Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 13 OGCB

Show OGCB only
Verse × ×
1 On that day Jesus went out of the house and sat down beside the sea. તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવર કાંઠે બેઠા.
2 Large crowds gathered around him, so he got in a boat and sat, while the whole crowd stood on the shore. ઘણું મોટું ટોળું તેમની આસપાસ ભેગું થયું, માટે તેઓ હોડીમાં જઈને તેમાં બેઠાં જયારે બધા લોકો કિનારે ઊભા રહ્યા.
3 And he told them many things in parables, saying: "Look, a sower went out to sow. પછી તેમણે દ્રષ્ટાંતોમા ઘણી વાતો કહી; કે “એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો,
4 And as he sowed, some seed fell along the path, and the birds came and devoured it. જયારે તે બી વાવતો હતો, કેટલાક પગદંડીની બાજુએ પડયાં, અને પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયાં.
5 Other seed fell on rocky ground with little soil, and sprang up quickly since the soil lacked depth. કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. કેમકે જમીન છિછરી હતી.
6 When the sun rose, the plants were scorched; since they had no root, they withered. પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા.
7 Other seed fell among thorns, and the thorns grew up and choked it. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, જે વધ્યાં અને છોડને દબાવી દીધા.
8 Other seed fell on good soil, producing grain: some a hundredfold, some sixty, some thirty. હજુ બીજા બી સારી જમીન પર પડયાં, જયાં તેને ફળ આવ્યા, તેમાંથી સો ગણાં, સાઠગણાં, અને ત્રીસ ગણાં ફળ ઉત્પન્ન થયાં.
9 Whoever has ears, let them hear." જેને કાન હોય તે સાંભળે.”
10 Then the disciples came to him and asked, "Why do you speak to them in parables?" શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, “તમે લોકો સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?”
11 He said, "You've been given to know the secrets of the kingdom of our Father; they have not. તેમણે જવાબ આપ્યો, “કારણ કે ઈશ્વરના રાજ્યના મમોઁ જાણવાનું જ્ઞાન તમને આપવામાં આવેલ છે, પણ તેઓને નહિ.
12 Whoever has will be given more and have plenty; whoever has none loses even what he has. જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ લઈ લેવામાં આવશે.”
13 This is why I speak to them in parables: they look but don't see; they listen but don't hear or understand. આ માટે તેઓની સાથે હું દ્રષ્ટાંતોમાં બોલુ છું: “જો કે જોતાં, તેઓ જોતાં નથી જો કે સાંભળતા, તેઓ સાંભળતા નથી, અને સમજતા નથી.
14 In them Isaiah's prophecy is fulfilled: 'You will hear and hear, yet never understand; you will see and see, yet never perceive.' તેઓમાં યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઇ છે: “ ‘તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહિ; તમે સર્વદા જોયા કરશો પણ કદી જાણશો નહિ;
15 For this people's heart has grown calloused; they hardly hear with their ears, and they have closed their eyes—otherwise they might see with their eyes, hear with their ears, understand with their heart, and turn, and I would heal them.' કેમકે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે. તેઓ પોતાના કાનથી ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે નહિ તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, પોતાના હૃદયથી સમજે, અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.’
16 But blessed are your eyes, for they see, and your ears, for they hear. પરંતુ ધન્ય છે તમારી આંખોને કેમકે તે જુએ છે અને તમારાં કાનોને કેમકે તે સાંભળે છે.
17 I assure you: many prophets and righteous people longed to see what you see, and didn't; to hear what you hear, and didn't. કેમકે હું તમને સાચે જ કહું છું, તમે જે જોયું તે જોવાની ઘણા પ્રબોધકો અને ન્યાયીઓએ ઈચ્છા રાખી, પણ જોવા પામ્યા નહિ. તમે જે સાંભળ્યું તે સાંભળવા ઈચ્છા રાખી, પણ સાંભળ્યું નહિ.
18 Listen, then, to the parable of the sower. “તો પછી વાવનારના દ્રષ્ટાંતનો અથઁ શું છે તે સાંભળો:
19 Everyone who hears the kingdom's word and doesn't grasp it—the evil one comes and snatches what was sown in his heart. This is the seed sown beside the path. જયારે કોઈ રાજ્ય વિશેનો સંદેશ સાંભળે છે, અને તે સમજતો નથી. પછી શેતાન આવીને, તેના હૃદયમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે. પગદંડી પર પડેલા બી તે એ જ છે
20 Seed sown on rocky ground is the one who hears the word, immediately receiving it with joy, ખડકાળ જમીન પર પડેલા તે બી તેમને દશાઁવે છે કે, જે સાંભળીને તરત જ તેને આનંદથી સ્વીકારી લે છે.
21 but having no root in themselves, they don't last; when trouble or persecution comes because of the word, they quickly fall away. પણ તેનામાં મૂળ નહિ હોવાથી, તેઓ થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે મુશ્કેલીઓ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ તરત પડી જાય છે.
22 The one sown among thorns hears the word, but worry over this age and wealth's deceit choke it, making it unproductive. ઝાંખરા મા પડેલા તે બી તેમને દશાઁવે છે જે વચન સાંભળે છે, પણ આ જીવનની ચિંતાઓ અને દ્રવ્યલોભ વચનને દાબી દે છે ને તે ફળદાયક રહેતું નથી.
23 But the seed sown on good soil hears the word and understands it. It bears fruit—100, sixty, or thirty times what was sown." સારી જમીન પર પડેલા બી તેમને દર્શાવે છે, જે વચન સાંભળે છે, તે એ છે કે જે ઉપજ આપે છે, જે વાવ્યું હતુ તેને સો, સાઠ અને ત્રીસ ગણાં ફળ આપે છે.”
24 He gave them another parable: "The kingdom of our Father is like a man who sowed good seed in his field. ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે: “સ્વર્ગનું રાજ્ય, પોતાના ખેતરમાં સારું બી વાવનાર એક માણસના જેવું છે.
25 But while everyone slept, his enemy came, sowed weeds among the wheat, and left. પણ જયારે બધા ઊંઘતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને તેણે ઘઉંમા કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.
26 When the wheat sprouted and produced grain, then the weeds appeared as well. જયારે ઘઉં ઉગ્યા ને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
27 The owner's servants came saying, 'Master, didn't you sow good seed in your field? Where then did the weeds come from?' “માલિકનાં નોકરોએ તેની પાસે આવીને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું ન હતું? તો કડવા દાણા ક્યાંંથી આવ્યા?’
28 'An enemy did this,' he replied. 'So do you want us to go pull them up?' the servants asked him. “તેણે જવાબ આપ્યો, ‘એ કોઈ દુશ્મને કયુઁ છે.’ “નોકરોએ તેમને પૂછયું, ‘શું તમારી ઇચ્છા છે કે અમે જઈને તેઓને ઉખેડી નાખીએ?’
29 'No,' he said, 'because while you are pulling the weeds, you may uproot the wheat with them. “તેણે જવાબ આપ્યો, ‘ના, કેમકે જયારે કડવા ઉખેડવા જતા, તમે ઘઉંને તેમની સાથે ઉખેડી નાખો.
30 Let both grow together until harvest. At harvest time I'll tell the reapers: Gather the weeds first, bind them in bundles to burn; then gather the wheat into my barn.'" કાપણી સુધી બંનેને સાથે વધવા દો. તે સમયે હું કાપણી કરનારને કહીશ કે, પહેલાં કડવાને એકઠા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, અને ઘઉંને ભેગા કરો અને મારી કોઠારમાં લાવો.’ ”
31 He told them another parable: "The kingdom of our Father is like a mustard seed a man took and planted in his field. તેમણે બીજું દ્રષ્ટાંત કહ્યું: “સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે. જેને એક માણસે લઇને તેનાં ખેતરમાં વાવ્યું
32 Though the smallest of all seeds, when grown it becomes the largest of garden plants, a tree where birds come to nest in its branches." જો કે સઘળાં બી કરતાં તે નાનું છે, પણ જયારે તે વધે છે, ત્યારે તે વધીને બગીચાના છોડો કરતાં તે મોટું વૃક્ષ બને છે. જેથી આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓમાં માળા બાંધે છે.”
33 He gave them another parable: "The kingdom of our Father is like yeast a woman took and mixed into about twenty-five pounds of flour, until it spread through all the dough." તેમણે તેમને બીજું એક દ્રષ્ટાંત કહ્યું: “સ્વર્ગનું રાજ્ય તે ખમીર જેવું છે, એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં ભેળવ્યું, જયાં સુધી તે બધો ખમીરવાળો થયો.”
34 Jesus said all these things to the crowds in parables; he said nothing to them without a parable. ઈસુએ આ બધી વાતો ટોળાને દ્રષ્ટાંતોમાં કહી. તેમણે દ્રષ્ટાંતનો ઉપયોગ કયાઁ વગર તેઓને કંઇ કહ્યું નહિ
35 This fulfilled what was spoken through the prophet: "I will open my mouth in parables; I will utter what's been hidden since the world was founded." કેમકે પ્રબોધકો દ્ગારા જે કહેવામાં આવ્યું હતું તે પુરું થાય: “હું દ્રષ્ટાંતોમાં મારું મુખ ઉઘાડીશ, જે બાબતો જગતની ઉત્પતિથી ગુપ્ત રખાયેલ છે, તે હું કહીશ.”
36 Then he left the crowds and entered the house. His disciples approached him and said, "Explain to us the parable of the weeds in the field." પછી ટોળાને મૂકીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું “ખેતરના કડવા દાણાનું દ્રષ્ટાંત અમને સમજાવો.”
37 He answered, "The one who sowed the good seed is the Son of Man. તેમણે જવાબ આપ્યો, “સારાં બી જેણે વાવ્યાં તે માણસનો દીકરો છે.
38 The field is the world. The good seed is the kingdom's children; the weeds are the evil one's children. ખેતર એ જગત છે, અને સારાં બી એ સ્વર્ગનાં રાજ્યનાં લોકો માટે છે. કડવા દાણા એ શેતાનનાં લોકો છે.
39 The enemy who sowed them is the devil; the harvest is the end of the age; the harvesters are angels. અને કડવા દાણા વાવી જનાર દુશ્મન એ શેતાન છે, કાપણી એ જગતનો અંત છે અને પાક લણનારાં એ દૂતો છે.
40 As the weeds are gathered and burned in fire, so it will be at the end of the age. “જેમ કડવા દાણા ખેંચીને અગ્નિમાં સળગાવી દેવામાં આવે છે, તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે.
41 The Son of Man will send his angels to weed out of his kingdom everything that causes sin and all who do evil. માણસનો દીકરો તેમના દૂતોને મોકલશે અને જેઓ તેમના રાજ્યમાંથી પાપનું કારણ બને છે અને જે બધી દુષ્ટતા કરે છે તે બધાને તેઓ કાઢી નાખશે,
42 They will throw them into the blazing furnace, where there is weeping and grinding of teeth. તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે.
43 Then the righteous will shine like the sun in their Father's kingdom. The one with ears should listen." ત્યારે ન્યાયી પોતાના પિતાનાં રાજ્યમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે.”
44 The kingdom of our Father is like treasure hidden in a field. A man found it, hid it again, then joyfully sold all he had to buy that field. “સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. જયારે એક માણસને તે મળ્યું તેણે તે ફરીથી છુપાવી દીધું, ને તેના હષઁને લીધે તેણે જઈ પોતાનું જે કાંઈ હતું તે બધું વેચી દઈને તે ખેતર ખરીદી લીધું.
45 "Again, the kingdom of our Father is like a merchant searching for fine pearls. “વળી, સ્વર્ગનું રાજ્ય ઉત્તમ મોતીની શોધનાર વેપારીના જેવું છે.
46 Finding one priceless pearl, he went and sold all he had and bought it. જયારે તેને તે અતિમૂલ્યવાન મળી આવ્યું તે ગયો અને પોતાનું જે કાંઈ હતું તે વેચીને તેણે તે ખરીદી લીધું.
47 Again, our Father's kingdom is like a net cast into the lake, gathering fish of every kind. “ફરીવાર સ્વર્ગનું રાજ્ય જાળનાં જેવું છે કે જેને સરોવરમાં નાખી અને દરેક જાતની માછલીઓ પકડાય.
48 When full, the fishermen pulled it ashore, sat down, and collected the good fish in baskets, throwing out the bad. જયારે તે ભરાઈ ગઇ ત્યારે માછીમારો તેને કિનારા પર ખેંચી લાવ્યાં, પછી તેઓએ બેસીને સારી માછલીઓ ટોપલીમાં એકઠી કરી અને નકામી માછલીઓને ફેંકી દીધી.
49 So it will be at the age's end: angels will go out and separate the wicked from among the righteous, જગતના અંત સમયે આ જ પ્રમાણે થશે. દૂતો આવશે ને ન્યાયીઓને દુષ્ટો થી જુદાં પાડશે.
50 and throw them into the blazing furnace, where they will weep and grind their teeth." અને તેઓને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે.
51 "Have you understood all these things?" "Yes," they replied. “શું તમે આ બધું સમજ્યાં?” ઈસુએ કહ્યું. “હા,” તેઓએ જવાબ આપ્યો.
52 He said to them, "Every teacher of the law trained for our Father's kingdom is like a homeowner who brings treasures new and old out of his storeroom." તેમણે તેઓને કહ્યું, “માટે દરેક નિયમશાસ્ત્રના પંડિત જે સ્વગઁના રાજ્યના શિષ્ય બન્યાં છે તે એક ઘરઘણી જેઓ છે જે પોતાના ભંડારમાંથી નવી તથા જુની વસ્તુઓ લાવે છે.”
53 When Jesus had finished these parables, he moved on from there. જયારે ઈસુ દ્રષ્ટાંતો પુરા કર્યા પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
54 Returning to his hometown, he taught in their synagogue, and they were amazed: "Where does this man get this wisdom and these mighty works? તેમના પોતાના વતનમાં આવ્યા તેઓ ત્યાં સભાસ્થાનમાં શિક્ષણ આપવાં લાગ્યા. “અને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેઓએ પૂછયું, આ માણસની પાસે આ જ્ઞાન તથા ચમત્કારીક સામથ્યઁ ક્યાંથી?
55 Isn't this the carpenter's son? Isn't his mother named Mary, and his brothers James, Joseph, Simon, and Judas? શું એ સુથારનો દીકરો નથી. શું તેમની માતાનું નામ મરિયમ નથી અને તેના ભાઈઓ યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા નથી?
56 Aren't all his sisters here with us? Where then did this man get all these things?" તેમની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધુ કયાંથી?”
57 They took offense at him. But Jesus said to them, "A prophet is honored everywhere except in his hometown and in his own household." અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધકને પોતાના ઘર અને પોતાના વતન સિવાય માન વગરનો નથી.”
58 He didn't do many miracles there because of their lack of faith. તેઓના અવિશ્વાસને લીધે તેઓએ ત્યાં ઘણાં ચમત્કાર ન કર્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]