Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 17 OGCB

Show OGCB only
Verse × ×
1 Six days later, Jesus took Peter, James, and John his brother, and led them up a high mountain alone. છ દિવસ પછી પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને પોતે લઈને ઈસુ તેઓને એક ઊંચા પર્વત પર લઇ ગયા.
2 He was transfigured before them: his face shone like the sun, his clothes turned white as light. ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. તેમનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશ્યો, અને તેમનાં વસ્ત્રો પ્રકાશ જેવાં ઉજળાં થયાં.
3 Suddenly, Moses and Elijah appeared to them, talking with him. એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા તેઓને દેખાયા.
4 Peter said to Jesus, "Lord, it's good we're here. If you want, I'll build three shelters—one for you, one for Moses, and one for Elijah." પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.”
5 While he was still speaking, a bright cloud covered them, and a voice from the cloud said, "This is my beloved Son; I delight in him. Listen to him." જયારે હજુ તો તેઓ બોલતા હતા, એટલામાં એક ચળકતાં વાદળે તેઓના પર છાયા કરી. અને વાદળમાંથી વાણી થઇ, “આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું; તેના પર હું પ્રસન્ન છું. તેમનું સાંભળો.”
6 When the disciples heard it, they fell on their faces and were terrified. જયારે શિષ્યોએ આ સાંભળ્યું, ભયભીત થઈને ઊંધે મોઢે જમીન પર પડયાં.
7 But Jesus came and touched them, "Rise, and do not be afraid." પણ ઈસુએ આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠો! બીશો નહિ.”
8 When they looked up, they saw only Jesus. જયારે તેઓએ ઉપર જોયું, તો કેવળ ઈસુ સિવાય કોઇને જોયા નહિ.
9 Descending the mountain, Jesus ordered them, "Tell no one the vision until the Son of Man is raised from the dead." જયારે તેઓ પર્વત પરથી નીચે ઊતરતાં હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું, “જયાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી તમે જે જોયું તે તમે કોઇને કહેતા ના.”
10 The disciples asked him, "Then why do the scribes say that Elijah must come first?" શિષ્યોએ તેમને પૂછયું, “તો પછી નિયમશાસ્ત્રના પંડિતો કેમ કહે છે કે એલિયાએ પહેલાં આવવું જોઈએ?”
11 He answered, "Elijah does come, and he will restore all things. ઈસુએ જવાબ આપ્યો, “એલિયા આવે છે ખરો, અને બધું વ્યવસ્થિત કરશે.
12 But I tell you, Elijah has already come, and they didn't recognize him, but treated him as they pleased. So too the Son of Man is about to suffer at their hands." પણ હું તમને કહું છું, એલિયા તો આવી ચૂકયો છે, અને તેઓએ તેને ઓળખ્યો નહિ. પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. એ જ પ્રમાણે માણસના દીકરાએ પણ તેઓના હાથે સહન કરવું પડશે.”
13 Then the disciples understood that he was speaking to them about John the Baptist. ત્યારે શિષ્યો સમજ્યાં કે તેઓ યોહાન બાપ્તિસ્ત વિષે તેમને કહેતા હતા.
14 And when they came to the crowd, a man came up to him, kneeling before him, જયારે તેઓ ટોળા પાસે આવ્યા, ત્યારે એક માણસ ઈસુની આગળ આવીને ઘુંટણે પડયો,
15 and saying, "Lord, have mercy on my son, for he has seizures and suffers terribly, often falling into fire, often into water. તેણે કહ્યું “પ્રભુ! મારા દીકરા પર દયા કરો, તેને વાઈનું દરદ છે ને તે ઘણો પીડાય છે. તે વારંવાર અગ્નિમાં, અને પાણીમાં પડે છે.
16 And I brought him to your disciples, and they could not heal him." હું તેને તમારાં શિષ્યો પાસે લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યાં નહિ.”
17 Jesus answered, "Unfaithful, twisted generation! How long must I remain with you, how long put up with you? Bring him here to me." ઈસુએ જવાબ આપ્યો, “ઓ અડીયલ, અને અવિશ્વાસી પેઢી!” ઈસુએ જવાબ આપ્યો, “હું કયાં સુધી તમારી સાથે રહીશ? કયાં સુધી હું તમારું સહીશ, છોકરાંને અહીં મારી પાસે લાવો.”
18 And Jesus rebuked the demon, and it came out of him, and the boy was healed instantly. ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો ને તે છોકરામાંથી બહાર આવ્યો. અને તે ઘડીએ તે સાજો થયો.
19 Then the disciples came to Jesus privately and said, "Why could we not cast it out?" પછી શિષ્યોએ ઈસુની પાસે એકાંતમાં આવીને પૂછયું, “અમે તેને કેમ કાઢી ન શક્યાં?”
20 He said to them, "Because your faith is small. Truly I tell you: with faith like a mustard seed, you will tell this mountain, 'Move from here to there,' and it will move. Nothing will be impossible for you." તેમણે જવાબ આપ્યો, “કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય.
21 Not in this edition પરંતુ પ્રાર્થના અને ઉપવાસ વિના એ જાત નીકળતી નથી.”
22 While gathering in Galilee, Jesus told them, "The Son of Man is about to be handed over to men, જયારે તેઓ ગાલીલમાં એકઠા થયા, ત્યારે તેમણે તેઓને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.
23 they will kill him, and on the third day he will be raised." They were deeply grieved. તેઓ તેને મારી નાંખશે અને ત્રીજા દિવસે તે સજીવન થશે.” અને શિષ્યો શોકથી ભરાય ગયા.
24 Arriving in Capernaum, the temple tax collectors approached Peter and asked, "Doesn't your teacher pay the temple tax?" પછી ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ પહોંચ્યા, મંદિરનો કર વસૂલ કરનારાંઓએ પિતરની પાસે આવીને પૂછયું કે, “શું તમારાં ગુરુ મંદિરનો કર આપતાં નથી?”
25 He said, "Yes." When he entered the house, Jesus spoke first: "What do you think, Simon? From whom do earthly kings collect tolls or taxes—from their own sons, or from others?" પિતરે જવાબ આપ્યો, “હા, તે આપે છે.” જયારે પિતર ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ પહેલાં તેને પૂછયું, “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીનાં રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? તેમના પોતાના છોકરાઓ પાસેથી કે બીજાઓ પાસેથી?”
26 And when Peter said, "From others," Jesus said to him, "Then the sons are free." પિતરે ઉત્તર આપ્યો, “બીજાઓ પાસેથી.” ઈસુએ તેને કહ્યું, “ત્યારે દીકરાઓ તો મુક્ત છે;
27 "But so we don't offend them, go to the sea, cast a hook, and take the first fish that comes up. Open its mouth and you'll find a coin. Take it and give it to them for me and you." તોપણ, આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, તું સરોવર કાંઠે જઈને તારો ગલ નાંખ, પહેલી માછલી પકડાય તે લે, તેનું મોં ઉઘાડ અને તેમાંથી તને એક સિક્કા મળશે. તે લઈને તું તારો અને મારો કર તેઓને ચૂકવી દે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]