Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 25 OGCB

Show OGCB only
Verse × ×
1 "Then the kingdom of our Father will be like ten virgins who took their lamps and went out to meet the bridegroom. “તે સમયે સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું હશે, જેઓ પોતાના દીવા લઈને વરને મળવા ગઈ.
2 Five of them were foolish, and five were wise. તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ બુધ્ધિવંતી હતી.
3 The foolish ones took their lamps but did not take any oil with them. મુખીઁઓએ પોતાના દીવા લિધા પણ તેમની સાથે કોઈ તેલ લીધું નહોતું;
4 But the wise ones took oil in flasks along with their lamps. જો કે બુધ્ધિવંતીઓએ પોતાના દીવાઓ સાથે કુપ્પીમાં તેલ લીધું.
5 When the bridegroom was delayed, they all became drowsy and fell asleep. વરને આવતાં વાર લાગી, અને તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.
6 But at midnight a cry rang out: 'Look, the bridegroom! Come out to meet him!' “મધરાતે પોકાર પડયો કે: ‘અહીંયા વરરાજા છે! તેમને મળવા બહાર આવો.’
7 Then all the young women woke up and trimmed their lamps. “પછી સવઁ કુમારિકાઓ ઊઠીને પોતાના દીવાઓ તૈયાર કયાઁ.
8 The foolish said to the wise, 'Give us some of your oil, because our lamps are going out.' અને મુખીઁઓએ બુધ્ધિવંતીઓને કહ્યું તમારા તેલ માંથી અમને થોડું આપો અમારા દીવા હોલવાઈ જાય છે.
9 But the wise answered, 'No, there may not be enough for us and you. Go instead to those who sell, and buy for yourselves.' “ના તેમણે જવાબ આપ્યો, ‘તમને તથા અમને પૂરતું થઈ રહે એટલું નથી, માટે તમે વેચનાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો.’
10 While they went to buy it, the bridegroom came. The ready ones went in with him to the wedding feast, and the door closed. “પણ જયારે તેઓ તેલ વેચાતું લેવાં ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા. જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ, અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.
11 Later the other young women came too, saying, 'Lord, lord, open the door for us!' “પછી બીજાઓ પણ આવ્યા ને તેઓએ કહ્યું, ‘પ્રભુ! પ્રભુ! અમારે માટે બારણું ખોલો.’
12 But he answered, 'Truly I tell you, I do not know you.' “પણ તેણે જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું કે ‘હું તમને ઓળખતો નથી.’
13 Therefore keep watch, because you do not know the day or the hour. “માટે જાગતાં રહો, કારણ કે તે દિવસ કે તે ઘડી તમે જાણતા નથી.
14 "For it will be like a man going abroad, calling his servants and entrusting them with his property. “ફરીથી, તે એક પ્રવાસે જતાં માણસ જેવું છે, જેણે પોતાના નોકરોને બોલાવ્યાં, અને પોતાની સંપતી તેઓને સોંપી.
15 He gave one five bags of silver, another two, another one—each by his own ability—then set out on his journey. તેણે એકને પાંચ તાલંત, બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, પ્રત્યેકને તેની આવડતના પ્રમાણમાં આપ્યું, પછી તે પરદેશ ગયો.
16 The one given five bags of silver went at once, put them to work, and gained five more. જેને પાંચ તાલંત મળ્યાં હતા તે એક વાર જઈને, પોતાના નાંણાનો વેપાર કરીને બીજા પાંચ વધારે કમાયો.
17 In the same way, the one with two bags of silver gained two more. એ જ પ્રમાણે, જેને બે તાલંત મળ્યાં હતાં, તે બીજા બે વધારે કમાયો.
18 But the one who received one bag of silver went off, dug in the ground, and hid his master's money. પણ જેને એક તાલંત મળ્યો હતો તે બહાર ગયો, જમીનમાં ખાડો ખોદીને પોતાના માલીકનું નાણું દાટી મુકયું.
19 "After a long time the master of those servants returned and settled accounts with them. “લાંબા સમય પછી તે નોકરોનો માલિક પાછો આવ્યો, અને તેમની પાસે હિસાબ લેવાં લાગ્યો.
20 The man who received five bags of silver came, adding five more: 'Master, you entrusted me with five bags of silver; see, I've gained five more.' જેને પાંચ તાલંત મળ્યાં હતા, તે બીજા પાંચ લાવ્યો, તેણે કહ્યું, ‘માલિક, તમે મને પાંચ તાલંત આપ્યા હતા, જુઓ હું બીજા પાંચ વધારે કમાયો છું.’
21 "His master said, 'Well done, good and faithful servant! You were faithful over a little; I'll put you over much. Enter your master's joy!' “તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ, સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે; હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.’
22 "The one with two bags of silver also came and said, 'Master, you gave me two bags of silver; look, I've earned two more.' “બે તાલંત વાળો માણસ પણ આવ્યો, તેણે કહ્યું, ‘સાહેબ, તમે મને બે તાલંત આપ્યા હતાં, જુઓ હું બે વધારે કમાયો છું!’
23 "His master told him, 'Well done, good and faithful servant! You were faithful with a little; I'll put you over much. Enter your master's joy!' “તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ! સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે, હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ.’ આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.
24 "Then the one who had received one bag of silver came and said, 'Master, I knew you were a hard man, reaping where you didn't sow, gathering where you didn't scatter seed.' “પછી જેને એક તાલંત મળ્યો હતો, તે આવ્યો. તેણે કહ્યું, માલીક, હું જાણતો હતો કે તમે કઠણ માણસ છો, જયાં તમે નથી વાવ્યું ત્યાંથી ફસલ લણનાર અને જયાં તમે બી નથી વેયાઁ ત્યાંથી તમે એકઠું કરનાર છો.
25 Afraid, I went and hid your silver in the ground. Here is what is yours. તેથી મને બીક લાગીને બહાર જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો, જુઓ અહીં જે તમારું છે તે છે.
26 "His master replied, 'You wicked, lazy servant! You knew I harvest where I didn't sow and gather where I didn't scatter seed? “તેના માલિકે જવાબ આપ્યો, ‘અરે દુષ્ટ, આળસુ નોકર! જયાં નથી વાવ્યું ત્યાંથી હું લણું છું, અને જયાં મેં બી નથી વેયુઁ ત્યાંથી એકઠું કરું છું, એ તું જાણતો ન હતો?
27 "You should have deposited my money with the bankers, so on my return I'd get it back with interest. સારું ત્યારે, તો મારું નાણું શાહુકારોની પાસે જમા કરાવવાનાં હતા, જેથી જયારે હું પાછો આવું ત્યારે તે મને વ્યાજ સાથે પાછું મળત.’
28 So take his bag of silver and give it to the one with ten bags of silver. “ ‘એ માટે એની પાસેથી તાલંત લઈ લો, અને જેની પાસે દસ છે તેને તે આપી દો.’
29 For everyone who has will be given more, and he'll overflow; but the one who has nothing will lose even what he has. જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.
30 Throw out that worthless servant into the outer darkness, where there will be weeping and grinding of teeth.' ‘અને નકામાં નોકરને બહારનાં અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે.’
31 "When the Son of Man comes in his glory, with all his angels, he will sit on his glorious throne. “જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે.
32 All the nations will be gathered before him, and he will separate them from each other as a shepherd separates sheep from goats. સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે,
33 He will put the sheep on his right and the goats on his left. તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.
34 Then the King will say to those on his right, 'Come, you blessed by my Father; inherit the kingdom prepared for you since the foundation of the world. “ત્યારે રાજા તેની જમણી તરફનાંઓને કહેશે, ‘મારા પિતાનાં આશીર્વાદિતો આવો! જગતની ઉત્પતિ પહેલાં તમારાં માટે તૈયાર કરેલ છે તેનો વારસો લો.
35 "For I was hungry and you fed me; thirsty, and you gave me a drink; a stranger, and you took me in, કારણ, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો, ત્યારે કંઈક પીવાને આપ્યું; હું અજાણ્યો હતો, ત્યારે તમે મને અંદર આવકાયોઁ;
36 I was naked and you dressed me, sick and you cared for me, in prison and you visited me.'" મને કપડાંની જરૂર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં; હું માંદો હતો, ત્યારે મારી ખબર લીધી, હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લેવા આવ્યા.’
37 "Then the righteous will answer him, 'Lord, when did we see you hungry and feed you, or thirsty and give you drink? “ત્યારે ન્યાયીઓ તેને જવાબ આપશે, ‘પ્રભુ! અમે ક્યાંરે તમને ભૂખ્યાં જોઈને ખવડાવ્યું અથવા તરસ્યા જાણીને તમને પીવાને કંઈક આપ્યું;
38 "When did we see you a stranger and shelter you, or naked and dress you? ક્યાંરે અમે તમને અજાણ્યા જોઈને અંદર આવકાયાઁ; ને કપડાંની જરૂર હતી, ત્યારે કપડાં પહેરાવ્યાં?
39 When did we see you sick or in prison and come to you?'" અને ક્યાંરે અમે તમને બીમાર જોયા અથવા જેલમાં જોઈને તમારી મુલાકાત લીધી?’
40 "And the King will reply, 'Truly I tell you, whatever you did for one of the least of these siblings of mine, you did for me.' “ત્યારે રાજા જવાબ આપશે હું તમને સાચે જ કહું છું કે, ‘જે કાંઈ આ મારાં નાનાં ભાઈઓ અને બહેનોમાંનાં એક માટે કર્યું તે, તમે મારા માટે કયુઁ.’
41 Then he'll tell those on his left, 'Away from me, you cursed ones, into the eternal fire prepared for the devil and his angels. “પછી તેમની ડાબી તરફનાંઓને કહેશે, ‘મારી આગળથી દૂર જાઓ, ઓ શાપિતો! શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલાં અનંત અગ્નિમાં;
42 For I was hungry and you gave me nothing to eat, thirsty and you gave me nothing to drink, કેમકે હું ભૂખ્યો હતો, અને તમે મને ખાવાને કંઈ આપ્યું નહિ; અને તરસ્યો હતો, અને તમે મને પીવાને કંઈ આપ્યું નહિ;
43 I was a stranger, and you didn't take me in; naked, and you didn't dress me; sick and in prison, and you didn't visit me.'" હું અજાણ્યો હતો, અને તમે મને અંદર આવકાર્યો નહિ; મારે કપડાંની જરુર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં નહિ; હું બીમાર અને જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લીધી નહિ.’
44 "Then they too will answer, 'Lord, when did we see you hungry, thirsty, a stranger, naked, sick, or in prison, and not serve you?' “ત્યારે તેઓ પણ જવાબ દેશે, ‘ઓ પ્રભુ, અમે ક્યાંરે તમને ભૂખ્યાં, કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડાં, માંદા કે જેલમાં જોઈને તમારી સહાય ન કરી?’
45 "He will answer, 'Truly I tell you: whatever you didn't do for one of the least of these, you didn't do for me.' “તે જવાબ આપશે, હું તમને સાચે જ કહું છું કે ‘આ નાનાંઓમાંના એકને તમે કયુઁ નહિ તે મને કયુઁ નહિ.’
46 Then they will go away to eternal punishment, but the righteous to eternal life." “ત્યારે તેઓ અનંતકાળની શિક્ષામાં જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]