Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 19 OGCB

Side by side with the Father's Heart Bible™

છૂટાછેડા

1જયારે ઈસુ આ બધી વાતો કહી રહ્યા પછી, તેઓ ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં ગયા. 2મોટું ટોળું તેમની પાછળ ગયું, અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યાં.

3કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરતા પૂછયું, “શું દરેક કારણને લીધે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે તે શું યોગ્ય છે?”

4તેમણે જવાબ આપ્યો, “શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. 5અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ 6હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં.”

7પછી કેમ, તેઓએ પૂછયું, “તો પછી શા માટે મોશેએ એવી આજ્ઞા આપી કે પુરુષે તેની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને તેને મુકી દેવી?”

8ઈસુએ ઉત્તર આપ્યો, “મોશેએ તમારાંં હૃદયોની કઠણતાને કારણે તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાં પરવાનગી આપી હતી, પણ આરંભથી એવું ન હતું. 9હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈને અન્ય સ્ત્રીની સાથે પરણે, તે વ્યભિચાર કરે છે.”

10ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, “જો પતિ અને પત્નિમાં આવી સ્થિતી હોય તો પરણવું સારું નથી.”

11ઈસુએ જવાબ આપ્યો, “દરેકથી આ વચન સ્વીકારાતું નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12કેમકે કેટલાક ખોજા છે જેઓ એવી રીતે જન્મેલાં છે; અને કેટલાક ખોજાઓને બીજાઓએ ખોજા બનાવેલા છે; અને કેટલાક સ્વર્ગના રાજ્યને લીધે ખોજા તરીકે જીવવું પસંદ કરે છે, જે આ સ્વીકારી શકે છે તેણે તે સ્વીકારવું જોઈએ.”

નાના બાળકો અને ઈસુ

13પછી લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા કે તેઓ પર તેમના હાથ મૂકીને પ્રાર્થના કરે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યાં.

14ઈસુએ કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે.” 15તેમણે તેમના પર હાથ મૂકયાં, પછી તેઓ ત્યાંથી ગયા.

ધનવાન અને ઈશ્વરનું રાજય

16પછી તરત એક માણસે ઈસુની પાસે આવીને પૂછયું, “ગુરુજી, અનંતજીવન પામવાં માટે મારે શું સારું કરવું જોઈએ?”

17ઈસુએ જવાબ આપ્યો, “શું સારું છે તે વિષે તું મને કેમ પૂછે છે? માત્ર એક જ છે જે સારો છે, જો તું જીવનમાં પ્રવેશ પામવાં માગે છે તો આજ્ઞાઓ પાળ.”

18તેણે પૂછયું, “કઈ?” ઈસુએ જવાબ આપ્યો, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન આપ;

19તારાં માતાપિતાને માન આપ જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.”

20જુવાન માણસે કહ્યું, “આ બધું તો હું પાળતો આવ્યો છું; હજું મારામાં શું ખૂટે છે?”

21ઈસુએ જવાબ આપ્યો, “જો તું સંપૂર્ણ થવા માંગતો હોય, તો જા, ને તારી જે સંપતી છે તે વેચી દે, અને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપતિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ.”

22જ્યારે તે જુવાન માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કારણ કે તેની પાસે પુષ્કળ સંપતિ હતી.

23ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે “ધનવાનને સ્વગઁના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24ફરીથી હું તમને કહું છું કે, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે.”

25જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું તેઓ ખૂબ જ આશ્ચયઁ પામ્યા અને પૂછયું, “તો પછી કોણ તારણ પામી શકે?”

26ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે. પણ ઈશ્વરને સર્વ શકય છે.”

27પિતરે તેમને જવાબ આપ્યો, “અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ. તો અમારે માટે ત્યાં શું હશે?”

28ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, જયારે પુનરુત્પતિમાં માણસનો દીકરો પોતાના ગૌરવી રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે મારી પાછળ આવનારા પણ ઇઝરાયેલનાં બારેય કુળોનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો. 29અને જે કોઈએ પોતાનાં ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે પત્ની કે બાળકો કે ખેતરોને મારા નામને લીધે ત્યાગ કર્યોઁ છે, તેઓને સો ગણું વધુ મળશે, અને અનંતજીવનનો વારસો પામશે. 30પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]