Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 15 OGCB

Show OGCB only
Verse × ×
1 Then Pharisees and scribes came to Jesus from Jerusalem and said, પછી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો યરુશાલેમથી ઈસુની પાસે આવીને પૂછયું,
2 "Why do your disciples break the elders' tradition? They don't wash their hands when they eat." “તમારાં શિષ્યો વડીલોની રીતરિવાજોનો ભંગ કેમ કરે છે? તેઓ જમ્યાં પહેલાં પોતાના હાથ ધોતાં નથી!”
3 He answered, "Why do you also break our Father's commandment for your tradition? ઈસુએ જવાબ આપ્યો, “પણ તમારી રીતરિવાજોને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કેમ કરો છો?
4 For our Father said, 'Honor your father and your mother,' and, 'Whoever curses father or mother must surely be put to death.' કેમકે ઈશ્વરે કહ્યું છે કે ‘તારાં માતાપિતાને સન્માન કર’ અને જે કોઈ પોતાનાં માતાપિતાને શાપ દે, તે માર્યો જાય.
5 But you say, 'Whoever tells his father or mother, "Whatever you gained from me is a gift devoted to our Father," પરંતુ જો કોઈ પોતાના માતાપિતાને કહે, ‘મારાંથી તમને જે કાંઈ મદદ કરાય તે બધું મેં ઈશ્વરને અર્પી દીધું છે.’
6 he need not honor his father with it.' You've canceled our Father's word for your tradition's sake. તેનાથી તેઓ પોતાના માતાપિતાને સન્માન ન આપે, એમ તમે તમારા રીતરિવાજોથી ઈશ્વરના વચનને રદ કરો છો.
7 You hypocrites! Isaiah prophesied rightly about you when he said: ઓ ઢોંગીઓ! યશાયાએ તમારાં વિષે સાચું જ કહ્યું છે:
8 'This people honors me with their lips, but their heart is far from me; “ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાંથી દૂર છે.
9 they worship me in vain, teaching the commandments of men as doctrine.'" તેઓ મારી વ્યથઁ ભકિત કરે છે. તેઓનું શિક્ષણ માત્ર માણસના નિયમ પૂરતું છે.’ ”
10 Then he called the crowd to him and said, "Listen and understand: ઈસુએ ટોળાને તેમની પાસે બોલાવીને કહ્યું, “સાંભળો અને સમજો:
11 Not what enters the mouth makes a person unclean, but what comes out of the mouth makes a person unclean." કોઇનાં મોંમા જે જાય છે તે તેમને અશુધ્ધ કરતું નથી, પણ તેમના મુખમાંથી જે નીકળે છે તે જ તેમને અશુધ્ધ બનાવે છે.”
12 Then the disciples came to him and said, "Do you know the Pharisees were offended hearing this saying?" ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ વાત સાંભળીને ફરોશીઓ ઠોકર ખાધી, એ શું તમે જાણો છો?”
13 He replied, "Every plant my heavenly Father didn't plant will be uprooted. તેમણે જવાબ આપ્યો, “મારા સ્વગીઁય પિતાએ જે છોડ રોપ્યાં નહિ હોય, એવા દરેકને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવશે.
14 Leave them; they are blind guides. If a blind man guides a blind man, both fall into a pit." તેઓને રહેવા દો. તેઓ અંધને દોરનાર છે અને જો અંધ, અંધને દોરે તો બન્ને ખાડામાં પડશે.”
15 Peter said to him, "Explain this parable to us." પિતરે કહ્યું, “આ દ્રષ્ટાંત અમને સમજાવો.”
16 "Are you still as dull as the others?" Jesus said. ઈસુએ તેમને કહ્યું, “શું હજુયે તમે અણસમજુ છો?
17 "Don't you understand that whatever enters the mouth passes into the stomach and is then expelled? શું તમને ખબર નથી કે જે કંઈ મોંમા જાય છે તે પેટમાં અને પછી તે શરીરની બહાર નીકળી જાય છે!
18 But what comes out of the mouth comes from the heart, and that makes a person unclean. પરંતુ જે બાબતો વ્યકિતના મોંમાથી બહાર આવે છે તે તેના હૃદયમાંથી નીકળે છે, અને આ તેમને અશુધ્ધ કરે છે.
19 For the heart produces evil thoughts: murder, adultery, sexual sin, theft, false testimony, slander. ખરાબ વિચારો, ખૂન, વ્યભિચાર, લંપટપણું, ચોરી, જૂઠી સાક્ષી અને નિંદા હૃદયમાંથી બહાર નીકળે છે.
20 These make a person unclean, but eating with unwashed hands does not make anyone unclean." વ્યક્તિને જે અશુધ્ધ કરે છે તે એ જ છે, પણ હાથ ધોયાં વિના જમવાંથી તેઓને વટાળતું નથી.”
21 Leaving that place, Jesus withdrew to the region of Tyre and Sidon. એ વિસ્તારમાંથી નીકળીને ઈસુ તૂર અને સિદોન પ્રદેશમાં ગયા.
22 A Canaanite woman from that region came, crying out, "Have mercy on me, Lord, Son of David! My daughter is severely tormented by a demon." એક કનાની સ્ત્રીએ તેમની પાસે આવીને બૂમ પાડી, “ઓ પ્રભુ! દાવિદનાં દીકરા! મારા પર દયા કરો, મારી દીકરીને અશુધ્ધ આત્મા વળગેલો છે અને તે સખત પીડાય છે.”
23 He answered her nothing. His disciples came and urged him, "Send her away—she keeps shouting after us." ઈસુએ તેને કશો જ જવાબ આપ્યો નહિ. તેથી તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, “તેને વિદાય કરો, કારણ કે તે આપણી પાછળ બૂમો પાડયા કરે છે.”
24 He answered, "I was sent only to the lost sheep of the house of Israel." તેમણે જવાબ આપ્યો કે, “ફકત ઇઝરાયેલનાં ખોવાયેલાં ઘેટાં પાસે મને મોકલવામાં આવ્યો છે.”
25 But she came and knelt before him, saying, "Lord, help me!" તે સ્ત્રીએ આવીને ઈસુને પગે પડીને કહ્યું. “પ્રભુ! મને મદદ કરો!”
26 He replied, "It is not right to take the children's bread and throw it to the dogs." તેમણે જવાબ આપ્યો, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાંખવી એ યોગ્ય નથી!”
27 "Yes, Lord," she said, "yet even the dogs eat the crumbs that fall from their masters' table." તેણે કહ્યું, “હા, પ્રભુ, એ તો છે કૂતરાં પણ પોતાના માલીકના ટેબલ પરથી જે ટુકડા પડે છે તે ખાય છે.”
28 Jesus replied, "Woman, your faith is great. Let it happen as you wish." And her daughter was healed from that hour. ત્યારે ઈસુએ તેને કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ મોટો છે! તારી માંગણી પૂરી કરવામાં આવે છે.” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
29 Leaving there, Jesus went along the Sea of Galilee, went up the mountain, and sat down there. ઈસુ ત્યાંથી નિકળીને ગાલીલના સરોવર પાસે આવ્યા. પછી ત્યાં એક પહાડ પર જઈને બેઠાં.
30 Large crowds came to him with the lame, blind, crippled, mute, and many others, laying them at his feet, and he healed them. વિશાળ સમુદાયે લંગડા, અંધ, અપંગ, મૂંગા અને બીજા ઘણાં માંદાઓને તેમની પાસે લાવ્યાંને તેમના પગ પાસે મુકયાં, અને તેમણે તેઓને સાજા કર્યા.
31 So the crowd was amazed, seeing the mute speak, the crippled healed, the lame walk, and the blind see; they gave glory to the Father of Israel. લોકો અચરત પામ્યા, જયારે તેમણે જોયું કે મૂંગાં બોલે છે, અપંગ સાજાં થયાં છે, લંગડા ચાલે છે, અને અંધજનો દેખતાં થયાં છે અને તેઓએ ઇઝરાયેલનાં ઈશ્વરની સ્તુતિ કરી.
32 Jesus called his disciples to him and said, "I feel for this crowd—they've already been with me three days with nothing to eat. I don't want to send them away hungry; they might collapse on the road." ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે; તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યાં મોકલવા માંગતો નથી, રખેને તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય.”
33 The disciples asked, "Where in this remote place could we find enough bread to feed such a crowd?" તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “તો આવાં ઉજજડ પ્રદેશમાં આટલા ટોળાને બસ થાય એટલી રોટલી ક્યાંંથી લાવીએ?”
34 "How many loaves do you have?" Jesus asked. "Seven," they said, "and a few small fish." ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ જવાબ આપ્યો, “સાત, અને થોડી નાની માછલી.”
35 So he told the crowd to sit down on the ground. તેમણે ટોળાને જમીન પર બેસી જવા કહ્યું.
36 And he took the seven loaves and fish, gave thanks, broke them, gave them to the disciples, and they gave them to the crowds. પછી તેમણે સાત રોટલી અને માછલી લઈને ઈશ્વરનો આભાર માન્યો, પછી તેમણે ભાંગીને શિષ્યોને આપી, અને તેઓએ લોકોને પીરસી.
37 They all ate and were satisfied, and they gathered up seven baskets full of the leftover pieces. અને તેઓ બધા ખાયને ધરાયા. પછી શિષ્યોએ વધેલાં ટુકડાની સાત ભરેલી ટોપલીઓ ઉઠાવી.
38 Those who ate were 4,000 men, besides women and children. જેઓએ ખાધું તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હતા.
39 After sending the crowds away, he boarded the boat and went to the region of Magadan. અને ઈસુએ ટોળાને વિદાય કર્યા પછી, તેઓ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં ગયા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]