા પર ઊતરતો જોયો.
11 And a voice came from heaven: "You are my beloved Son; in you I delight." અને આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્ન છું.”
12 And immediately the Holy Spirit drove him out into the wilderness. તરત જ ઇશ્વરનો આત્મા ઈસુને અરણ્યમાં દોરી ગયો.
13 He was in the wilderness forty days, tempted by Satan, with the wild animals, and the angels served him. ત્યાં તે ચાળીસ દિવસ તે સમયે તેમને પાપમાં પાડવાં શેતાન તેમના પર પરીક્ષણો લાવતો હતો, તે જંગલી પ્રાણીઓ મધ્યે હતા. પછી દૂતોએ આવીને તેમની સેવા કરી.
14 Now after John was arrested, Jesus came into Galilee, proclaiming the gospel of our Father, યોહાનને જેલમાં પૂર્યો તે પછી ઈસુ ગાલીલમાં ગયા, અને ઈશ્વરનો સુસમાચાર પ્રગટ કરવા લાગ્યા,
15 and saying, "The time is fulfilled, and our Father's kingdom is near; repent and believe the good news." “સમય આવી ચૂકયો છે, ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. પસ્તાવો કરો, ને સુસમાચાર પર વિશ્વાસ કરો.”
16 Passing the Sea of Galilee, he saw Simon and his brother Andrew casting a net in the sea, for they were fishermen. એક દિવસે, ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે ચાલતાં હતા ત્યારે તેમણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમૃ્દ્રમાં જાળ નાખતા જોયા, તેઓ માછીમાર હતા.
17 And Jesus said to them, "Follow me, and I will make you become fishers of people." ઈસુએ કહ્યું, “આવો, મારી પાછળ ચાલો, હું તમને માણસોનાં પકડનારા બનાવીશ.”
18 And immediately they left their nets and followed him. તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.
19 Going a little farther, he saw James son of Zebedee and John his brother in their boat, mending the nets. કિનારા પર થોડે આગળ જતાં તેમણે ઝબદીના દીકરા યાકોબ અને યોહાનને એક હોડીમાં પોતાની જાળો સાંધતા જોયા.
20 At once he called them; leaving their father Zebedee in the boat with the hired hands, they followed him. તરત તેઓને પણ તેમણે બોલાવ્યાં, તેઓ પોતાના પિતા ઝબદીને નોકરો સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા.
21 They went to Capernaum. At once, on the Sabbath, he entered the synagogue and began teaching. અને જયારે સાબ્બાથવાર આવ્યો, ત્યારે તેઓ કપરનાહૂમ ગયા, વિશ્રામવારે યહૂદી સભાસ્થાનમાં જઈને ઈસુએ ઉપદેશ આપ્યો.
22 They were amazed at his teaching, for he taught them with authority, not like the scribes. લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, ઈસુ અધિકારથી બોલતા હતા, નિયમશાસ્ત્રના પંડિતોની જેમ તેઓ ન હતાં.
23 And immediately there was in their synagogue a man with an unclean spirit, and he cried out. અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ સભાસ્થાનમાં હતો, તે બૂમો પાડીને કહેવા લાગ્યો.
24 Why meddle with us, Jesus of Nazareth? Have you come to destroy us? I know who you are—God's Holy One! “ઓ નાઝરેથના ઈસુ, અમારે ને તારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો; એ હું જાણું છું કે તમે ઈશ્વરના પવિત્ર છો!”
25 But Jesus rebuked him, saying, "Be silent, and come out of him!" ઈસુએ તેને ધમકાવ્યો, “ચૂપ રહે, તેનામાંથી બહાર નીકળી જા.”
26 And the unclean spirit, convulsing him and crying out with a loud voice, came out of him. અશુધ્ધ આત્માએ તે માણસને જમીન પર પછાડીને જોરથી ચીસ પાડીને તે તેનામાંથી બહાર નીકળી ગયો.
27 All were amazed, and they questioned each other: "What is this? A new teaching with authority - he commands even the unclean spirits, and they obey him!" બધા લોકો એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓએ એકબીજાને પૂછ્યું, “આ શું છે? એક નવું શિક્ષણ અને સત્તા સાથે! તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ આપે છે અને તેઓ તેનું પાલન કરે છે.”
28 And at once his fame spread everywhere throughout all the surrounding region of Galilee. તેમના આ સમાચાર વાયુવેગે સમગ્ર ગાલીલમાં ફેલાઈ ગયા.
29 Immediately he left the synagogue and went to Simon and Andrew's house, with James and John. તરત તેઓ ઈસુની સાથે યાકોબ અને યોહાન સભાસ્થાનમાંથી નીકળીને સિમોન અને આન્દ્રિયાના ઘરે ગયા.
30 Now Simon's mother-in-law lay sick with a fever, and immediately they told him about her. ત્યાં સિમોનની સાસુ સખત તાવથી પથારીમાં હતી, તરત તેઓએ ઈસુને તે વિશે વાત કરી.
31 He came, took her hand, raised her up. The fever left her, and she served them. તેઓ તેની પાસે ગયા, અને તેનો હાથ પકડીને તેને બેઠી થવા મદદ કરી, તેનો તાવ ઊતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી.
32 That evening, when the sun set, they brought him all who were sick and those oppressed by demons. સાંજે સૂરજ આથમ્યા પછી લોકો બીમાર અને અશુધ્ધ આત્માથી વળગેલા બધાને ઈસુની પાસે લાવ્યા.
33 And the whole city was gathered together at the door. બારણાં આગળ આખું શહેર એકત્ર થયું.
34 He healed many sick with various diseases and drove out many demons, not letting the demons speak, since they knew him. અને સાંજે ઈસુએ ઘણાં લોકોને સાજાં કર્યા અને ઘણા અશુધ્ધ આત્માઓને પણ કાઢયાં. પણ તેમણે અશુધ્ધ આત્માઓને બોલવાં ન દીધા કારણ ઈસુ કોણ છે તે તેઓ જાણતા હતા.
35 Long before dawn, while still dark, he got up, went out to a deserted place, and prayed there. વહેલી સવારે, હજી અંધારું હતું, ત્યારે ઈસુ ઉઠ્યા, ઘર છોડી ને એકાંત જગ્યાએ જઈ તેમણે ત્યાં પ્રાર્થના કરી.
36 And Simon and those who were with him searched for him, સિમોને અને બીજાઓએ જઈને તેમની શોધ કરી.
37 and they found him and said to him, "Everyone is looking for you." ઈસુ મળ્યાં ત્યારે તેઓએ કહ્યું, “બધાં તમને શોધી રહ્યા છે.”
38 He said, "Let us go elsewhere, to the neighboring towns, so I can preach there too, for that is why I came." ઈસુએ ઉત્તર આપ્યો, “આપણે બીજા ગામોમાં પણ જવું જોઈએ અને ત્યાં પણ મારે ઉપદેશ આપવો જોઈએ, એ માટે હું આવ્યો છું.”
39 And he went throughout all Galilee, preaching in their synagogues and casting out demons. પછી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમણે સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, અને અશુધ્ધ આત્માઓ કાઢતા હતા.
40 A man with leprosy came, knelt, and begged him, "If you're willing, you can make me clean." એક વાર રકતપિતનો રોગી ઈસુ પાસે આવીને ઘૂંટણે પડયો અને સાજા થવા આજીજી કરવા લાગ્યો, “જો તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો.”
41 Moved with deep compassion, he stretched out his hand, touched him, and said to him, "I am willing; be clean." ઈસુનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું, હાથ લાંબો કરી તેને સ્પર્શ કરી તે બોલ્યાં, “હું ચાહું છું કે તું શુધ્ધ થા.”
42 And immediately the leprosy left him, and he was made clean. તત્કાળ તેનો રકતપિત જતો રહ્યો અને તે માણસ સાજો થયો.
43 Sternly warning him, he sent him away at once, ઈસુએ તેને મોકલીને ભારપૂર્વક કહ્યું, જા!
44 and told him, "Make sure you tell no one—but go, show yourself to the priest, and offer what Moses commanded for your cleansing, as proof to the people." “જો જો આ વાત કોઈને ન કહેતો, પણ જઈને, તારી જાતને યાજકને બતાવ અને તેઓને સાક્ષી તરીકે શુધ્ધિકરણ માટે મોશેએ આજ્ઞા આપી હતી તે બલિદાનો ચઢાવ.”
45 But he went out, proclaiming it freely and spreading the news, so Jesus could no longer enter a town openly, but stayed in lonely places. Yet people came to him from everywhere. તેના બદલે તે બહાર ગયો અને સમાચાર ફેલાવીને મુક્તપણે વાત કરવા લાગ્યો. પરિણામે, ઈસુ હવે જાહેરમાં નગરમાં પ્રવેશી શક્યા નહિ, પણ બહાર એકાંતમાં રહ્યા તેમ છતાં, લોકો હજુ પણ દરેક જગ્યાએથી તેમની પાસે આવતા હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]