Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 11 OGCB

Show OGCB only
Verse × ×
1 After Jesus finished instructing his twelve disciples, he left there to teach and preach in their towns. ઈસુ પોતાના બાર શિષ્યોને સૂચના આપી રહ્યા પછી, તેઓ ત્યાંથી આગળ ગાલીલના શહેરોમાં શિક્ષણ અને ઉપદેશ આપવાં માટે ગયા.
2 John, hearing in prison of the Christ's works, sent word through his disciples, જયારે યોહાન, કે જે જેલમાં હતો તેણે મસીહનાં કાયોઁ વિષે સાંભળ્યું. તેણે પોતાના શિષ્યોને મોકલ્યા.
3 and asked him, "Are you the one who is to come, or should we look for another?" પૂછવાં માટે, “આવનાર તે તમે જ છો કે, પછી અમે બીજાની રાહ જોઈએ?”
4 Jesus answered them, "Go and report to John what you hear and see: ઈસુએ તેઓને જવાબ આપ્યો, “તમે જે સાંભળો છો અને જુઓ છો તે વિષે યોહાન પાસે જાઓ ને જણાવો:
5 "Blind eyes see, the lame walk, those with leprosy are made clean, the deaf hear, the dead are raised, and good news is preached to the poor. આંધળા દેખતાં થાય છે, લંગડા ચાલતાં થાય છે, રકતપિતના રોગીઓ શુઘ્ઘ થાય છે, બહેરાં સાંભળતા થાય છે, અને મૂએલા સજીવન થાય છે અને દરિદ્રિને સુસમાચાર પ્રગટ કરવામાં આવે છે.
6 And blessed is the one who does not stumble on account of me." જેઓ મારા લીધે ઠોકર ખાતાં નથી તેઓને ધન્ય છે.”
7 As they left, Jesus began telling the crowds about John: "What did you go out into the wilderness to see? A reed shaken by the wind? જયારે યોહાનનાં શિષ્યો પાછા જતા હતા, ઈસુ લોકોને યોહાન વિષે કહેવા લાગ્યા, “અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને?
8 But why go out—to see a man dressed in soft clothes? Look, those who wear soft clothes are in royal palaces. જો ના, તો તમે શું જોવા ગયા? શું સુંદર વસ્ત્રો પહેરેલાં માણસને? ના જેઓ સુંદર વસ્ત્રો પહેરે છે તેઓ રાજમહેલમાં છે,
9 But why did you go out? To see a prophet? Yes, I tell you, far more than a prophet. તો પછી તમે શું જોવા બહાર ગયા? શું પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને.
10 This is the one written about: 'Look, I send my messenger ahead of you, who will prepare your way before you.' આ એ છે કે જેના વિષે લખવામાં આવ્યું છે: “ ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ, જે તમારી આગળ તમારો માગઁ તૈયાર કરશે.’
11 Truly I tell you: among those born of women, none greater than John the Baptist has arisen; yet the least in our Father's kingdom is greater than he. હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી; તોપણ સ્વર્ગના રાજ્યમાં જે નાનો છે તે તેના કરતાં પણ મોટો છે.
12 From John the Baptist's days until now, the kingdom of our Father endures violence, and the violent seize it. યોહાને બાપ્તિસ્તનાં દિવસોથી લઈને અત્યાર સુધી સ્વર્ગનું રાજ્ય હિંસાને સોંપવામાં આવેલું હતું, અને હિંસક લોકો અધિકાર ચલાવે છે.
13 For all the Prophets and the Law prophesied until John, કારણ કે બધા પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી પ્રબોધ કર્યો.
14 and if you are willing to accept it, he is the Elijah who was to come. અને જો તમે માનવા ચાહો તો, એલિયા જે આવનાર છે તે એ જ છે.
15 Whoever has ears, let him hear. જેને સાંભળવાને કાન છે, તે સાંભળે.
16 To what can I compare this generation? It's like children sitting in the marketplaces, calling out to others: “આ પેઢીને હું કોની સાથે સરખાવું? તેઓ બજારમાં બેઠેલા છોકરાં જેવા છે જે બીજાઓને બોલાવે છે:
17 'We played the flute for you, and you did not dance; we sang a funeral song, and you did not mourn.' “ ‘અમે તમારે સારું વાજાં વગાડ્યા, અને તમે નાચ્યાં નહિ, અમે શોકગીતો ગાયાં, પણ તમે રડયાં નહિ.’
18 For John came neither eating nor drinking, and they say, 'He has a demon.' કારણ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે, ‘તેને ભૂત વળગેલું છે.’
19 The Son of Man came eating and drinking, and they say, 'A glutton and drunkard, a friend of tax collectors and sinners!' Yet wisdom is proved right by her deeds." માણસનો દીકરો ખાતો પીતો આવ્યો અને તેઓ કહે છે કે, ‘એ ખાઉધરો અને દારૂ પીનારો છે; અને જકાતદારો અને પાપીઓનો મિત્ર’ પણ જ્ઞાન પોતાના કાયોઁથી સાચું સાબિત થાય છે.”
20 Then he began denouncing the towns where he'd done most of his miracles, because they hadn't repented. પછી ઈસુ તે નગરો પર દોષ મુકવાં લાગ્યા, કે જેમાં તેમના મોટાં ભાગનાં ચમત્કારો કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પસ્તાવો કયોઁ નહિ.
21 "Woe to you, Chorazin! Woe to you, Bethsaida! For if the miracles done in you had been done in Tyre and Sidon, they'd have turned back long ago in mourning clothes and ashes. “ઓ ખોરાજીન! તને અફસોસ, હે બેથસૈદા તને અફસોસ! કારણ કે જે ચમત્કારો મેં તમારામાં કર્યા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો, તેમણે ટાટ તથા રાખમાં બેસીને ક્યાંરનોય પસ્તાવો કર્યા હોત!
22 But I tell you: judgment day will be more bearable for Tyre and Sidon than for you. પણ હું તમને કહું છું કે, ન્યાયના દિવસે તમારા કરતા તૂર અને સિદોનના હાલ સહેલ થશે.
23 And you, Capernaum—will you be lifted to heaven? You'll be brought down to the grave. If the miracles done in you had been done in Sodom, it would still stand today. અને ઓ, કપરનાહૂમ, શું તું આકાશમાં ઉચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું જશે, તારામાં જે અદભુત ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ સુધી હયાત હોત.
24 But I tell you: Sodom's land will fare better on judgment day than you." પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારા કરતા સદોમનાં હાલ સહેલ થશે.”
25 At that time Jesus said, "I praise you, Father, Sovereign of heaven and earth, for hiding this from the wise and discerning, and revealing it to infants. એ સમયે ઈસુએ કહ્યું: “ઓ પિતા, સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કેમકે જ્ઞાનીઓથી અને શીખેલાઓથી તમે એ વાતો ગુપ્ત રાખીને, નાના બાળકોને પ્રગટ કરી છે.
26 Yes, Father, for this pleased you. હા પિતા, તમને એ પ્રમાણે કરવાનું પસંદ પડ્યું.”
27 Everything was entrusted to me by my Father. Only the Father knows the Son, only the Son knows the Father, and anyone the Son chooses to reveal the Father to. “મારા પિતાએ સર્વસ્વ મને સોંપ્યું છે. પિતા સિવાય પુત્રને કોઈ ઓળખતું નથી, અને પિતાને પુત્ર સિવાય કોઈ ઓળખતું નથી, અને જેને દીકરો પ્રગટ કરવા ચાહે છે, તેઓ.”
28 "Come to me, all you who are weary and burdened, and I will give you rest. “ઓ પરિશ્રમ કરનારાંઓ તથા ભારથી દબાયલાઓ, તમે સર્વ મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
29 Put my yoke on you and learn from me, since I'm gentle and humble in heart, and you'll find rest for your souls. મારી ઝૂંસરી પોતા પર લો અને મારી પાસેથી શીખો કેમકે હું મનમાં દીન અને નમ્ર છું અને તમે તમારાં જીવ માટે શાંતિ પામશો.
30 For my yoke is easy, and my burden is light." મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજ હલકો છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]