Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 18 OGCB

Side by side with the Father's Heart Bible™

સ્વગઁના રાજયમાં સૌથી મોટું કોણ?

1એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, “તો સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”

2તેમણે એક નાનાં બાળકને તેમની પાસે બોલાવીને, બાળકને તેઓની વચ્ચે ઊભુ રાખ્યું, 3અને તેમણે કહ્યું, હું સાચે જ તમને કહું છું “જયાં સુધી તમે નહિ ફરો, અને બાળકોનાં જેવા નહિ બનો, તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ. 4માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે; 5અને જે કોઈ મારે નામે આવાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે.

ઠોકરનું કારણ

6“મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે. 7જેનાથી લોકોને ઠોકર વાગે છે તેને લીધે જગતને અફસોસ! એ બાબતો આવવી જ જોઈએ, પણ જે માણસથી તે આવે છે તેને અફસોસ છે! 8તેથી જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપીને ફેંકી દો. બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં જવા કરતાં અપંગ અથવા ઠુંઠો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે. 9અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢીને ફેંકી દો. બંને આંખો સહિત નરકાગ્નિમાં નંખાય તે કરતાં કાણો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

ભટકતા ઘેટાનું દ્રષ્ટાંત

10“જુઓ કે તમે આ નાનાંઓમાંના એકની તમે અવગણના ના કરો, કેમકે તેઓના દૂતો સ્વર્ગમાં મારા પિતાનું મુખ સદા જુવે છે. 11હું મસીહ ખોવાયેલાંને બચાવવાં આવ્યો છું.

12“જો એક માણસ પાસે સો ઘેંટા હોય અને તેમાંનું એક ભટકી જાય તો એ માણસ શું કરશે? શું તે બાકીનાં નવ્વાણું ઘેંટાંને પહાડ પર ચરતાં મૂકીને શું તે ખોવાયેલાને શોધવાં નહિ જાય? 13અને જો તેને તે મળી આવે, તો હું તમને સાચે જ તમને કહું છું, કે પેલા નવ્વાણું ભુલા પડેલા ન હતા તેઓના કરતાં તે એક ઘેટાંને લીધે તેને વધારે આનંદ થાય છે. 14એ જ પ્રમાણે આ નાનાંઓમાંથી એકનો નાશ થાય એવી મારા સ્વગીઁય પિતાની ઈચ્છા નથી.

મંડળીમાં પાપ પ્રત્યે વ્યવહાર

15“જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે. 16પણ જો તેઓ ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈ જા, જેથી દરેક બાબત બે કે ત્રણ સાક્ષીઓથી સ્થાપિત થાય. 17જો તેમ છતાં તેઓ સાંભળવાની ના પાડે તો તે મંડળીને જણાવ; અને જો તેઓ મંડળીનું પણ ન સાંભળે તો, તેમની સાથે વિદેશી કે દાણીના જેઓ વ્યવહાર કરો.

18“હું તમને સાચે જ કહું છું કે પૃથ્વી પર તમે જે કંઇ બાંધશો તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તમે જે કંઇ મુક્ત કરશો તે સ્વર્ગમાં મુક્ત કરાશે.

19“વળી હું તમને કહું છું કે: તમારાંમાંના બે પૃથ્વી પર કોઈ બાબત વિષે સહમત થઈને તેઓ કંઇ માંગશે, તો તે મારા સ્વર્ગમાંના પિતા તેમના માટે કરશે. 20કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું.”

દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત

21પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, “પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?”

22ઈસુએ જવાબ આપ્યો, “હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.

23“માટે, સ્વર્ગનું રાજ્ય એક રાજા જેવું છે, કે જેણે પોતાના નોકરો પાસેથી હિસાબ લેવા માગ્યો. 24હિસાબ લેતાં એક જણને તેની પાસે લાવવામાં આવ્યો, તેને દસ હજાર તાલંત સોનાનું દેવું હતું, 25તે દેવું ચૂકવી શકે એમ ન હતો, તેથી માલીકે તેને, તેની સ્ત્રીને, તેનાં બાળકોને તથા તેની પાસે જે કાંઈ હતું તે તમામને વેચીને દેવું ભરપાઈ કરવા આજ્ઞા કરી.

26“એટલે તે નોકર તેમની આગળ ઘૂટણે પડયો, તેણે વિનંતી કરી મારી સાથે ધીરજ રાખો, ‘હું તમામ પાછું આપીશ.’ 27ત્યારે નોકરના માલીકને તેના પર દયા આવી, દેવું માફ કરી અને તેને જવા દીધો.

28“પણ જયારે તે નોકર બહાર ગયો, ત્યારે તેણે સાથી નોકરોમાનાં એકને જોયો, જે તેના ચાંદીનાં સો સિક્કાનો દેવાદાર હતો. ‘તેણે તેને પકડી લીધો ને તેને ગૂંગળાવી નાખવા લાગ્યો, તેણે માંગણી કરી કે મારું જે દેવું છે તે પાછું આપ!’

29“તેનો સાથી નોકર તેના પગે પડયો કરગરવાં લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો. હું તે વાળી આપીશ.’

30“પણ તેણે માન્યું નહિ, તેણે જઈને દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તે માણસને જેલમાં નાખ્યો. 31જયારે બીજા નોકરો જે બન્યું તે જોયું, ત્યારે તેઓ દિલગીર થઇ જઈને જે બન્યું હતું તે પોતાના માલીકને કહ્યું.

32“ત્યારે માલીકે ચાકરને અંદર બોલાવીને તેણે કહ્યું, ‘અરે દુષ્ટ નોકર! તે મને વિનંતી કરી માટે મેં તારું બધું દેવું માફ કયુઁ. 33જેમ મેં તારા પ્રત્યે દયા દર્શાવી તેમ તારે પણ તારા સાથી નોકર પ્રત્યે દર્શાવવી જોઈતી નહોતી શું?’ 34માલીકે ગુસ્સે થઇને બધું દેવું ચૂકવે નહિ ત્યાં સુધી, તેણે તેને જેલમાં પીડા આપનારાઓનાં હાથમાં સોંપ્યો.

35“એ જ પ્રમાણે તમે તમારાં ભાઈઓ અને બહેનોને ખરાં દિલથી માફ નહિ કરો તો સ્વર્ગમાંના મારા પિતા તમને પણ એમ જ કરશે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]