Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 24 OGCB

Side by side with the Father's Heart Bible™

મંદિરનો નાશ અને અંત સમયની નિશાનીઓ

1ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે શિષ્યો તેમને મંદિરનાં બાંધકામ બતાવવા તેમની પાસે આવ્યા. 2ઈસુએ કહ્યું, “શું તમે આ બધા જુઓ છો, હું તમને સાચે જ કહું છું, એક પણ પથ્થર બીજા ઊપર અહીં રહેવા દેવાશે નહિ; અને દરેક તોડી પાડવામાં આવશે?”

3જયારે ઈસુ જૈતુન પહાડ પર બેઠાં હતા, ત્યારે એકાંતમાં શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, અમને કહો “એ બધું ક્યારે બનશે, અને તમારાં આગમનની અને આ યુગના અંતની શી નિશાની થશે?”

4ઈસુએ જવાબ આપ્યો, “કોઈ તમને ન ભરમાવે માટે સાવધ રહો. 5કેમકે ઘણાં મારે નામે આવશે અને દાવો કરશે કે, ‘હું મસીહ છું,’ અને ઘણાંને ભુલાવશે. 6તમે યુધ્ધ તથા યુધ્ધોની અફવા સાંભળશો, પણ જો જો ત્યારે ગભરાતાના કેમકે એ બધું બનવાની જરુર છે, પણ અંત આવવાનો હજું બાકી છે. 7પ્રજા પ્રજાની વિરુધ્ધ ઊઠશે અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. દુકાળો પડશે અને ઠેર ઠેર ધરતીકંપ થશે, 8પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.

9“પછી તમને સતાવવાને હાથમાં સોંપી દેવામાં આવશે અને મારી નાંખશે, અને મારે લીધે બધા દેશોથી તમારો ધિક્કાર થશે. 10એ સમયે ઘણાં વિશ્વાસમાંથી ફરી જશે, અને પકડાવી દેશે અને એકબીજાનો દ્વેષ કરશે. 11વળી ઘણા જૂઠા પ્રબોધકો દેખાશે અને ઘણાં લોકોને ભરમાવશે. 12દુષ્ટતા વધી જવાને કારણે ઘણાંનો પ્રેમ ઠંડો થઈ જશે. 13પણ જે અંત સુધી ટકી રહેશે, તે જ તારણ પામશે. 14અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.

15“જેનાં વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે તે ધિક્કારપાત્ર વસ્તુને પવિત્રસ્થાનમાં ઊભેલી તમે જુઓ, (વાંચકે તેનો અર્થ સમજી લેવો.) 16ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું, 17જેઓ ધાબા ઉપર હોય, તેઓએ કંઈ પણ લેવાં નીચે ઘરમાં જવું નહિ. 18જેઓ, ખેતરમાં હો તો ઝભ્ભો લેવાં ઘરે પાછાં ન જાઓ. 19એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે. 20પ્રાર્થના કરો કે એ શિયાળામાં અથવા વિશ્રામવારે નાસવું ન પડે. 21કેમકે જગતના આરંભથી તે અત્યાર સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ, એવી ભયંકર વિપત્તિ આવી પડશે.

22“જો એ દિવસો ઓછાં કરાયાં ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પસંદ કરેલાં લોકોને લીધે એ દિવસો ઘટાડવામાં આવશે. 23એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ, 24કેમકે જૂઠા મસીહ અને જૂઠા પ્રબોધકો દેખા દેશે, અને મહાન ચિન્હો અને અદભુત ચમત્કારો કરી બતાવશે, જો બની શકે તો પસંદ કરેલાંને પણ ભરમાવશે. 25જુઓ, મે તમને સમય અગાઉ કહ્યું છે.

26“તેથી જો કોઈ તમને કહે, ‘તે ત્યાં છે, બહાર રાનમાં’ તો બહાર જશો નહિ; અથવા તે અહીં છે, ‘અંદરની ઓરડીમાં’ તો તે ન માનશો.” 27કેમકે જેમ વીજળી પૂર્વથી આવી પશ્ચિમ સુધી ચમકે છે, એ જ પ્રમાણે માણસના દીકરાનું આગમન થશે. 28જયાં મુડદું છે, ત્યાં ગીધો એકઠા થશે.

29“એ દિવસોની વિપત્તિ પછી તરત જ“ ‘સૂરજ અંધકારમય થઈ જશે,અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;તારાઓ આકાશમાંથી ખરશે.આકાશી મંડળો હલાવાશે.’

30“જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો. 31રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.

32“હવે અંજીર પરથી આ બોધપાઠ શીખો: જયારે તેની ડાળી કુમળી હોય અને તેને પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે જાણો કે ઉનાળો પાસે છે. 33તે જ પ્રમાણે, જયારે તમે આ બધા જુઓ, ત્યારે તમારે જાણો કે તે નજીક છે; છેક બારણાં પાસે જ છે. 34હું તમને સાચે જ કહું છું, આ બધા પુરા નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ. 35આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.

અજાણ દિવસ અને ઘડી

36“પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ. 37જેમ નૂહનાં દિવસોમાં હતું એવું જ માણસના દીકરાના આગમન સમયે થશે: 38કેમકે જળપ્રલય પહેલાના દિવસોમાં, નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતાં અને પીતાં, પરણતા અને પરણાવતાં હતાં. 39જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી શું થશે તેની તેઓને કંઈ ખબર ન પડી, માણસના દીકરાનું આગમન એવું જ થશે. 40ખેતરમાં બે માણસો હશે; એક લેવાશે અને બીજો પડતો મૂકાશે. 41બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે અને બીજી પડતી મૂકાશે.

42“માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી. 43પણ આ સમજો, રાત્રીના કયાં સમયે ચોર આવવાનો છે એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહીને ઘરમાં ચોરી થવા ન દેત. 44તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.

45“તો તે વિશ્વાસુ અને બુધ્ધિમાન નોકર કોણ છે, જેને માલિકે પોતાના ઘરનાં નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવાં માટે કારભારી ઠરાવ્યો છે? 46જેનો માલિક પાછો આવે ત્યારે, જે નોકરને એમ કરતા જોશે તેને માટે સારું છે. 47હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી મિલ્કતનો કારભારી બનાવશે. 48પણ ધારોકે જો તે નોકર દુષ્ટ છે અને પોતાના મનમાં કહે: ‘મારો માલિક લાંબા સમયથી દૂર રહે છે’ 49અને પછી તે તેના સાથી નોકરોને મારવા લાગે છે અને દારૂડિયાઓની સાથે ખાવાં પીવાં લાગે. 50નોકરનો માલિક એવા દિવસે આવશે જયારે તે ધારતો નહિ હોય અને તે ઘડી તે જાણતો નથી. 51તે તેને કાપી નાંખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, જયાં રડવું અને દાંત પીસવું થશે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]