Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 22 OGCB

Side by side with the Father's Heart Bible™

લગ્ન જમણનાં સમારંભનું દ્રષ્ટાંત

1ઈસુ ફરીથી તેમને દ્રષ્ટાંતોમાં વાત કરી, કહ્યું: 2“સ્વગઁનું રાજ્ય એક રાજાના જેવું છે કે જેણે પોતાના પુત્રનાં લગ્ન-પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો. 3તેણે મહેમાનોને સમારંભમાં આમંત્રણ આપવાં સારું પોતાના નોકરોને બોલાવવા મોકલ્યાં, પણ તેઓએ આવવાની ના પાડી.

4“પછી ફરીથી તેણે બીજા નોકરોને મોકલીને કહ્યું, ‘જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમને કહો કે મેં મારું જમણ તૈયાર કયુઁ છે: મારા બળદ અને પુષ્ટ જનાવરો કાપ્યાં છે, અને બધું તૈયાર છે, લગ્ન સમારંભમાં આવો.’

5“પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ અને જતા રહ્યા, એક તેના ખેતરમાં, અને બીજો તેને ધંધે ચાલ્યો ગયો. 6બાકીનાઓએ તેમના નોકરોને પકડયા, તેમનું અપમાન કરીને મારી નાંખ્યાં. 7રાજા ગુસ્સે ભરાયો. તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કયોઁ અને તેઓના શહેરને સળગાવી દીધું.

8“પછી તેણે પોતાના નોકરોને કહ્યું, ‘લગ્નજમણ તૈયાર છે, પણ આમંત્રિતો આવવાને માટે યોગ્ય ન હતા; 9માટે રસ્તાઓનાં નાકાં પર જાઓ, અને જેટલાં તમને મળે તે દરેકને લગ્નજમણમાં બોલાવી લાવો.’ 10તેથી નોકરો બહાર રસ્તાઓમાં ગયા, અને સારાં કે નરસા જે મળ્યાં તે સર્વને તેઓએ એકઠા કયાઁ, અને ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો.

11“પણ જયારે મહેમાનોને જોવા રાજા અંદર આવ્યો ત્યારે, લગ્નનો પોશાક પહેર્યા વિના આવેલો, એક માણસ તેના જોવામાં આવ્યો. 12તેણે પૂછયું, ‘મિત્ર, તું અહીં લગ્નનો પોશાક પહેર્યા વિના કેવી રીતે આવ્યો?’ તે માણસ અણબોલ્યો રહયો.

13“પછી રાજાએ નોકરોને કહ્યું, ‘તેના હાથપગ બાંધીને તેને બહારનાં અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે.’

14“કેમકે આમંત્રિતો ઘણાં છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”

કૈસરને કર આપવાં બાબત

15પછી તેમને તેમની વાતમાં સપડાવવા માટેનું કાવતરું ઘડવા ફરોશીઓ બહાર ગયા. 16હેરોદીઓની સાથે પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા. તેઓએ કહ્યું: “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે પ્રમાણીક માણસ છો, અને તમે સત્યતાથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો, તમે કોઈની શેહશરમ રાખતા નથી; કેમકે તેઓ કોણ છે તેના પર તમે ઘ્યાન આપતાં નથી. 17તો અમને કહો કે તમારો શો અભિપ્રાય છે? કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ?”

18પણ ઈસુ તેઓની દુષ્ટ ચાલાકી જાણીને કહ્યું, “ઓ ઢોંગીઓ, તમે મને કેમ ફસાવવાં માંગો છો? 19કર માટે વપરાતો એક સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દિનાર લાવ્યા. 20અને તેમણે તેઓને પૂછયું, “આ છાપ કોની છે? અને કોના લેખ છે?”

21તેઓએ જવાબ આપ્યો, “કૈસરનાં.” ત્યારે તેમણે તેમને કહ્યું, “તો જે કૈસરનું છે, તે કૈસરને પાછું આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને.”

22જયારે તેઓએ આ સાંભળ્યું તેઓ અચંબો પામ્યા. તેથી તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.

પુનરુત્થાન સમયે લગ્ન

23તે જ દિવસે સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ તેમની પાસે પ્રશ્ર લઇને આવ્યા. 24તેઓએ કહ્યું, “ગુરુજી, મોશેએ અમને કહ્યું છે કે: જો કોઈ માણસ નિઃસંતાન મરણ પામે તો તેનો ભાઈ વિધવા સાથે લગ્ન કરીને તેને સારું સંતાન ઉપજાવે. 25હવે અમારામાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્ન કર્યું ને મરી ગયો, અને તેને કોઈ સંતાન ન હતા. તે તેની પત્નિ તેના ભાઈને સારું મુકી ગયો. 26જેવું જ બીજા અને ત્રીજા ભાઈને પણ થયું, તેવું જ સાતેયની સાથે પણ બન્યું. 27છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28તો પછી હવે પુનરુત્થાને આ સાતમાંથી તે કોની પત્ની થશે, કારણ કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કયાઁ હતા?”

29ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો. 30પુનરુત્થાનમાં લોકો પરણતા કે પરણાવતા નથી; તેઓ સ્વગઁમાંના દૂતો જેવાં થશે. 31પણ મૂએલાઓનાં પુનરુત્થાન સંબંધી ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે વાંચ્યું નથી, 32‘હું અબ્રાહમનાં ઈશ્વર, ઇસહાકનાં ઈશ્વર તથા યાકોબનાં ઈશ્વર છું?’ તે મૂએલાંના ઈશ્વર નથી પણ જીવતાંઓના છે.”

33જયારે ટોળાએ આ સાંભળ્યું તેઓ તેમના શિક્ષણથી આશ્ચર્ય પામ્યાં.

સૌથી મોટી આજ્ઞા

34ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે, ત્યારે તેઓ એકત્ર થયા. 35તેઓમાંના એકે, નિયમશાસ્ત્રનાં પંડિતે, આ પ્રશ્રથી તેમની પરીક્ષા કરી: 36“ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ?”

37ઈસુએ જવાબ આપ્યો, “તું તારા પૂરાં હૃદયથી, અને પૂરાં જીવથી અને પૂરાં મનથી પ્રભુ તારાં ઈશ્વર પર પ્રેમ કર. 38આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39અને બીજી તેના જેવી જ છે: ‘જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ 40બધા જ નિયમો અને પ્રબોધકો આ બે આજ્ઞાઓ પર આધારીત છે.”

મસીહ કોનો દીકરો છે

41જયારે ફરોશીઓ ભેગા થયા હતા, ત્યારે ઈસુએ તેમને પૂછયું, 42“મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?” તેઓએ જવાબ આપ્યો, “દાવિદનો દીકરો છે.”

43તેમણે તેઓને કહ્યું, “તો પછી આત્માથી બોલતાં દાવિદ તેમને ‘પ્રભુ’ કેવી રીતે કહે છે? કેમકે તે કહે છે,

44“ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું:“જયાં સુધી હું તારા શત્રુઓને,તારા પગ નીચે ન મૂકું,ત્યાં સુધી મારે જમણે હાથે બેસ.” ’

45જો દાવિદ તેમને ‘પ્રભુ’ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?” 46કોઈ પણ શબ્દનો જવાબ આપી શક્યાં નહિ, અને તે દિવસ પછી તેમને વધારે પ્રશ્ન પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]