Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 21 OGCB

Show OGCB only
Verse × ×
1 As they neared Jerusalem and reached Bethphage, at the Mount of Olives, Jesus sent two disciples ahead, જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ પર બેથફગે આવ્યા ત્યારે, ઈસુએ બે શિષ્યોને મોકલ્યા,
2 telling them, "Go to the village ahead of you. You'll at once find a donkey tied, with a colt beside her. Untie them and bring them to me. તેઓને કહ્યું “તમારી આગળનાં ગામમાં જાઓ, અને ત્યાં બાંધેલી એક ગધેડી તથા તેની સાથ વછેરો જોવા મળશે. તેઓને છોડી ને અહીં મારી પાસે લાવો.
3 If anyone says anything to you, say, 'The Lord needs them,' and the Lord will send them at once." જો કોઈ તમને કાંઈ કહે, તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે, એટલે તે તેમને તરત જ મોકલી આપશે.”
4 This took place to fulfill what the prophet had said: આ એટલા માટે થયું કે પ્રબોધકો દ્ગારા બોલેલી ભવિષ્યવાણી પૂરી થાય:
5 "Say to the daughter of Zion, 'Look, your king is coming to you, humble and mounted on a donkey, on a colt, the foal of a beast of burden.'" “સિયોનની પુત્રીને કહો કે: જુઓ તમારો રાજા તમારી પાસે આવે છે, નમ્રને ખોલકા પર સવારી કરી; અને ખોલકા પર, ગધેડીના વછેરાં પર.”
6 The disciples went and did as Jesus had directed them. શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું.
7 They brought the donkey and colt, put their cloaks on the animals, and Jesus sat on the cloaks. તેઓ ગઘેડીને તથા વછેરાને તેમની પાસે લાવ્યાં, અને તેઓએ પોતાના ઝભ્ભા વછેરા પર પાથયાઁ અને ઈસુ તેમના પર બેસે.
8 Most of the crowd spread their cloaks on the road; others cut branches from the trees and spread them on the road. અતિ મોટા ટોળાએ પોતાનાં ઝભ્ભા રસ્તામાં પાથયાઁ, જયારે બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
9 The crowds ahead of him and behind him kept shouting, "Hosanna to the Son of David! Blessed is he who comes in the name of our Father! Hosanna in the highest!" ટોળું કે જે તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા. “હોસાન્ના! દાવિદના દીકરાને!” “પ્રભુને નામે જે આવે છે, તે ધન્ય છે.” “ઉચ્ચ સ્વગઁમાં! હોસાન્ના!”
10 And when he entered Jerusalem, the whole city was stirred, asking, "Who is this?" જયારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખું શહેર ખળભળી ઉઠયું ને પૂછયું: “આ કોણ છે?”
11 And the crowds said, "This is the prophet Jesus, from Nazareth of Galilee." ટોળાએ જવાબ આપ્યો, “આ તો ઈસુ છે, ગાલીલના નાઝરેથનો પ્રબોધક.”
12 Then Jesus entered the temple, drove out all selling and buying there, overturned the money-changers' tables and the dove sellers' seats. ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા અને ત્યાંથી તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી.
13 He told them, "It is written: 'My house will be called a house of prayer,' but you're making it a den of robbers." તેમણે તેઓને કહ્યું કે લખેલું છે કે, “મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લુંટારાઓનું કોતર બનાવો છો.”
14 And the blind and the lame came to him in the temple, and he healed them. અંધજનો અને અપંગો ઈસુ પાસે મંદિરમાં આવ્યા, અને તેમણે તેઓને સાજા કર્યાં.
15 When the chief priests and teachers of the law saw the wonders he did, and the children shouting in the temple, "Hosanna to the Son of David!" they grew angry, પણ જયારે મુખ્ય યાજકોએ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમણે કરેલી અદભુત બાબતો જોઈ, અને બાળકોને મંદિરનાં આંગણાંમાં પોકાર કરતાં સાંભળ્યા કે “હોસાન્ના! દાવિદના પુત્રને” ત્યારે તેઓ રોષે ભરાયા.
16 and said to him, "Do you hear what these say?" Jesus said to them, "Yes. Have you never read, 'Out of the mouths of infants and nursing babies you have prepared praise'?" તેઓએ તેમને કહ્યું, “આ બાળકો શું કહે છે તે તમે સાંભળો છો?” “હા,” ઈસુએ જવાબ આપ્યો, “શું તમે કયારેય નથી વાંચ્યું, બાળકોનાં હોઠોથી અને ધાવણાંઓથી તમે, પ્રભુ, તમારી સ્તુતિ પ્રગટ કરાવી છે?”
17 He left them, went out of the city to Bethany, and spent the night there. પછી તેઓ તેમને મૂકીને બેથાનિયા નગરની બહાર ગયા, જયાં તેમણે રાત વિતાવી.
18 Early in the morning, as he returned to the city, he was hungry. વહેલી સવારે, જયારે ઈસુ શહેરે પાછા જતાં હતા, ત્યારે ઈસુ ભૂખ્યાં થયા.
19 Seeing a fig tree by the road, he went to it but found only leaves. He said, "May you never bear fruit again!" At once the tree withered. રસ્તાની બાજુએ એક અંજીરીને જોઈ, અને તેઓ તેની પાસે ગયા, પણ પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ. પછી તેમણે તેને કહ્યું, “હવેથી તને કદી ફળ ન લાગો!” તરત જ અંજીરી સુકાઈ ગઈ.
20 Seeing this, the disciples were amazed and asked, "How did the fig tree wither so fast?" જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓ દંગ થઈ ગયા. તેઓએ પૂછયું, “અંજીરી આટલી જલ્દી કેવી રીતે સુકાઈ ગઈ?”
21 Jesus answered, "I tell you the truth: with faith, no doubting, you'll not only do what happened to the fig tree—you'll even tell this mountain, 'Be lifted up and thrown into the sea,' and it will happen. ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે જ કહું છું, “જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરની જે થયું તે તમે કરી શકશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહી શકો છો, ‘જા, તું ઊચકાઇને સમૃદ્રમાં નંખા.’ અને તે પ્રમાણે થશે.
22 And whatever you ask in prayer, if you believe, you will receive it." જો તમે વિશ્વાસ રાખો તો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગશો તો તે તમને મળશે.”
23 Entering the temple, he was teaching when the chief priests and elders of the people came and asked, "What authority do you have for these things, and who gave you this authority?" ઈસુ મંદિરનાં આંગણાંમાં આવ્યા, અને જયારે તેઓ ઉપદેશ આપતાં હતા, ત્યારે મુખ્ય યાજકો અને લોકોનાં વડીલોએ તેમની પાસે આવ્યા. તેઓએ પૂછયું, “ક્યાં અધિકારથી તમે આ કામો કરો છો? અને એ અધિકાર તમને કોણે આપ્યો?”
24 Jesus replied, "I'll ask you one thing too. Tell me the answer, and I'll say by what authority I do these things. ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તમને એક પ્રશ્ન પૂછીશ, જો તમે મને જવાબ આપશો તો હું તમને કહીશ કે કયાં અધિકારથી હું આ કામો કરું છું:
25 John's baptism—where was it from? From heaven, or from man?" They discussed among themselves, "If we say, 'From heaven,' he will say to us, 'Then why did you not believe him?' યોહાનનું બાપ્તિસ્મા તે કયાંથી આવ્યું? શું તે સ્વગઁથી હતું કે માણસોથી?” તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, “જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહિ?
26 But if we say, 'From man,' we fear the crowd—they all view John as a prophet." પણ જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો આપણે લોકોથી ડરીએ છીએ; કારણ કે તેઓ બધા માને છે કે યોહાન એક પ્રબોધક હતો.”
27 They answered Jesus, "We don't know." He said, "Neither will I tell you by what authority I do these things." તેથી તેઓએ ઈસુને જવાબ આપ્યો, “અમે જાણતા નથી.” પછી તેમણે કહ્યું, “તો હું પણ તમને કહેતો નથી કે હું કયાં અધિકારથી આ કામો કરું છું.
28 "But what do you think? A man had two sons. Coming to the first, he said, 'Son, go work today in the vineyard.' “તમે શું ધારો છો? એક માણસને બે દીકરા હતા. તેણે પહેલાની પાસે જઈને કહ્યું, ‘દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ ”
29 And he answered, 'I will not,' but later he changed his mind and went. “તેણે જવાબ આપ્યો, ‘હું જવાનો નથી.’ પણ પછીથી પસ્તાઈને તે ગયો.
30 He went to the second and said the same. This one answered, 'I'll go, sir'—but didn't go. “પછી પિતાએ નાનાંને કહ્યું, તું દ્રાક્ષાવાડીમાં જા. તેણે જવાબ આપ્યો, ‘હા, પિતાજી’ હું જાઉં છું. પણ તે ગયો નહિ.
31 Which of the two did his father's will?" They said, "The first." Jesus told them, "Truly I tell you, tax collectors and prostitutes enter the kingdom of our Father ahead of you." “બેમાંથી કોણે તેમના પિતાની ઇચ્છા પ્રમાણે કયુઁ?” “તેઓએ જવાબ આપ્યો પહેલાએ, ઈસુએ તેમને કહ્યું હું તમને સાચે જ કહું છું કે, જકાતકારો અને વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.
32 "For John came to you in the way of righteousness, and you didn't believe him, but tax collectors and prostitutes did. Even after seeing that, you didn't change your minds and believe him." કેમકે યોહાન ન્યાયનો માગઁ બતાવવા તમારી પાસે આવ્યો, અને તમે તેના પર વિશ્વવાસ કયોઁ નહિ; પણ જકાતકારો અને વેશ્યાઓએ કયોઁ. અને આ બધું જોયા પછી પણ તમે પસ્તાવો કયોઁ નહિ ને તેના પર વિશ્વવાસ કયોઁ નહિ.
33 "Hear another parable: A landowner planted a vineyard, put a fence around it, dug a winepress in it, built a watchtower, leased it to tenants, and went away on a trip. “બીજું એક દૃષ્ટાંત સાંભળો: એક જમીનદાર હતો કે જેણે એક દ્રાક્ષાવાડી રોપી, તેણે તેની આજુબાજુ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને ચોકીબુરજ બનાવ્યો. પછી તેણે કેટલાક ખેડૂતોને દ્રાક્ષાવાડી ઇજારે આપી અને બીજી જગ્યાએ ગયો.
34 When the harvest time drew near, he sent his servants to the tenants to collect his fruit. જયારે કાપણીનો સમય નજીક આવ્યો, ત્યારે તેણે તેના નોકરોને ફળ લેવાં માટે ઈજારો પાસે મોકલ્યા.
35 But the tenants seized his servants—they beat one, killed another, and stoned another. “ઇજારદારોએ તેના નોકરોને પકડયાં; તેઓએ એકને માર્યો, બીજાને મારી નાંખ્યો, અને ત્રીજાને પથ્થરો માર્યા.
36 Again he sent other servants, more than the first, and they treated them the same way. પછી તેણે બીજા નોકરો તેમની પાસે મોકલ્યા, પહેલાં કરતાં વધારે, અને ઇજારદારોએ તેમની સાથે તેઓ જ વ્યહાર કયોઁ.
37 Finally he sent his son to them, saying, 'They will respect my son.' સૌથી છેલ્લે, તેણે પોતાના દીકરાને તેમની પાસે મોકલ્યો. તેમણે કહ્યું, ‘તેઓ મારા દીકરાનો આદર કરશે.’
38 But the tenants, seeing the son, said to each other, 'This is the heir; come, let's kill him and seize his inheritance.' “પણ જયારે ઇજારદારે દીકરાને જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, ‘આ વારસદાર છે, ચાલો! તેને મારી નાખીએ અને વારસો લઈ લઈએ.’
39 So they seized him, threw him out of the vineyard, and killed him. તેથી તેઓએ તેને પકડીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો અને તેને મારી નાખ્યો.
40 Now when the owner of the vineyard comes, what will he do to those tenants?" “તેથી, જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે, ત્યારે તે આ ઇજારોને શું કરશે?”
41 They answered, "He will destroy those evil men horribly, and lease the vineyard to other farmers who will give him the fruit in season." તેઓએ જવાબ આપ્યો, તે દુષ્ટોનો અંત દુષ્ટતાઈથી લાવશે, “અને તે દ્રાક્ષાવાડી બીજા ઇજારદારોને ઇજારે આપશે, કે જેઓ કાપણીના સમયમાં તેની ઉપજનો ભાગ આપશે.”
42 Jesus said to them, "Have you never read in the Scriptures: 'The stone the builders rejected became the cornerstone; this came from our Father, and it's marvelous in our eyes'?" ઈસુએ તેઓને કહ્યું, “શું તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી: “ ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતો તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો, પ્રભુએ આ કયુઁ છે અને આપણી નજરમાં તે આશ્ચર્યકારક છે?’
43 "So I tell you: the kingdom of our Father will be taken from you and given to a nation that produces its fruits. “તેથી હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે: અને જે લોકો ફળ આપશે તેને તે આપવામાં આવશે.
44 Whoever falls on this stone will be shattered; whoever it falls on will be crushed." જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે; પણ જેઓનાં તે પડશે તેઓનો ભુક્કો થઈ જશે.”
45 When the chief priests and the Pharisees heard his parables, they realized he was speaking about them. જયારે મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુના દ્રષ્ટાંતો સાંભળ્યા, ત્યારે તેઓ જાણતા હતા કે તેઓ તેમના સંબંધી બોલે છે.
46 They wanted to arrest him but feared the crowds, who considered him a prophet. તેઓએ તેમને પકડવાનો માગઁ શોધ્યો, પણ તેઓ ટોળાથી બીતા હતા કેમકે, લોકો તેમને પ્રબોધક માનતા હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]