Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 23 OGCB

Show OGCB only
Verse × ×
1 Then Jesus spoke to the crowds and to his disciples, પછી ઈસુએ ટોળાને તથા તેમના શિષ્યોને કહ્યું,
2 saying, "The scribes and the Pharisees sit on Moses' seat. “નિયમશાસ્ત્રના પંડિતો તથા ફરોશીઓ મોશેનાં સ્થાને બેસે છે.
3 "So do and keep whatever they tell you, but not what they do—they preach, but don't do. માટે જે કાંઈ તેઓ તમને કહે તેથી તમે સાવધાન રહો. પણ તેઓ જે કરે તે પ્રમાણે ન કરો કેમકે તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે કરતા નથી.
4 They tie up heavy, hard-to-carry loads and put them on people's shoulders, but they themselves won't lift a finger to move them. તેઓ ભારે ને ઊંચકતા મહા મુસિબત પડે એવા બોજા તેઓ લોકોના ખભા પર નાખે છે, પણ તેઓ તેને ખસેડવા પોતે પોતાની એક આંગળી પણ લગાડતા નથી.
5 They do everything to be seen by others; they widen their phylacteries and lengthen their tassels, “તેઓ જે કરે છે તે લોકો જુએ માટે કરે છે: તેઓ પોતાના સ્મરણપત્રોને પોહળા અને પોતાના વસ્ત્રોની કોરને લાંબી કરે છે.
6 and they love the place of honor at feasts and the best seats in the synagogues, તેઓ ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો પસંદ કરે છે,
7 and greetings in the marketplaces and being called 'Rabbi' by others. તેઓને બજારમાં લોકોના વંદન ઝીલવાનું ગમે છે અને લોકો દ્ગારા તેઓને રાબ્બી કહેવામાં આવે એવું તેઓ ઈચ્છે છે.
8 You must not be called 'Rabbi,' since you have only one teacher, and you're all brothers. “પણ તમે રાબ્બી કહેવડાવો નહિ; કારણ કે તમારે એક જ ગુરુ છે અને તમે સઘળા ભાઈઓ છો.
9 And call no one on earth your father, for you have one Father, who is in heaven. અને પૃથ્વી પર કોઈને પિતા કહેશો નહિ, કારણ કે તમારે એક પિતા છે જે સ્વગઁમાં છે.
10 Don't let anyone call you 'instructor,' for you have one instructor, the Christ. વળી તમે સ્વામી ન કહેવડાવો કારણ કે તમારે એક જ સ્વામી છે, મસીહા
11 The greatest among you will be your servant. તમારાંમાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય.
12 Whoever raises himself will be humbled; whoever humbles himself will be raised. જેઓ પોતાને ઊંચા કરે છે, તેઓને નમ્ર કરવામાં આવશે, અને જેઓ પોતાને નમ્ર કરશે, તેઓને ઊંચા કરવામાં આવશે.”
13 Woe to you, scribes and Pharisees, hypocrites! For you shut the kingdom of our Father before people, neither entering yourselves nor letting in those trying to enter. “ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ, ઢોંગીઓ! તમને અફસોસ! તમે લોકોની સામે સ્વર્ગના રાજ્યનો દરવાજો બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશતાં નથી, અને જેઓ ચાહે છે તેઓને પ્રવેશવા દેતા નથી.
14 Not in this edition ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ છે કેમકે તમે વિધવાઓનાં ઘર પડાવી લો છો, ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો એ સારું તમને ભારે સજા થશે.
15 Woe to you, scribes and Pharisees, hypocrites! For you cross sea and land to make one convert, then make him twice the child of hell you are. “ઓ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ, ઢોંગીઓ! તમને અફસોસ! એક શિષ્ય બનાવવાં તમે આખી પૃથ્વી અને સમુદ્રની મુસાફરી કરો છો, અને જયારે તે થાય છે ત્યારે તમે તેને તમારાં કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
16 Woe to you, blind guides! You say, 'Swearing by the temple means nothing, but swearing by the temple's gold makes the oath binding.' “ઓ આંધળા દોરનારાઓ તમને અફસોસ, તમે કહો છો કે ‘જો કોઈ પ્રભુમંદિરનાં નામે સમ ખાય તો કાંઈ વાંધો નહિ; પણ જે કોઈ મંદિરનાં સોનાનાં સમ ખાય તો તે બંધનકર્તા છે.’
17 Blind fools! Which is greater: the gold, or the temple that makes the gold sacred? ઓ મુખઁ આંધળાઓ! મોટું તે કયું: સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર?
18 And you say, 'Swearing by the altar is nothing, but swearing by its gift is binding.' તમે એ પણ કહો છો, ‘જો કોઈ વેદીથી સમ ખાય, તો તેમાં કાંઈ વાંધો નહિ, પણ જે કોઈ વેદી ઉપરના અર્પણના નામે સમ ખાય તો તે તેનાથી બંધનકર્તા છે.’
19 You blind men! For which is greater, the gift or the altar that makes the gift sacred? ઓ આંધળા માણસો! મોટું તે કયું, અર્પણ કે અર્પણને પવિત્ર બનાવનાર વેદી?
20 So whoever swears by the altar swears by it and by everything on it. તેથી જે કોઈ વેદીના સમ ખાય છે, તે તેના તથા તેના પર જે કાંઈ છે તેના પણ સમ ખાય છે.
21 And whoever swears by the temple swears by it and by him who lives in it. અને જે કોઈ મંદિરનાં સમ ખાય છે, તે તેના તથા તેમાં જે વસનાર છે તેના સમ ખાય છે.
22 And whoever swears by heaven swears by our Father's throne and by him who sits on it. અને જે કોઈ સ્વર્ગના સમ ખાય છે તે ઈશ્વરના રાજ્યાસનના, તથા તેના પર બિરાજનારના સમ ખાય છે.
23 Woe to you, scribes and Pharisees, hypocrites! You bring the tenth of mint, dill, and cumin, yet neglect the law's weightier matters—justice, mercy, faithfulness. These you should have done, without neglecting the others. “ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે તમારા મસાલા, ફૂદીના, સુવા અને જીરાનો દશાંશ આપો છો, પરંતુ તમે નિયમશાસ્ત્રની મહત્વની બાબતો એટલે ન્યાય, દયા અને વિશ્વાસુપણાની અવગણના કરો છો. તમારે પહેલાની અવગણના કયાઁ વિના પાછળનું પાલન કરવું જોઈએ.
24 You blind guides, straining out a gnat and swallowing a camel! ઓ આંધળા દોરનારાઓ! તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો!
25 Woe to you, scribes and Pharisees, hypocrites! You clean the cup and dish outside, but inside they're full of greed and excess. “ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પરંતુ અંદર જુલમ અને શોષણ ભરેલાં છે.
26 Blind Pharisee! First clean the inside of cup and dish, so the outside is clean too. ઓ આંધળા ફરોશીઓ! તમે પહેલાં પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, અને તે બહારથી પણ સાફ થઈ જશે.
27 Woe to you, scribes and Pharisees, hypocrites! You are like whitewashed tombs, appearing beautiful outside but full of dead people's bones and all impurity inside. “ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદર તો મૂંએલાના હાંડકાંઓ અને બધો ગંદવાડ ભરેલો છે.
28 So you also outwardly appear righteous to others, but inside you are full of hypocrisy and lawlessness. તે જ પ્રમાણે તમે લોકોની આગળ બહારથી ન્યાયી દેખાવ છો પણ તમે અંદરથી ઢોંગે તથા ભૂંડાઈથી ભરેલાં છો.
29 Woe to you, scribes and Pharisees, hypocrites! For you build tombs of the prophets and decorate the monuments of the righteous, “ઓ ઢોંગીઓ, નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ તમને અફસોસ! તમે પ્રબોધકોની કબરો બંધાવો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો;
30 saying, 'Had we lived in our fathers' days, we would not have joined them in killing the prophets.' અને તમે કહો છો, ‘જો અમે અમારા પૂર્વજોના દિવસોમાં રહેતા હોત તો અમે પ્રબોધકોનાં લોહી વહેડાવામાં ભાગ ન લીધો હોત.’
31 So you testify against yourselves that you are the sons of those who murdered the prophets. તેથી તમે પોતે તમારી વિરોધ સાક્ષી પુરો છો, કે તમે પ્રબોધકોનાં ખૂનીઓનાં સંતાનો છો.
32 Fill up, then, the measure of your fathers. પછી આગળ વધો, અને તમારા પૂઁવજોએ જે શરું કયુઁ તે પુરું કરો.
33 You serpents, you brood of vipers, how are you to escape being sentenced to hell? “ઓ સર્પો, સપોઁના વંશજ! તમે નરકની સજામાંથી કેવી રીતે બચી શકશો?
34 So I am sending you prophets, wise men, and scribes—some you will kill and crucify, some you will flog in your synagogues and persecute from town to town, તેથી હું તમારી મધ્યે પ્રબોધકો, અને જ્ઞાનીઓ અને શિક્ષકોને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે મારી નાંખશો ને ક્રૂસે જડશો; કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરે નગરે તેઓની પાછળ પડશો,
35 so that all righteous blood shed on earth may come upon you—from righteous Abel's blood to Zechariah son of Berekiah's, whom you murdered between the sanctuary and the altar. તેથી ન્યાયી હાબેલને મારી નાંખવામાં આવ્યો તેનાથી માંડીને બારાખ્યાનાં દીકરા ઝખાર્યા જેને તમે મંદિર અને વેદીની વચ્ચે મારી નાંખ્યો, ત્યાં સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવશે.
36 Truly, I say to you, all these things will come upon this generation. હું તમને સાચે જ કહું છું, કે આ બધુ આ પેઢી પર આવશે.
37 Jerusalem, Jerusalem—killing the prophets, stoning those sent to you! How often I wanted to gather your children, as a hen gathers her chicks under her wings, but you refused. “ઓ યરુશાલેમ! યરુશાલેમ! પ્રબોધકોને મારી નાંખનાર અને તમારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, મેં કેટલીવાર ઈચ્છયું કે જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે, તેમ મેં પણ તારાં સંતાનો એકત્ર કરવા કેટલું બધું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ.
38 Look, your house is left to you desolate. જુઓ તમારું ઘર તમારે સારું ઉજજડ મુકાયું છે.
39 I tell you, you won't see me again till you say, 'Blessed is the one coming in our Father's name.'" તેથી હું તમને કહું છું કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે.’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]