Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 14 OGCB

Show OGCB only
Verse × ×
1 At that time Herod the tetrarch heard the reports about Jesus. તે સમયે હેરોદ રાજાએ ઈસુ સંબંધી સાંભળ્યું,
2 He told his attendants, "This is John the Baptist, raised from the dead—that's why these powers are at work in him." અને તેણે તેના સેવકોને કહ્યું, “આ તો યોહાન બાપ્તિસ્ત છે; તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહ્યાં છે.”
3 For Herod had arrested John, chained him, and locked him in prison over Herodias, his brother Philip's wife, હવે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે યોહાનની ધરપકડ કરી અને તેને બાંધીને જેલમાં પૂર્યો હતો.
4 because John had been telling him, "It is not lawful for you to have her." કેમકે યોહાન તેને કહ્યાં કરતો હતો કે, “તેને રાખવી તારા માટે યોગ્ય નથી.”
5 Herod wanted to kill him but feared the crowd, since they held John as a prophet. હેરોદ યોહાનને મારી નાંખવા માંગતો હતો પણ લોકોથી તે બીતો હતો, કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા.
6 But when Herod's birthday came, the daughter of Herodias danced before them and pleased Herod, હેરોદની વર્ષગાંઠે હેરોદિયાસની દીકરીએ મહેમાનોની માટે નૃત્ય કર્યું. ને હેરોદને પ્રસન્ન કયોઁ,
7 so he promised with an oath to give her whatever she asked. માટે તેણે સમ ખાઇને વચન આપ્યું કે જે કાંઇ તે માગે તે હું તેને આપીશ.
8 Prompted by her mother, she said, "Give me John the Baptist's head here, on a platter." તેની માતાનાં સમજાવ્યાં પ્રમાણે તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું અહીં મને તાસકમાં આપો.”
9 The king was grieved, but because of his oaths and his dinner guests, he gave the order, રાજા દુઃખી થયો, પણ પોતે આપેલા વચનને લીધે તથા આમંત્રિત મહેમાનોને લીધે તેની માંગણી પ્રમાણે આપવાનો હુકમ કર્યો.
10 and he sent and had John beheaded in the prison. અને જેલમાં યોહાનનું માથું કાપી નાંખવામાં આવ્યું,
11 His head was brought on a platter, given to the girl, who brought it to her mother. અને તેનું માથું તાસકમાં મૂકીને છોકરીને આપવામાં આવ્યું અને તે પોતાની માં પાસે લઇ ગઇ.
12 Then John's disciples came, took the body, and buried it; and they went and told Jesus. યોહાનનાં શિષ્યો આવ્યા, અને તેના મૃતદેહને લઈ જઈને દફનાવ્યો. પછી તેઓ ગયા અને ઈસુને કહ્યું.
13 Hearing this, Jesus withdrew by boat to a remote place alone. But the crowds heard and followed him on foot from the towns. જયારે ઈસુએ જે બન્યું હતું તે સાંભળ્યું, તેઓ હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંતમાં ગયા, આ વિષે સાંભળીને ટોળું નગરમાંથી પગ રસ્તે તેમની પાછળ ગયા.
14 When he went ashore, he saw a big crowd, felt compassion for them, and healed their sick. જયારે ઈસુ ઉતયાઁ અને મોટું ટોળું જોયું, ત્યારે તેમને તેઓના પ્રત્યે કરુણા ઊપજી અને તેઓમાંના રોગીઓને સાજા કર્યા.
15 When evening came, the disciples said to him, "This is an isolated place, and the hour is already late. Send the crowds away to go into the villages and buy themselves food." સાંજ પડી, ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજજડ છે, અને હવે ઘણું મોડું થઇ ગયું છે. ટોળાને વિદાય કરો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે.”
16 But Jesus told them, "They don't need to leave. You feed them." ઈસુએ જવાબ આપ્યો, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો!”
17 They said to him, "We have nothing here but five loaves and two fish." તેઓએ જવાબ આપ્યો કે, અહીં અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.
18 He said, "Bring them here to me." તેમણે કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.”
19 He told the crowds to sit on the grass. Taking the five loaves and two fish, he looked up to heaven, gave thanks, broke the loaves, and gave them to the disciples, who gave them to the crowds. અને તેણે લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો, અને રોટલી ભાંગી. પછી તેમણે તે શિષ્યોને આપીને શિષ્યોએ લોકોને આપી.
20 They all ate and were satisfied, and they picked up twelve baskets full of the leftover pieces. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.
21 Those who ate were about 5,000 men, besides women and children. સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જેઓ જમ્યાં તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા.
22 Immediately he made the disciples board the boat and go ahead of him to the other side, while he sent the crowds away. ટોળાને વિદાય કયાઁ પછી તરત જ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને સામે કિનારે તેમની આગળ મોકલ્યા,
23 After sending the crowds away, he went up the mountain privately to pray. When evening came, he was there alone. તેઓને વિદાય કયાઁ પછી, તેઓ પોતે પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયા. તે મોડી રાત્રે તેઓ ત્યાં એકલા હતા.
24 The boat was already far from land, battered by waves, the wind against them. અને હોડી પહેલેથીજ જમીનથી ઘણી દૂર હતી, પવન સામો હોવાને કારણે તોફાની મોજાંઓમાં સપડાઈ ગઈ હતી.
25 About three o'clock in the morning he came to them, walking on the sea. સવારના થોડા સમય પહેલાં સરોવર પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા.
26 Seeing him walking on the sea, the disciples were terrified, saying, "A ghost!" and cried out in fear. જયારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતાં જોઈને તેઓ બી ગયાં, તેઓએ કહ્યું “તે કોઈ ભૂત છે!” ને બીકથી તેઓએ બુમ પાડી.
27 But Jesus spoke to them at once: "Take courage! It is I; do not be afraid." પણ ઈસુએ તરત તેઓને કહ્યું, “ગભરાશો નહિ, હિંમત રાખો! એ તો હું છું!”
28 Peter answered him, "Lord, if it is you, command me to come to you on the water." ત્યારે પિતરે તેમને જવાબ આપ્યો, “પ્રભુ! જો એ તમે હો, તો મને કહો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
29 He said, "Come." Peter got out of the boat, walked on water, and went toward Jesus. તેમણે એ કહ્યું, “આવ!” તેથી પિતર હોડીમાંથી ઊતરીને પાણી પર ચાલીને ઈસુની તરફ આવવાં લાગ્યો.
30 But seeing the strong wind, he was afraid, and beginning to sink, he cried out, "Lord, save me!" પણ જયારે તેણે પવન જોયો, ત્યારે તે ડરી ગયો અને ડુબવા લાગ્યો. ને બૂમ પાડી ઊઠયો, “પ્રભુ, મને બચાવો!”
31 Jesus immediately reached out his hand, caught him, and said, "You of little faith, why did you doubt?" તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેમણે કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી! તેં કેમ સંદેહ આણ્યો?”
32 And when they got into the boat, the wind died down. અને જયારે તેઓ હોડીમાં ચઢી ગયા, પવન શાંત થઈ ગયો.
33 Then those in the boat worshiped him, saying, "Truly you are the Son of our Father." અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમની આરાધના કરી, કહ્યું, “સાચે જ તમે ઈશ્વરપુત્ર છો.”
34 When they had crossed over, they came to land at Gennesaret. અને તેઓ પાર ઉતયાઁ ને તેઓ ગન્નેસરેત આવ્યા.
35 When the men of that place recognized him, they sent word through that whole region and brought him all who were sick. અને જયારે તે જગ્યાં ના માણસોએ ઈસુને ઓળખ્યાં, ત્યારે તેઓએ આસપાસના બધા દેશોમાં સમાચાર મોકલ્યાં. લોકો તેમના બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
36 They begged him to let them just touch the fringe of his robe, and all who touched it were healed. અને તેમને વિનંતી કરી કે તેમના ઝભ્ભાની કીનારીને કેવળ સ્પર્શ કરવા દે. અને જેટલાંએ સ્પર્શ કયોઁ તેટલાં સાજા થયાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]