Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 24 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus was leaving the temple when his disciples came to show him its buildings. ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે શિષ્યો તેમને મંદિરનાં બાંધકામ બતાવવા તેમની પાસે આવ્યા.
2 "Do you see all these?" he answered. "Truly I tell you: not one stone here will be left on another; all will be torn down." ઈસુએ કહ્યું, “શું તમે આ બધા જુઓ છો, હું તમને સાચે જ કહું છું, એક પણ પથ્થર બીજા ઊપર અહીં રહેવા દેવાશે નહિ; અને દરેક તોડી પાડવામાં આવશે?”
3 While Jesus was sitting on the Mount of Olives, his disciples came to him privately: "Tell us, when will these things happen, and what sign marks your coming and the end of the age?" જયારે ઈસુ જૈતુન પહાડ પર બેઠાં હતા, ત્યારે એકાંતમાં શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, અમને કહો “એ બધું ક્યારે બનશે, અને તમારાં આગમનની અને આ યુગના અંતની શી નિશાની થશે?”
4 Jesus answered, "Watch out that no one deceives you. ઈસુએ જવાબ આપ્યો, “કોઈ તમને ન ભરમાવે માટે સાવધ રહો.
5 "For many will come in my name, claiming, 'I am the Christ,' and they will deceive many. કેમકે ઘણાં મારે નામે આવશે અને દાવો કરશે કે, ‘હું મસીહ છું,’ અને ઘણાંને ભુલાવશે.
6 You'll hear of wars and rumors of wars—don't be alarmed. This must happen, but the end isn't yet. તમે યુધ્ધ તથા યુધ્ધોની અફવા સાંભળશો, પણ જો જો ત્યારે ગભરાતાના કેમકે એ બધું બનવાની જરુર છે, પણ અંત આવવાનો હજું બાકી છે.
7 Nation will rise against nation, and kingdom against kingdom, with famines and earthquakes in place after place. પ્રજા પ્રજાની વિરુધ્ધ ઊઠશે અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. દુકાળો પડશે અને ઠેર ઠેર ધરતીકંપ થશે,
8 All these are the beginning of birth pains. પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.
9 Then they will hand you over to suffering and kill you, hated by all nations because of my name. “પછી તમને સતાવવાને હાથમાં સોંપી દેવામાં આવશે અને મારી નાંખશે, અને મારે લીધે બધા દેશોથી તમારો ધિક્કાર થશે.
10 At that time many will fall away and will betray and hate one another, એ સમયે ઘણાં વિશ્વાસમાંથી ફરી જશે, અને પકડાવી દેશે અને એકબીજાનો દ્વેષ કરશે.
11 and many false prophets will appear and deceive many people. વળી ઘણા જૂઠા પ્રબોધકો દેખાશે અને ઘણાં લોકોને ભરમાવશે.
12 Because lawlessness will increase, the love of most will grow cold, દુષ્ટતા વધી જવાને કારણે ઘણાંનો પ્રેમ ઠંડો થઈ જશે.
13 but the one who endures to the end will be saved. પણ જે અંત સુધી ટકી રહેશે, તે જ તારણ પામશે.
14 This good news of the kingdom will be announced worldwide as a testimony to all nations, and then the end will come. અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.
15 So when you see the desolating abomination Daniel the prophet spoke of standing in the holy place—let the reader understand, “જેનાં વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે તે ધિક્કારપાત્ર વસ્તુને પવિત્રસ્થાનમાં ઊભેલી તમે જુઓ, (વાંચકે તેનો અર્થ સમજી લેવો.)
16 then let those who are in Judea flee to the mountains. ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું,
17 "Let no one on the rooftop go down to take anything out of the house, જેઓ ધાબા ઉપર હોય, તેઓએ કંઈ પણ લેવાં નીચે ઘરમાં જવું નહિ.
18 and let no one in the field go back to get a coat. જેઓ, ખેતરમાં હો તો ઝભ્ભો લેવાં ઘરે પાછાં ન જાઓ.
19 How dreadful it will be in those days for pregnant women and nursing mothers! એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે.
20 Pray that your flight will not take place in winter or on the Sabbath. પ્રાર્થના કરો કે એ શિયાળામાં અથવા વિશ્રામવારે નાસવું ન પડે.
21 For then there will be great suffering, unmatched from the world's beginning until now, and never to be matched again. કેમકે જગતના આરંભથી તે અત્યાર સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ, એવી ભયંકર વિપત્તિ આવી પડશે.
22 If those days had not been cut short, no one would survive; but for the elect's sake, those days will be cut short. “જો એ દિવસો ઓછાં કરાયાં ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પસંદ કરેલાં લોકોને લીધે એ દિવસો ઘટાડવામાં આવશે.
23 Then if anyone tells you, 'Look, here's the Christ,' or 'There he is,' don't believe it. એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ,
24 False messiahs and false prophets will arise, performing great signs and wonders to deceive, if possible, even the elect. કેમકે જૂઠા મસીહ અને જૂઠા પ્રબોધકો દેખા દેશે, અને મહાન ચિન્હો અને અદભુત ચમત્કારો કરી બતાવશે, જો બની શકે તો પસંદ કરેલાંને પણ ભરમાવશે.
25 See, I have told you ahead of time. જુઓ, મે તમને સમય અગાઉ કહ્યું છે.
26 So if they say, 'Look, he's in the wilderness,' don't go out; 'Look, in the inner rooms,' don't believe it. “તેથી જો કોઈ તમને કહે, ‘તે ત્યાં છે, બહાર રાનમાં’ તો બહાર જશો નહિ; અથવા તે અહીં છે, ‘અંદરની ઓરડીમાં’ તો તે ન માનશો.”
27 For just as lightning flashes from the east and shows as far as the west, so will the Son of Man's coming be. કેમકે જેમ વીજળી પૂર્વથી આવી પશ્ચિમ સુધી ચમકે છે, એ જ પ્રમાણે માણસના દીકરાનું આગમન થશે.
28 Wherever there is a carcass, there the vultures will gather. જયાં મુડદું છે, ત્યાં ગીધો એકઠા થશે.
29 Right after the suffering of those days, the sun will go dark, the moon will give no light, stars will fall from the sky, and the powers of the heavens will shake. “એ દિવસોની વિપત્તિ પછી તરત જ “ ‘સૂરજ અંધકારમય થઈ જશે, અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ; તારાઓ આકાશમાંથી ખરશે. આકાશી મંડળો હલાવાશે.’
30 Then the sign of the Son of Man will appear in heaven, and all earth's peoples will mourn, seeing the Son of Man come on heaven's clouds with power and great glory. “જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો.
31 He will send out his angels with a loud trumpet blast, and they will gather his chosen from the four winds, from one end of the sky to the other. રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
32 Learn this from the fig tree: as soon as its branch softens and leafs out, you know summer is near. “હવે અંજીર પરથી આ બોધપાઠ શીખો: જયારે તેની ડાળી કુમળી હોય અને તેને પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે જાણો કે ઉનાળો પાસે છે.
33 So also, when you see all these things, know it is near, at the door. તે જ પ્રમાણે, જયારે તમે આ બધા જુઓ, ત્યારે તમારે જાણો કે તે નજીક છે; છેક બારણાં પાસે જ છે.
34 Truly I tell you, this generation will certainly not pass away until all these things have happened. હું તમને સાચે જ કહું છું, આ બધા પુરા નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ.
35 Heaven and earth will pass away, but my words will never pass away. આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.
36 "No one knows that day or hour—not the angels in heaven, not the Son—only the Father. “પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ.
37 As in Noah's days, so will be the Son of Man's coming. જેમ નૂહનાં દિવસોમાં હતું એવું જ માણસના દીકરાના આગમન સમયે થશે:
38 For in the days before the flood, people ate and drank, married and gave in marriage, until the day Noah entered the ark; કેમકે જળપ્રલય પહેલાના દિવસોમાં, નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતાં અને પીતાં, પરણતા અને પરણાવતાં હતાં.
39 and they knew nothing until the flood came and swept them all away. That is how the coming of the Son of Man will be. જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી શું થશે તેની તેઓને કંઈ ખબર ન પડી, માણસના દીકરાનું આગમન એવું જ થશે.
40 Two men will be in the field; one will be taken and the other left. ખેતરમાં બે માણસો હશે; એક લેવાશે અને બીજો પડતો મૂકાશે.
41 Two women will be grinding with a hand mill; one will be taken and the other left. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે અને બીજી પડતી મૂકાશે.
42 Therefore keep watch, because you do not know on what day your Lord will come. “માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી.
43 Understand: had the homeowner known what watch of night the thief was coming, he'd have watched and kept his house from being broken into. પણ આ સમજો, રાત્રીના કયાં સમયે ચોર આવવાનો છે એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહીને ઘરમાં ચોરી થવા ન દેત.
44 So you too must be ready, because the Son of Man comes at an hour you don't expect. તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.
45 Who then is the faithful and wise servant, whom the master put in charge of his household to give them food at the right time? “તો તે વિશ્વાસુ અને બુધ્ધિમાન નોકર કોણ છે, જેને માલિકે પોતાના ઘરનાં નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવાં માટે કારભારી ઠરાવ્યો છે?
46 It will be good for that servant whose master finds him doing so when he returns. જેનો માલિક પાછો આવે ત્યારે, જે નોકરને એમ કરતા જોશે તેને માટે સારું છે.
47 Truly I tell you, he will put him in charge of all his possessions. હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી મિલ્કતનો કારભારી બનાવશે.
48 But suppose that wicked servant says to himself, 'My master is staying away a long time,' પણ ધારોકે જો તે નોકર દુષ્ટ છે અને પોતાના મનમાં કહે: ‘મારો માલિક લાંબા સમયથી દૂર રહે છે’
49 and then begins to beat his fellow servants and to eat and drink with drunkards. અને પછી તે તેના સાથી નોકરોને મારવા લાગે છે અને દારૂડિયાઓની સાથે ખાવાં પીવાં લાગે.
50 That servant's master will come on a day he doesn't expect, at an hour he doesn't know. નોકરનો માલિક એવા દિવસે આવશે જયારે તે ધારતો નહિ હોય અને તે ઘડી તે જાણતો નથી.
51 He will cut him to pieces and place him with the hypocrites, where people weep and grind their teeth." તે તેને કાપી નાંખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, જયાં રડવું અને દાંત પીસવું થશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]