Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 22 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus spoke to them again in parables, saying: ઈસુ ફરીથી તેમને દ્રષ્ટાંતોમાં વાત કરી, કહ્યું:
2 "The kingdom of our Father is like a king who prepared a wedding feast for his son. “સ્વગઁનું રાજ્ય એક રાજાના જેવું છે કે જેણે પોતાના પુત્રનાં લગ્ન-પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો.
3 He sent his servants to summon the invited guests to the wedding feast, but they refused to come. તેણે મહેમાનોને સમારંભમાં આમંત્રણ આપવાં સારું પોતાના નોકરોને બોલાવવા મોકલ્યાં, પણ તેઓએ આવવાની ના પાડી.
4 Again he sent other servants, saying, 'Tell those invited: Look, I have prepared my dinner; my oxen and fattened cattle are killed, everything ready. Come to the wedding feast.' “પછી ફરીથી તેણે બીજા નોકરોને મોકલીને કહ્યું, ‘જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમને કહો કે મેં મારું જમણ તૈયાર કયુઁ છે: મારા બળદ અને પુષ્ટ જનાવરો કાપ્યાં છે, અને બધું તૈયાર છે, લગ્ન સમારંભમાં આવો.’
5 But they paid no attention and went off, one to his farm, another to his business, “પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ અને જતા રહ્યા, એક તેના ખેતરમાં, અને બીજો તેને ધંધે ચાલ્યો ગયો.
6 while the rest seized his servants, mistreated them, and killed them. બાકીનાઓએ તેમના નોકરોને પકડયા, તેમનું અપમાન કરીને મારી નાંખ્યાં.
7 The king was enraged, and he sent his troops, destroyed those murderers, and burned their city. રાજા ગુસ્સે ભરાયો. તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કયોઁ અને તેઓના શહેરને સળગાવી દીધું.
8 Then he told his servants, 'The wedding is ready, but those invited weren't worthy. “પછી તેણે પોતાના નોકરોને કહ્યું, ‘લગ્નજમણ તૈયાર છે, પણ આમંત્રિતો આવવાને માટે યોગ્ય ન હતા;
9 Go therefore to the main roads and invite to the wedding feast as many as you find.' માટે રસ્તાઓનાં નાકાં પર જાઓ, અને જેટલાં તમને મળે તે દરેકને લગ્નજમણમાં બોલાવી લાવો.’
10 Those servants went out into the roads and gathered everyone they found, bad and good, and the wedding hall filled with guests. તેથી નોકરો બહાર રસ્તાઓમાં ગયા, અને સારાં કે નરસા જે મળ્યાં તે સર્વને તેઓએ એકઠા કયાઁ, અને ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો.
11 "But when the king came in to see the guests, he saw a man not dressed in wedding clothes. “પણ જયારે મહેમાનોને જોવા રાજા અંદર આવ્યો ત્યારે, લગ્નનો પોશાક પહેર્યા વિના આવેલો, એક માણસ તેના જોવામાં આવ્યો.
12 He asked, 'Friend, how did you get in here without wedding clothes?' He was speechless. તેણે પૂછયું, ‘મિત્ર, તું અહીં લગ્નનો પોશાક પહેર્યા વિના કેવી રીતે આવ્યો?’ તે માણસ અણબોલ્યો રહયો.
13 Then the king told the servants, 'Tie his hands and feet, and throw him into the outer darkness, where there will be weeping and grinding of teeth.' “પછી રાજાએ નોકરોને કહ્યું, ‘તેના હાથપગ બાંધીને તેને બહારનાં અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે.’
14 For many are called, but few are chosen." “કેમકે આમંત્રિતો ઘણાં છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”
15 Then the Pharisees went and plotted how to trap him with his own words. પછી તેમને તેમની વાતમાં સપડાવવા માટેનું કાવતરું ઘડવા ફરોશીઓ બહાર ગયા.
16 They sent their disciples to him, with the Herodians, saying, "Teacher, we know you are truthful and truly teach God's way; you defer to no one, since you don't judge people by rank. હેરોદીઓની સાથે પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા. તેઓએ કહ્યું: “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે પ્રમાણીક માણસ છો, અને તમે સત્યતાથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો, તમે કોઈની શેહશરમ રાખતા નથી; કેમકે તેઓ કોણ છે તેના પર તમે ઘ્યાન આપતાં નથી.
17 Tell us, then, what you think: Is it lawful to pay taxes to Caesar, or not?" તો અમને કહો કે તમારો શો અભિપ્રાય છે? કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ?”
18 But Jesus, knowing their malice, said, "Why are you testing me, you hypocrites? પણ ઈસુ તેઓની દુષ્ટ ચાલાકી જાણીને કહ્યું, “ઓ ઢોંગીઓ, તમે મને કેમ ફસાવવાં માંગો છો?
19 Show me the coin used for the tax." And they brought him a denarius. કર માટે વપરાતો એક સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દિનાર લાવ્યા.
20 And he said to them, "Whose image is this, and whose inscription?" અને તેમણે તેઓને પૂછયું, “આ છાપ કોની છે? અને કોના લેખ છે?”
21 They said, "Caesar's." Then he said to them, "So pay Caesar what belongs to Caesar, and our Father what belongs to our Father." તેઓએ જવાબ આપ્યો, “કૈસરનાં.” ત્યારે તેમણે તેમને કહ્યું, “તો જે કૈસરનું છે, તે કૈસરને પાછું આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને.”
22 When they heard it, they were amazed; and they left him and went away. જયારે તેઓએ આ સાંભળ્યું તેઓ અચંબો પામ્યા. તેથી તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.
23 That same day Sadducees came to him, who say there is no resurrection, and they asked him, તે જ દિવસે સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ તેમની પાસે પ્રશ્ર લઇને આવ્યા.
24 saying, "Teacher, Moses said: if a man dies childless, his brother must marry the widow and raise offspring for his brother. તેઓએ કહ્યું, “ગુરુજી, મોશેએ અમને કહ્યું છે કે: જો કોઈ માણસ નિઃસંતાન મરણ પામે તો તેનો ભાઈ વિધવા સાથે લગ્ન કરીને તેને સારું સંતાન ઉપજાવે.
25 Now there were seven brothers among us. The first married, died, and, childless, left his wife to his brother. હવે અમારામાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્ન કર્યું ને મરી ગયો, અને તેને કોઈ સંતાન ન હતા. તે તેની પત્નિ તેના ભાઈને સારું મુકી ગયો.
26 So too the second and the third, down to the seventh. જેવું જ બીજા અને ત્રીજા ભાઈને પણ થયું, તેવું જ સાતેયની સાથે પણ બન્યું.
27 Last of all, the woman died. છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
28 In the resurrection, then, whose wife of the seven will she be? For they all had her." તો પછી હવે પુનરુત્થાને આ સાતમાંથી તે કોની પત્ની થશે, કારણ કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કયાઁ હતા?”
29 Jesus answered, "You're mistaken—you know neither the Scriptures nor our Father's power. ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો.
30 For in the resurrection people neither marry nor are married off, but are like angels in heaven. પુનરુત્થાનમાં લોકો પરણતા કે પરણાવતા નથી; તેઓ સ્વગઁમાંના દૂતો જેવાં થશે.
31 Now, about the resurrection of the dead, haven't you read what our Father told you: પણ મૂએલાઓનાં પુનરુત્થાન સંબંધી ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે વાંચ્યું નથી,
32 'I'm the God of Abraham, of Isaac, and of Jacob'? He's not God of the dead, but of the living." ‘હું અબ્રાહમનાં ઈશ્વર, ઇસહાકનાં ઈશ્વર તથા યાકોબનાં ઈશ્વર છું?’ તે મૂએલાંના ઈશ્વર નથી પણ જીવતાંઓના છે.”
33 And when the crowds heard it, they were astonished at his teaching. જયારે ટોળાએ આ સાંભળ્યું તેઓ તેમના શિક્ષણથી આશ્ચર્ય પામ્યાં.
34 But when the Pharisees heard that he had silenced the Sadducees, they gathered together. ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે, ત્યારે તેઓ એકત્ર થયા.
35 And one of them, an expert in the Law, asked him a question to test him: તેઓમાંના એકે, નિયમશાસ્ત્રનાં પંડિતે, આ પ્રશ્રથી તેમની પરીક્ષા કરી:
36 "Teacher, which is the great commandment in the Law?" “ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ?”
37 He said to him, "Love your Father with all your heart, with all your soul, and with all your mind. ઈસુએ જવાબ આપ્યો, “તું તારા પૂરાં હૃદયથી, અને પૂરાં જીવથી અને પૂરાં મનથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર.
38 This is the great and first commandment. આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે.
39 And a second is like it: You will love your neighbor as yourself. અને બીજી તેના જેવી જ છે: ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’
40 On these two commandments depend all the Law and the Prophets." બધા જ નિયમો અને પ્રબોધકો આ બે આજ્ઞાઓ પર આધારીત છે.”
41 Now while the Pharisees were gathered together, Jesus asked them, જયારે ફરોશીઓ ભેગા થયા હતા, ત્યારે ઈસુએ તેમને પૂછયું,
42 "What do you think about the Christ? Whose son is he?" They said to him, "David's." “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?” તેઓએ જવાબ આપ્યો, “દાવિદનો દીકરો છે.”
43 He asked them, "How then does David, by the Holy Spirit, call him Lord, saying, તેમણે તેઓને કહ્યું, “તો પછી આત્માથી બોલતાં દાવિદ તેમને ‘પ્રભુ’ કેવી રીતે કહે છે? કેમકે તે કહે છે,
44 'Our Father said to my Lord, "Sit at my right hand, until I put your enemies under your feet"'? “ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું: “જયાં સુધી હું તારા શત્રુઓને, તારા પગ નીચે ન મૂકું, ત્યાં સુધી મારે જમણે હાથે બેસ.” ’
45 If then David calls the Christ Lord, how can the Christ be David's son?" જો દાવિદ તેમને ‘પ્રભુ’ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”
46 No one could answer him a word, and from that day no one dared ask him anything else. કોઈ પણ શબ્દનો જવાબ આપી શક્યાં નહિ, અને તે દિવસ પછી તેમને વધારે પ્રશ્ન પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]