Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 18 OGCB

Show OGCB only
Verse × ×
1 At that time the disciples came to Jesus, asking, "Who, then, is greatest in the kingdom of our Father?" એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, “તો સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”
2 Calling a little child to him, he placed the child among them, તેમણે એક નાનાં બાળકને તેમની પાસે બોલાવીને, બાળકને તેઓની વચ્ચે ઊભુ રાખ્યું,
3 and said, "I tell you truly: unless you turn and become like little children, you'll never enter our Father's kingdom. અને તેમણે કહ્યું, હું સાચે જ તમને કહું છું “જયાં સુધી તમે નહિ ફરો, અને બાળકોનાં જેવા નહિ બનો, તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ.
4 Whoever therefore humbles himself like this little child is the greatest in the kingdom of our Father. માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે;
5 And whoever welcomes one such little child in my name welcomes me." અને જે કોઈ મારે નામે આવાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે.
6 "But whoever trips up one of these little ones who believe in me—better to hang a heavy millstone on his neck and drown him in the depths of the sea." “મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે.
7 "Disaster for the world because of things that cause stumbling! They must come, but disaster for whoever brings them. જેનાથી લોકોને ઠોકર વાગે છે તેને લીધે જગતને અફસોસ! એ બાબતો આવવી જ જોઈએ, પણ જે માણસથી તે આવે છે તેને અફસોસ છે!
8 If your hand or foot makes you stumble, cut it off, throw it away. Better to enter life crippled or lame than keep both hands or both feet and be thrown into the eternal fire." તેથી જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપીને ફેંકી દો. બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં જવા કરતાં અપંગ અથવા ઠુંઠો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
9 If your eye trips you up, tear it out and throw it away. Better to enter life with one eye than to keep both and be thrown into hell's fire. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢીને ફેંકી દો. બંને આંખો સહિત નરકાગ્નિમાં નંખાય તે કરતાં કાણો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
10 "See that you don't look down on one of these little ones. I tell you, their angels in heaven always see my Father's face in heaven." “જુઓ કે તમે આ નાનાંઓમાંના એકની તમે અવગણના ના કરો, કેમકે તેઓના દૂતો સ્વર્ગમાં મારા પિતાનું મુખ સદા જુવે છે.
11 Not in this edition હું મસીહ ખોવાયેલાંને બચાવવાં આવ્યો છું.
12 "What do you think? If a man has one hundred sheep and one wanders off, won't he leave the ninety-nine on the hills and go look for the one that wandered? “જો એક માણસ પાસે સો ઘેંટા હોય અને તેમાંનું એક ભટકી જાય તો એ માણસ શું કરશે? શું તે બાકીનાં નવ્વાણું ઘેંટાંને પહાડ પર ચરતાં મૂકીને શું તે ખોવાયેલાને શોધવાં નહિ જાય?
13 If he finds it, I assure you: he rejoices over it more than over the ninety-nine that never strayed. અને જો તેને તે મળી આવે, તો હું તમને સાચે જ તમને કહું છું, કે પેલા નવ્વાણું ભુલા પડેલા ન હતા તેઓના કરતાં તે એક ઘેટાંને લીધે તેને વધારે આનંદ થાય છે.
14 So it is not your Father in heaven's will that one of these little ones perish.' એ જ પ્રમાણે આ નાનાંઓમાંથી એકનો નાશ થાય એવી મારા સ્વગીઁય પિતાની ઈચ્છા નથી.
15 "If your brother sins against you, go, show him his fault—you and he alone. If he listens, you've won your brother over. “જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે.
16 But if he won't listen, bring one or two more with you, so every matter stands by the mouth of two or three witnesses. પણ જો તેઓ ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈ જા, જેથી દરેક બાબત બે કે ત્રણ સાક્ષીઓથી સ્થાપિત થાય.
17 If he won't listen to them, tell the church. If he won't listen to the church either, treat him like an outsider or a tax collector. જો તેમ છતાં તેઓ સાંભળવાની ના પાડે તો તે મંડળીને જણાવ; અને જો તેઓ મંડળીનું પણ ન સાંભળે તો, તેમની સાથે વિદેશી કે દાણીના જેઓ વ્યવહાર કરો.
18 Truly I tell you, whatever you bind on earth will be bound in heaven, and whatever you loose on earth, loosed in heaven. “હું તમને સાચે જ કહું છું કે પૃથ્વી પર તમે જે કંઇ બાંધશો તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તમે જે કંઇ મુક્ત કરશો તે સ્વર્ગમાં મુક્ત કરાશે.
19 Again, truly I tell you: if two of you on earth agree about anything they ask, my Father in heaven will do it for them. “વળી હું તમને કહું છું કે: તમારાંમાંના બે પૃથ્વી પર કોઈ બાબત વિષે સહમત થઈને તેઓ કંઇ માંગશે, તો તે મારા સ્વર્ગમાંના પિતા તેમના માટે કરશે.
20 For where two or three are gathered together in my name, there I am among them." કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું.”
21 Then Peter came to Jesus: "Lord, how many times must I forgive my brother who sins against me? Up to seven times?" પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, “પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?”
22 Jesus answered, "I tell you, not seven times, but seventy-seven times. ઈસુએ જવાબ આપ્યો, “હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
23 So the kingdom of our Father is like a king who wanted to settle accounts with his servants. “માટે, સ્વર્ગનું રાજ્ય એક રાજા જેવું છે, કે જેણે પોતાના નોકરો પાસેથી હિસાબ લેવા માગ્યો.
24 When he began settling accounts, a man owing a fortune was brought to him. હિસાબ લેતાં એક જણને તેની પાસે લાવવામાં આવ્યો, તેને દસ હજાર તાલંત સોનાનું દેવું હતું,
25 Since he could not pay, his master ordered him and his wife, children, and all he had sold, and the debt repaid." તે દેવું ચૂકવી શકે એમ ન હતો, તેથી માલીકે તેને, તેની સ્ત્રીને, તેનાં બાળકોને તથા તેની પાસે જે કાંઈ હતું તે તમામને વેચીને દેવું ભરપાઈ કરવા આજ્ઞા કરી.
26 So the servant knelt before him, pleading, "Be patient with me, and I will repay everything. “એટલે તે નોકર તેમની આગળ ઘૂટણે પડયો, તેણે વિનંતી કરી મારી સાથે ધીરજ રાખો, ‘હું તમામ પાછું આપીશ.’
27 The master of that servant, his heart moved with compassion, released him and forgave him the debt." ત્યારે નોકરના માલીકને તેના પર દયા આવી, દેવું માફ કરી અને તેને જવા દીધો.
28 "That servant then went out, found a fellow servant who owed him one hundred days' wages, grabbed him, and began choking him: 'Pay back what you owe me!'" “પણ જયારે તે નોકર બહાર ગયો, ત્યારે તેણે સાથી નોકરોમાનાં એકને જોયો, જે તેના ચાંદીનાં સો સિક્કાનો દેવાદાર હતો. ‘તેણે તેને પકડી લીધો ને તેને ગૂંગળાવી નાખવા લાગ્યો, તેણે માંગણી કરી કે મારું જે દેવું છે તે પાછું આપ!’
29 So his fellow servant knelt and pleaded with him, "Be patient with me; I'll repay you. “તેનો સાથી નોકર તેના પગે પડયો કરગરવાં લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો. હું તે વાળી આપીશ.’
30 But he refused, went and threw him into prison until he paid the debt. “પણ તેણે માન્યું નહિ, તેણે જઈને દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તે માણસને જેલમાં નાખ્યો.
31 Seeing what had happened, his fellow servants were deeply grieved, went, and told their master all that had happened." જયારે બીજા નોકરો જે બન્યું તે જોયું, ત્યારે તેઓ દિલગીર થઇ જઈને જે બન્યું હતું તે પોતાના માલીકને કહ્યું.
32 Then the master summoned him. "Wicked servant," he said, "I forgave you all that debt because you begged me. “ત્યારે માલીકે ચાકરને અંદર બોલાવીને તેણે કહ્યું, ‘અરે દુષ્ટ નોકર! તે મને વિનંતી કરી માટે મેં તારું બધું દેવું માફ કયુઁ.
33 Shouldn't you also have shown your fellow servant mercy, as I showed you mercy? જેમ મેં તારા પ્રત્યે દયા દર્શાવી તેમ તારે પણ તારા સાથી નોકર પ્રત્યે દર્શાવવી જોઈતી નહોતી શું?’
34 Furious, his master handed him to the torturers until he repaid the whole debt. માલીકે ગુસ્સે થઇને બધું દેવું ચૂકવે નહિ ત્યાં સુધી, તેણે તેને જેલમાં પીડા આપનારાઓનાં હાથમાં સોંપ્યો.
35 My heavenly Father will do the same to you, unless each forgives his brother from the heart." “એ જ પ્રમાણે તમે તમારાં ભાઈઓ અને બહેનોને ખરાં દિલથી માફ નહિ કરો તો સ્વર્ગમાંના મારા પિતા તમને પણ એમ જ કરશે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]