Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 10 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus called his twelve disciples and gave them authority over unclean spirits, to drive them out and heal every disease and every sickness. ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યાં અને અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા દરેક બીમારી અને રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
2 The twelve apostles' names: first, Simon called Peter, and Andrew his brother; James son of Zebedee, and John his brother; બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: સિમોન (જે પિતર પણ કહેવાય છે), અને તેનો ભાઈ આન્દ્રિયા, ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન,
3 Philip and Bartholomew; Thomas and Matthew the tax collector; James son of Alphaeus and Thaddaeus; ફિલિપ, અને બર્થોલ્મી, થોમાસ, અને કર ઉઘરાવનાર માથ્થી, અલ્ફીનો દીકરો યાકોબ, અને થદીયુસ,
4 Simon the Zealot and Judas Iscariot, who also betrayed him. સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત, જેણે તેમને પરસ્વાઘીન કરાયા.
5 Jesus sent these twelve, instructing them: "Do not go to Gentile regions or enter a Samaritan town. ઈસુએ આ બારેને બહાર મોકલીને આ પ્રમાણે સૂચના આપી: “વિદેશીઓની મઘ્યે ન જાવ અથવા સમરૂનીઓના કોઈ શહેરમાં જશો નહિ.
6 Go rather to the lost sheep of the house of Israel. પણ તેનાં કરતા ઇઝરાયેલીનાં ખોવાયેલાં ઘેટાં પાસે જાઓ.
7 As you go, proclaim this message: 'The kingdom of our Father has come near.' જઈને આ સંદેશ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે.’
8 Heal the sick, raise the dead, cleanse those with leprosy, drive out demons. Freely you received; freely give. માંદાને સાજા કરો, મરેલાંને સજીવન કરો, જેને રકતપિત છે તેને શુધ્ધ કરો, અશુદ્ધ આત્માઓને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો.
9 Do not take any gold or silver or copper in your belts. “તમારી સાથે સોના, કે ચાંદી કે તાંબાનું કોઈ નાણું તમારા કમરબંઘમાં રાખશો નહિ.
10 No travel bag, no second shirt, no sandals, no staff—the worker deserves his food. મુસાફરી માટે થેલી, કે વધારાનાં શટઁ કે, ચંપલ કે લાકડી પણ લેશો નહિ કારણ કે કામ કરનારને તેનું વેતન મળશે જ.
11 Whatever town or village you enter, find out who is worthy there, and stay there until you leave. જે કોઈ શહેર કે ગામમાં તમે જાઓ, ત્યાં યોગ્ય માણસની તપાસ કરો અને ત્યાંથી જવાનું ન થાય ત્યાં સુધી તેના ઘરમાં જ રહો.
12 As you enter the home, greet it. જેવા તમે ઘરમાં પ્રવેશો, તમારી સલામ પાઠવો.
13 If the home is worthy, let your peace rest on it; if not, let it return to you. જો એ ઘર લાયક હશે તો તમારી શાંતિ તેમની પર રહેશે જો તે ન હોય તો તમારી શાંતી તમારી પાસે પાછી આવશે.
14 If anyone won't welcome you or hear your words, shake the dust off your feet as you leave that house or town. જો કોઈ તમારો આવકાર ન કરે કે તમારા શબ્દો ન સાંભળે, એ ઘર કે શહેર ટાળી મુકો અને તમારા પગની ઘૂળ ખંખેરી નાંખો.
15 Truly I tell you: Sodom and Gomorrah will fare better on judgment day than that town. હું તમને સાચે જ કહું છું કે, ન્યાયના દિવસે તે શહેર કરતા સદોમ અને ગમોરાના હાલ સહેલ થશે.
16 Look, I send you out as sheep among wolves; so be as shrewd as serpents, as innocent as doves. “વરુઓમાં હું તમને ઘેટાં જેવાં બહાર મોકલું છું. જેથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો.
17 Beware of people; they will hand you over to councils and whip you in their synagogues. સાવધ રહો, કારણ કે તેઓ તમને ન્યાયસભાનાં હાથમાં સોંપશે અને સભાસ્થાનોમાં તમને કોરડા મારવામાં આવશે.
18 For my sake you'll be brought before governors and kings, as testimony to them and the Gentiles. મારી ખાતર રાજ્યકતાઁઓની અને રાજાઓની આગળ તેઓને તથા વિદેશીઓની આગળ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે.
19 But when they hand you over, don't worry about what to say or how—for what to say will be given you at that time, પણ જયારે તેઓ તમને પકડે, ત્યારે શું બોલવું ને કેવી રીતે બોલવું એની ચિંતા કરશો નહિ, શું બોલવું તે સમયે તમને આપવામાં આવશે,
20 for it will not be you speaking, but the Spirit of your Father speaking through you. કેમકે બોલનાર તમે નહિ, પણ તમારાં પિતાનો આત્મા તમારી મારફતે બોલશે.
21 Brother will betray brother to death, father his child; children will rise against their parents and have them killed. “ભાઈ ભાઈને મરણને માટે પકડાવશે, અને પિતા પોતાના સંતાનને; બાળકો પોતાનાં માતાપિતાની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
22 Everyone will hate you because of my name, but whoever holds out to the end will be saved. મારે લીધે બધા તમારો ધિક્કાર કરશે, પરંતુ જે અંત સુધી ટકી રહેશે તે જ તારણ પામશે.
23 When persecuted in one town, flee to the next. I tell you truly: you won't finish Israel's towns before the Son of Man comes. જયારે એક જગ્યાએ તમને સતાવવામાં આવે ત્યારે બીજે નાસી જાઓ, હું તમને સાચે જ કહું છું કે માણસનો દીકરો આવે તે પહેલાં તમે ઇઝરાયેલના તમામ નગરોમાં ફરી વળશો નહિ.
24 The student is not above the teacher, nor the servant above his master. “શિષ્ય તેના ગુરુથી મોટો નથી, કે નોકર તેના શેઠ કરતાં ચડિયાતો નથી.
25 It's enough for the student to become like the teacher, and the servant like the master. If they call the head of the house Beelzebul, how much more his household! શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર તેના શેઠ જેવો હોય તે જ પુરતું છે. જો ઘરનાં માલીકને ‘બાલઝબૂલ’ કહ્યો છે તો ઘરના લોકોને કેટલું વધારે કહેશે?
26 So do not be afraid of them. There is nothing concealed that will not be disclosed, or hidden that will not be made known. “માટે તેઓથી ડરશો નહિ, માટે એવું કંઈ છુપાયલું નથી કે જે જાહેર કરવામાં ન આવે અથવા એવું કઈ ગુપ્ત નથી જે જાણવામાં ન આવે.
27 What I tell you in the dark, say in daylight; what's whispered in your ear, proclaim from rooftops. હું તમને અંધકારમાં જે કહું છું તે અજવાળામાં કહો, તમારા કાને જે સાંભળો છો, તેને છાપરાં પરથી પોકારાશે.
28 Don't fear those who kill the body but not the soul; instead fear the One able to destroy both soul and body in hell. જેઓ શરીરનો નાશ કરી શકે છે પણ આત્માને કાંઈ કરી શકતા નથી, તેઓથી ડરો નહિ. એના કરતા તમારાં આત્મા અને દેહ બંનેનો નરકમાં જે નાશ કરી શકે છે તેનાથી બીહો.
29 Aren't two sparrows sold for a penny? Yet not one falls to the ground without your Father. શું બે ચકલીઓ એક પૈસામાં વેચાતી? તેમ છતાં તેઓ તમારાં પિતાની જાણ બહાર તેમાંની એક પણ જમીન પર પડતી નથી.
30 And even the very hairs of your head are all numbered. અને તમારાંં માથાનાં બધા વાળ પણ ગણેલાં છે.
31 So do not be afraid; you are worth more than many sparrows. તેથી ગભરાશો નહિ; ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.
32 Therefore, whoever acknowledges me before others, I will also acknowledge before my Father in heaven. “જે કોઈ બીજાની આગળ મને કબૂલ કરશે, હું પણ સ્વર્ગમાંના મારા પિતાની સમક્ષ કબૂલ કરીશ.
33 But whoever denies me before others, I'll deny before my Father in heaven. પરંતુ જો કોઈ બીજાની આગળ મારો નકાર કરશે, હું પણ સ્વર્ગમાંના મારા પિતાની સમક્ષ નકાર કરીશ.
34 Do not think I came to bring peace on earth; I came not to bring peace but a sword. “એવું ધારશો નહિ, કે હું પૃથ્વી પર શાંતિ લાવવાં આવ્યો છું, શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાં આવ્યો છું.
35 For I came to pit a man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law, હું એ માટે આવ્યો છું કે “ ‘માણસ તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માતાની વિરુદ્ધ અને વહુને તેની સાસુને વિરુદ્ધ.
36 a man's enemies will be the members of his own household. માણસનાં દુશ્મનો તેના પોતાના ઘરમાંનાં જ બનશે.’
37 Whoever loves father or mother above me is unworthy of me; whoever loves son or daughter above me is unworthy of me. “જે કોઈ મારા કરતાં જે તેમના પિતા અને માતા પર વધું પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી, અથવા જે કોઈ મારા કરતાં તેમનાં દીકરા કે દીકરી પર વધારે પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.
38 Whoever does not take up his cross and follow me is not worthy of me. જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તો તે મારે યોગ્ય નથી.
39 Whoever finds his life loses it, and whoever loses his life for my sake finds it. જે કોઈ પોતાનો જીવ બચાવશે તો તે તેને ગુમાવશે, અને જે કોઈ મારે લીધે જે કોઈ તેમનો જીવ ગુમાવશે, તો તે તેને બચાવશે.
40 Whoever welcomes you welcomes me, and whoever welcomes me welcomes the One who sent me. “જેઓ, તમારો આવકાર કરે છે, તેઓ મારો પણ આવકાર કરે છે, અને જે મારો આવકાર કરે છે, તે મને મોકલનારનો આવકાર કરે છે.
41 Whoever welcomes a prophet as a prophet gets a prophet's reward, and whoever welcomes a righteous person as a righteous person gets a righteous person's reward. જે કોઈ પ્રબોધકને નામે પ્રબોધક તરીકે નો આવકાર કરે છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ ન્યાયી વ્યક્તિને ન્યાયી તરીકે આવકારે છે તેને ન્યાયી વ્યક્તિનો બદલો મળશે.
42 And whoever gives just a cup of cold water to one of these little ones because he is my disciple, truly I tell you, will never lose his reward." અને જો કોઈ મારા શિષ્ય એવા આ નાનાંઓમાંના એકને ઠંડા પાણીનો પ્યાલો પણ આપે તો હું તમને સાચે જ કહું છું કે, ખચીત તે વ્યકિત પોતાનો બદલો પામ્યા વિના રહેશે નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]