Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 12 OGCB

Show OGCB only
Verse × ×
1 At that time Jesus went through the grainfields on the Sabbath. His disciples were hungry and began to pluck heads of grain and eat them. એ સમયે ઈસુ સાબ્બાથે અનાજના ખેતરોમાં થઈને ગયા. તેના શિષ્યો ભૂખ્યાં થયા હતા અને તેઓ ઘઉંનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા.
2 Seeing this, the Pharisees said to him, "Look—your disciples are doing what's unlawful on the Sabbath." જયારે ફરોશીઓએ આ જોયું ત્યારે તેમણે તેમને કહ્યું, “જુઓ! તમારાં શિષ્યો વિશ્રામવારે જે નિયમની વિરુદ્ધ છે તે કરે છે.”
3 He said to them, "Haven't you read what David did when he and his companions were hungry?" તેમણે જવાબ આપ્યો, “જયારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યાં થયા હતા ત્યારે તેઓએ જે કર્યું હતું તે વિષે શું તમે વાંચ્યું નથી?
4 how he entered the house of our Father and ate the Presence bread, unlawful for him and his companions, reserved only for priests? તે ઈશ્વરના ઘરમાં ગયો અને તેણે અને તેના સાથીઓએ જે અર્પિત રોટલી ખાધી, જે કરવું તે તેઓને માટે નિયમની વિરુદ્ધ હતું, પણ માત્ર યાજકોને માટે જ હતી.
5 "Or haven't you read in the Law that on the Sabbath, priests in the temple break the Sabbath and are guiltless? અથવા શું નિયમશાસ્ત્રમાં એમ નથી વાંચ્યું કે મંદિરમાં ફરજ પરના યાજકો વિશ્રામવારને અપવિત્ર કયાઁ છતાં પણ તેઓ નિદોઁષ છે?
6 I tell you, something greater than the temple is here. હું તમને કહું કે મંદિર કરતાં અહીં એક મોટો છે.
7 If you knew what 'I want mercy, not sacrifice' means, you wouldn't have condemned the blameless. ‘આ વચનનો અર્થ જો તમે સમજતા હોત કે.’ હું દયા ચાહુ છું બલિદાન નહિ, તો તમે નિર્દોષને દોષિત ન ઠરાવત.
8 For the Son of Man is Lord of the Sabbath." કેમકે માણસનો દીકરો વિશ્રમવારનો પણ પ્રભુ છે.”
9 He went on from there and entered their synagogue. તેઓ ત્યાંથી જઈને, તેઓના સભાસ્થાનમાં ગયા.
10 A man with a withered hand was there. They asked him, "Is it lawful to heal on the Sabbath?"—hoping to accuse him. અને ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. ઈસુ પર આરોપ મૂકવા સારું તેઓએ તેમને પૂછયું, “વિશ્રામવારે સાજો કરવો એ શું નિયમશાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે?”
11 He said to them, "Who among you with a sheep, if it falls in a pit on the Sabbath, won't grab and pull it out? તેમણે તેમને કહ્યું, “જો તમારે કોઇને એક ઘેટું હોય અને વિશ્રામવારે સવારે તે ખાડામાં પડી જાય, તો શું તમે તેને પકડીને બહાર નહિ કાઢો?
12 How much more is a person worth than a sheep! So it's lawful to do good on the Sabbath." તો માણસ ઘેટાં કરતાં કેટલો વિશેષ મૂલ્યવાન છે! માટે નિયમ પ્રમાણે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13 Then he told him, "Stretch out your hand." He stretched it out, and it was restored, healthy like the other. પછી તેમણે પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેથી તેણે તે લાંબો કર્યા અને બીજાના જેવો સંપૂર્ણ તે સાજો થયો.
14 But the Pharisees went out and plotted how to destroy him. પણ ફરોશીઓએ બહાર જઈને કેવી રીતે ઈસુને મારી નાખવા તેનું કાવતરુંં કયુંઁ.
15 Jesus, aware of this, withdrew from there. And many followed him, and he healed them all, એ જાણીને, ઈસુ તે જગ્યાએથી નિકળી ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું અને જેઓ માંદા હતા તેઓને તેમણે સાજાં કર્યાં,
16 and he ordered them not to tell anyone about him. તેમણે તેઓને ચેતવ્યા કે તેમના વિષે બીજાઓને ન કહે.
17 This was to fulfill what was spoken by the prophet Isaiah: આ યશાયા પ્રબોધક દ્રારા કહેવામાં આવેલું પુરું થાય:
18 "Look, my servant—Jesus—whom I have chosen, my beloved in whom my soul delights. I will put my Spirit upon him, and he will proclaim justice to the nations. “અહીંયા મારો સેવક છે જેને મે પસંદ કયોઁ છે, જેને હું પ્રેમ કરું છું, તેનામાં હું પ્રસન્ન છું. હું મારો આત્મા તેના પર મૂકીશ અને તે પ્રજાઓને ન્યાય પ્રગટ કરશે.
19 He will not quarrel or shout, nor will anyone hear his voice in the streets. તે ઝઘડો કરશે નહિ અને બૂમ પાડશે નહિ અને તેની વાણી રસ્તાઓમાં કોઇ સાંભળશે નહિ.
20 A bruised reed he will not break, and a smoldering wick he will not quench, until he brings justice to victory; છૂંદેલુ બરુ તે ભાંગી નહિ નાખશે, તે ઘૂંઆતુ શણ તે નહિ હોલવશે. જયાં લગી ન્યાયકરણને તે જયમાં નહિ પોહચાડે;
21 and in his name the nations will put their hope." અને રાજયો તેના નામ પર આશા રાખશે.”
22 Then someone brought him a blind, mute demon-oppressed man, and he healed him so the man could speak and see. પછી તેઓ અશુધ્ધ આત્મા વળગેલા એક માણસ કે જે અંધ અને મૂંગો હતો તેને તેમની પાસે લાવ્યાં, અને ઈસુએ તેને સાજો કયોઁ, એટલે એ દેખતો અને બોલતો થઇ શકયો.
23 And all the crowds were amazed and said, "Can this be the Son of David?" બધા લોકો આશ્ચર્ય પામીને બોલ્યા, “શું આ દાવિદનો દીકરો હોય શકે?”
24 But hearing this, the Pharisees said, "This man drives out demons only by Beelzebul, prince of demons." પરંતુ જયારે ફરોશીઓએ આ સાંભળીને તેઓએ કહ્યું, “ભૂતોનો સરદાર બાલઝબૂલની મદદથી તે અશુદ્ધ આત્માને કાઢે છે.”
25 Knowing their thoughts, he said to them, "Every kingdom divided against itself is ruined, and no city or house divided against itself will stand. ઈસુએ તેઓના વિચારો જાણીને તેઓને જવાબ આપ્યો, “કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે. અને દરેક રાજય અથવા ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ.
26 And if Satan casts out Satan, he is divided against himself. How then will his kingdom stand? જો શેતાન શેતાનને કાઢે તો તે પોતામાં જ ફાટફૂટ પાડે તો તેનુ રાજ્ય કેવી રીતે સ્થિર રહી શકે.
27 If I drive out demons by Beelzebul, by whom do your sons drive them out? So they will be your judges. જો હું બાલઝબૂલની મદદથી અશુધ્ધ આત્માઓને કાઢતો હોઉં તો તમારાં પોતાના માણસો કોનાથી તેમને કાઢે છે? માટે તેઓ તમારાં ન્યાયાધીશ થશે.
28 But if I drive out demons by the Spirit of our Father, then the kingdom of our Father has reached you. પરંતુ જો હું ઈશ્વરના આત્મા વડે અશુધ્ધ આત્મા કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવી ગયું છે.
29 Or how can someone enter a strong man's house and carry off his goods, unless he first restrains the strong man? Then he can loot his house. “અથવા ફરીથી, બળવાન માણસના ઘરમાં જઈને બળવાનને બાંધ્યાં સિવાય તેની સંપતિ કેવી રીતે લઇ જઈ શકે? સિવાય કે, કે તે પહેલાં બળવાન માણસને બાંધે, પછી તે તેનુ ઘર લુંટી શકે.
30 Whoever is not with me is against me, and whoever does not gather with me scatters. “જે મારા પક્ષનો નથી, તે મારી વિરુધ્ધનો છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી, વેરી નાખે છે.
31 So I tell you, every sin and blasphemy will be forgiven people, but blasphemy against the Spirit will not be forgiven. અને તેથી હું તમને કહું છું, હરેક પ્રકારનું પાપ અને દુર્ભાષણ માફ કરવામાં આવશે: પણ પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ,
32 Whoever speaks against the Son of Man will be forgiven; whoever speaks against the Holy Spirit won't be forgiven—neither in this age nor the age to come. જો કોઇ માણસના દીકરાની વિરુદ્ધ શબ્દ બોલશે તેને માફ કરાશે, પરંતુ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે તેને તે માફ નહિ કરાશે, આ કાળમાં નહિ કે આવનાર કાળમાં પણ નહિ.
33 Make the tree good and its fruit good, or the tree bad and its fruit bad, for a tree is known by its fruit. “સારું વૃક્ષ બનાવો અને તેનાં ફળ સારા આવશે, અથવા ખરાબ વૃક્ષ બનાવો, તેને ખરાબ ફળ આવશે. કેમકે વૃક્ષ તેના ફળથી ઓળખાય છે.
34 You brood of vipers! How can you speak good things since you're evil? For the mouth speaks the heart's overflow. ઓ સર્પોનાં વંશજો! તમે દુષ્ટ છતાં સારી વાતો કેવી રીતે કહી શકો? કેમકે હૃદયનાં ભરપૂરીપણાંમાંથી મોઁ બોલે છે.
35 A good person produces good from a good treasure; an evil person produces evil from an evil treasure. સારો માણસ તેના સારા ભંડારમાંથી સારી વાતો બહાર કાઢે છે, જયારે દુષ્ટ માણસ પોતાનામાં રહેલા ખરાબ ભંડારમાંથી દુષ્ટ વાતો બહાર કાઢે છે.
36 I tell you, on judgment day people will answer for every careless word they speak, પણ હું તમને કહું છું કે: દરેકે હરેક નકામાં બોલેલા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે.
37 for by your words you will be justified, and by your words you will be condemned." કેમકે તારા શબ્દોથી તું ન્યાયી ઠરાવાશે અને તારા શબ્દોથી તું અન્યાયી ઠરાવાશે.”
38 Then some scribes and Pharisees said, "Teacher, we want a sign from you." પછી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમને કહ્યું, “ગુરુજી, અમને તમારી પાસેથી કોઈ નિશાની જોવી છે.”
39 He answered, "This evil, adulterous generation demands a sign. None will be given it except the sign of the prophet Jonah. તેમણે જવાબ આપ્યો, “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પરંતુ યોના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ અપાશે નહિ.
40 As Jonah was three days and three nights in the great fish's belly, so the Son of Man will be three days and three nights in the earth's heart. જેમ યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીનાં પેટમાં રહ્યો હતો, તેમજ માણસનો દીકરો પણ ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીનાં પેટાળમાં રહીશ.
41 Ninevites will rise at the judgment with this generation and condemn it, for they repented at Jonah's preaching, and something greater than Jonah is here. ન્યાયકાળે નિનવેહના માણસો આ પેઢી વિરુદ્ધ ઊભા થશે અને દોષિત ઠરાવશે; કેમકે તેઓએ યોનાનો ઉપદેશ સાંભળીને પસ્તાવો કયોઁ અને હવે યોના કરતાં કોઇક અહીં મોટો છે.
42 The queen of the South will rise at the judgment with this generation and condemn it, for she came from earth's ends to hear Solomon's wisdom—and look, something greater than Solomon is here. દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે અને તેઓને અપરાધી ઠરાવશે; કારણ કે તે પૃથ્વીનાં છેડાથી તે સોલોમોનનાં જ્ઞાનને સાંભળવા આવી હતી, અને હવે અહીં સોલોમોન કરતાં પણ એક મોટો છે.
43 When an unclean spirit leaves a person, it travels through dry places seeking rest, and finds none. “માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળ્યાં પછી તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ભટકે છે, પણ તેને મળતો નથી.
44 Then it says, 'I will return to my house I left.' Coming, it finds it empty, swept, and put in order. ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ.’ જયારે તે આવે છે, ત્યારે તે ઘર ખાલી, વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.
45 Then it goes and brings along seven other spirits more evil than itself; they enter and settle there, and that person ends up worse off than before. So it will be with this evil generation." પછી તે જઈને પોતાના કરતાં વધારે દુષ્ટ એવા બીજા સાત આત્માઓને લાવે છે, અને તેઓ તેમાં જઈને ત્યાં રહે છે. અને તે માણસની દશા અગાઉના કરતાં વધારે કફોડી બને છે. તેવું જ આ દુષ્ટ પેઢીની સાથે થશે.”
46 While he was still speaking to the crowds, his mother and brothers stood outside, wanting to speak with him. જયારે હજુ ઈસુ ટોળાની સાથે વાત કરતા હતા, ત્યારે તેમનાં માતા અને ભાઈઓ બહાર ઊભા હતા ને તેમની સાથે વાત કરવા રાહ જોતાં હતાં.
47 Someone told him, "Look, your mother and your brothers are standing outside, wanting to speak to you." કોઈએ તેમને કહ્યું, “તમારા માતા અને ભાઈઓ બહાર ઊભા છે ને તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે.”
48 He answered the one who told him, "Who is my mother, and who are my brothers?" તેમણે તેમને જવાબ આપ્યો, “મારી માતા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે?”
49 And stretching out his hand toward his disciples, he said, "Here are my mother and my brothers! પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું, “આ રહ્યાં મારી માતા અને મારા ભાઈઓ.
50 For whoever does the will of my Father in heaven is my brother and sister and mother." જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]