Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 16 OGCB

Show OGCB only
Verse × ×
1 The Pharisees and Sadducees came to test him, asking him to show them a sign from heaven. ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુની પાસે આવીને કસોટી કરતા કહ્યું કે તેમને આકાશમાંથી કોઈ નિશાની બતાવો.
2 He replied, "When evening comes, you say, 'The weather will be fair, for the sky is red.' તેમણે જવાબ આપ્યો, “જયારે સાંજે પડે છે ત્યારે તમે કહો છો કેમકે આકાશ રાતુ છે માટે વાતાવરણ સ્વચ્છ રહેશે.
3 "And in the morning, 'Stormy today, for the sky is red and gloomy.' You know how to read the sky's face, but can't read the times' signs. અને સવારમાં, આજે તે તોફાની હશે કેમકે આકાશ રતુમડું અને ઘેરાયેલું છે. આમ આકાશનું રૂપ તમે પારખી જાણો છો, પરંતુ સમયના એ ચિન્હો તમે પારખી શકતા નથી!
4 "An evil, unfaithful generation seeks a sign; no sign will be given except the sign of Jonah." Then he left them and went away. દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની જોવા માંગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજું કંઈ તેને આપવામાં આવશે નહિ.” પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
5 When the disciples crossed to the other side, they had forgotten to bring bread. જયારે તેઓ સરોવરને પાર ગયા ત્યારે શિષ્યો રોટલી લેવાનું ભૂલી ગયા.
6 Jesus said to them, "Watch out and beware of the yeast of the Pharisees and Sadducees." ઈસુએ તેઓને કહ્યું સાવધાન રહો, “ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો.”
7 They discussed this among themselves and said, "It is because we brought no bread." આ વિષે તેઓએ માંહોમાંહે ચચાઁ કરીને કહ્યું, “આ તો આપણે કોઇ રોટલી નથી લાવ્યા માટે.”
8 Aware of this, Jesus said, "Why discuss among yourselves, you of little faith, that you have no bread? ઈસુએ તેઓની ચચાઁ જાણીને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ! તમારી પાસે રોટલી નથી તે માટે માંહોમાંહે કેમ વાત કરો છો?
9 Still, don't you understand? Don't you remember the five loaves for the 5,000, and how many baskets you collected? શું હજી સુધી તમે સમજતા નથી? શું તમને યાદ નથી પાંચ હજાર માટે પાંચ રોટલી, અને તમે કેટલી ટોપલી ભેગી કરી?
10 "Or the seven loaves for the 4,000, and how many baskets you gathered? અથવા સાત રોટલી ચાર હજારને માટે અને તમે કેટલી ટોપલી ભેગી કરી?
11 "Why don't you understand I wasn't talking to you about bread? Watch out for the yeast of the Pharisees and Sadducees." તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી વિષે કહ્યું ન હતું? પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો.”
12 Then they understood that he had not told them to beware of the yeast in bread, but of the Pharisees' and Sadducees' teaching. ત્યારે તેઓ સમજ્યાં કે તેમણે તેઓને રોટલીમાં વપરાયેલા ખમીર વિષે નહિ પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણથી સાવધ રહેવાનું કહ્યું.
13 Arriving in the area of Caesarea Philippi, Jesus asked his disciples, "Who do people say the Son of Man is?" જયારે ઈસુ કૈસરીયા ફિલિપ્પીના પ્રાંતમાં આવ્યા, તેમણે તેમના શિષ્યોને પૂછયું: “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?”
14 They said, "Some say John the Baptist, others Elijah, still others Jeremiah or one of the prophets." તેઓએ જવાબ આપ્યો, “કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; બીજા કહે છે કે એલિયા; ને બીજા કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંના એક.”
15 He said to them, "But who do you say that I am?" પછી તેમણે તેઓને પૂછયું, “પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?”
16 Simon Peter replied, "You are the Christ, the Son of the living Father." સિમોન પિતરે જવાબ આપ્યો, “તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો.”
17 Jesus replied, "Simon son of Jonah, you are blessed—flesh and blood didn't reveal this to you, but my Father in heaven. ઈસુએ જવાબ આપ્યો, “સિમોન યોનાના પુત્ર, તને ધન્ય છે! કેમકે એ તને માંસે તથા લોહીએ જણાવ્યું નથી, પણ સ્વર્ગમાંના મારા પિતાએ.
18 "And I tell you: you are Peter, and on this rock I will build my church; the gates of the grave will not overpower it. અને હું તને કહું છું કે તું પિતર છે. અને આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. અને તેની સામે હાદેસની સત્તાનું જોર ચાલશે નહિ.
19 "I will give you the keys of our Father's kingdom; whatever you bind on earth will have been bound in heaven, and whatever you release on earth will have been released in heaven." હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ; પૃથ્વી પર જે કંઇ તું બાંધશે તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઇ છોડશે તે સ્વર્ગમાં પણ છોડાશે.”
20 Then he strictly ordered the disciples to tell no one that he was the Christ. પછી તેમણે શિષ્યોને આજ્ઞા આપી હું મસીહ છું એ તમે કોઈને કહેશો નહિ.
21 From then on, Jesus began telling his disciples he must go to Jerusalem, suffer much from the elders, chief priests, and scribes, be killed, and be raised on the third day. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરુશાલેમ જવું જોઈએ અને ત્યાં વડીલો, મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોઓના હાથે ઘણું સહન કરવું, માયાઁ જવું, અને ત્રણ દિવસ પછી સજીવન થવું એ જરૂરનું છે.
22 Peter took him aside and rebuked him: "Never, Lord! This will never happen to you." પિતર તેમને બાજુ પર લઈ જઈને તેમને ઠપકો દેવા લાગ્યો, તેણે કહ્યું, “કયારેય નહિ, પ્રભુ! તમને એવું કયારેય ન થાઓ.”
23 But he turned and told Peter, "Get behind me, Satan! You are an obstacle to me, because you're not thinking about what our Father cares about, but what people care about." ઈસુએ ફરીને પિતરને કહ્યું, “શેતાન, મારી પાછળ જા! તું મારા માટે ઠોકરરૂપ છે! તું ઈશ્વરની વાતો પર મન લગાડતો નથી પણ માત્ર માણસની વાતો પર મન લગાડે છે.”
24 Then Jesus told his disciples, "Whoever wants to come after me must deny himself, take up his cross, and follow me. પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “જે મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરીને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
25 "For whoever wants to save his life will lose it, but whoever loses his life for my sake will find it. કેમકે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઈ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.
26 "What good is it if a person gains the whole world but loses his soul? Or what can a person give in exchange for his soul? કોઇ આખું જગત મેળવે તો એ શા કામનું? છતાં પોતાના આત્માની હાનિ પામે? અથવા કોઇ પોતાના આત્માને બદલે શું આપશે?
27 "For the Son of Man is about to come in his Father's glory with his angels, and will then repay each person according to what they have done. કેમકે માણસનો દીકરો તેમના પિતાનાં મહિમામાં તેમના દૂતો સાથે આવશે, ત્યારે તેઓ દરેક વ્યકિતને તેમના કાર્ય પ્રમાણે બદલો આપશે.
28 "Truly I tell you: some standing here will not taste death until they see the Son of Man coming in his kingdom." “હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલાઓમાંથી કેટલાક માણસના દીકરાને તેમના રાજ્યમાં આવતા જોશે ત્યાં સુધી મરણ પામશે નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]