Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 9 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus stepped into a boat, crossed over, and came to his own town. ઈસુ હોડીમાં બેસીને, પેલે પાર જઈને પોતાના નગરમાં આવ્યા.
2 Some brought him a paralyzed man lying on a mat. Seeing their faith, Jesus told the paralyzed man, "Take heart, son; your sins are forgiven." કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં સૂતેલો તેમની પાસે લાવ્યાં, જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો, ત્યારે તેમણે તે માણસને કહ્યું, “દીકરા, હિંમત રાખ: તારાં પાપ માફ કરવામાં આવ્યા છે.”
3 At this, some of the teachers of the law said to themselves, "This man is blaspheming." ત્યારે કેટલાક નિયમશાસ્ત્રનાં પંડિતોએ પોતાને કહેવા લાગ્યા, “આ માણસ ઈશ્વર નિંદા કરે છે!”
4 Knowing their thoughts, Jesus said, "Why do you harbor evil in your hearts? તેઓના વિચારો જાણીને, ઈસુએ કહ્યું, “તમે આવાં દુષ્ટ વિચારો મનમાં શા માટે કરો છો?
5 Which is easier: to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'? સહેલું શું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે, ‘ઊઠ અને ચાલ?’
6 But so you know the Son of Man has authority on earth to forgive sins"—then he told the paralyzed man, "Get up, take your mat, and go home." પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે.” તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, “ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા.”
7 And the man got up and went home. ત્યારે માણસ ઉઠીને પોતાને ઘેર ગયો.
8 Seeing this, the crowds were awed and praised our Father, who gave people such authority. જયારે ટોળાએ આ જોયું તેઓ ભયભીત થઈ ગયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, કે જેણે માણસને એવો અધિકાર આપ્યો હતો.
9 Moving on from there, Jesus saw a man named Matthew sitting at the tax booth. "Follow me," he said. Matthew got up and followed him. જયારે ઈસુ ત્યાંથી જતા, તેમણે માથ્થી નામે એક માણસને જકાતનાકાએ બેઠેલો જોયો. તેમણે કહ્યું, “મારી પાછળ આવ.” માથ્થી ઊભો થયો અને તેમની પાછળ ગયો.
10 As Jesus ate in Matthew's house, many tax collectors and sinners joined him and his disciples at the table. જયારે ઈસુ માથ્થીના ઘરમાં રાત્રીભોજન કરી રહ્યા હતા, ત્યારે ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ આવીને તેમની તથા તેમના શિષ્યો સાથે જમ્યાં.
11 Seeing this, the Pharisees asked his disciples, "Why does your teacher eat with tax collectors and sinners?" જયારે ફરોશીઓએ આ જોઈને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, “તમારાં ગુરુ કર ઉઘરાવનારાઓ તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?”
12 On hearing this, Jesus said, "It is not the healthy who need a doctor, but the sick. આ સાંભળીને ઈસુએ કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી પણ માંદાને છે.
13 But go and learn what this means: 'I want mercy, not sacrifice.' For I didn't come to call the righteous, but sinners." પણ જઈને શીખો કે તેનો અથઁ શો છે? ‘હું દયા ચાહુ છું બલિદાન નહિ.’ કેમકે હું ન્યાયીઓને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
14 Then John's disciples came, asking him, "Why do we and the Pharisees fast often, but your disciples don't?" ત્યારે યોહાનનાં શિષ્યોએ આવીને તેમને પૂછયું, “અમે અને ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારાં શિષ્યો ઉપવાસ કેમ કરતા નથી?”
15 Jesus replied, "Can the groom's friends mourn while he's with them? But days are coming when the groom is taken from them—then they'll fast. ઈસુએ જવાબ આપ્યો: “વરરાજા સાથે હોય ત્યારે તેના મહેમાનોએ શોક કરવાની શી જરૂર? એવો સમય આવશે કે જયારે વરને તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16 No one sews an unshrunk patch on an old garment; the patch pulls away from it, leaving a worse tear. “જૂના વસ્ત્ર પર નવા વસ્ત્રનું થીંગડું કોઈ માંરતુ નથી, કારણ કે થીંગડાથી વસ્ત્ર ખેંચાઈને વધારે ફાટે છે.
17 People don't pour new wine into old wineskins; otherwise the skins burst, the wine spills, and they're ruined. Instead, new wine goes into new wineskins, so both are kept." નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો તેઓ ભરે તો મશકો ફાટી જાય, દ્રાક્ષારસ ઢોળાઈ જાય અને મશકોનો નાશ થાય; ના, તેઓ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરશે અને બંને સચવાય છે.”
18 While he spoke, a synagogue leader came, knelt before him, and said, "My daughter just died. But come, lay your hand on her, and she will live." જયારે તેઓ આ કહેતાં હતા, ત્યારે સભાસ્થાનના એક અધિકારીએ આવીને તેમને પગે પડીને કહ્યું, “મારી દીકરી હમણાં જ મરણ પામી છે. પણ આવીને તમારો હાથ તેના પર મુકો એટલે તે જીવતી થશે.”
19 Jesus got up and went with him, and so did his disciples. ઈસુ ઊઠીને તેની સાથે ગયા, અને તેમના શિષ્યો પણ ગયાં.
20 Just then a woman bleeding twelve years came up behind and touched his cloak's edge. ત્યાર પછી એક સ્ત્રી જેને બાર વરસથી રકતસ્ત્રાવનો રોગ હતો તેણે પાછળથી આવીને તેમનાં ઝભ્ભાની કીનારીને સ્પર્શ કર્યો;
21 She kept saying to herself, "If I only touch his cloak, I will be healed." તેણે મનમાં કહ્યું, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું, તો હું સાજી થઈશ.”
22 Jesus turned, saw her. "Courage, daughter," he said, "your faith has healed you." The woman was healed at that moment. ઈસુએ ફરીને તેને જોઈને, તેમણે કહ્યું “દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસે તને સાજી કરી છે.” અને તે જ ક્ષણે સ્ત્રી સાજી થઈ ગઈ.
23 When Jesus entered the synagogue leader's house and saw the flute players and the noisy crowd, ઈસુ સભાસ્થાનનાં અધિકારીના ઘરમાં પ્રવેશ્યાં અને ટોળાને કકળાટ કરતાં અને વાંસળી વગાડતા લોકોને જોયા.
24 he said, "Go away. The girl is not dead but asleep." But they laughed at him. તેમણે કહ્યું, “બહાર જાવ, છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.” પણ તેઓએ તેમને હસી કાઢયાં.
25 When the crowd was sent out, he went in, took her hand, and the girl got up. લોકોના ટોળાને બહાર મોકલવામાં આવ્યા પછી, તેઓ અંદર ગયા અને છોકરીને હાથથી પકડી, અને તે ઊઠી.
26 News of this spread through all that region. આ સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા.
27 As Jesus left there, two blind men followed, shouting, "Have mercy on us, Son of David!" ઈસુ ત્યાંથી જતા હતા ત્યારે બે અંધજનો તેમની પાછળ ગયા, બૂમ પાડી, “ઓ દાવિદનાં દીકરા, અમારા પર દયા કરો.”
28 Entering the house, the blind men came to him. He asked, "Do you believe I am able to do this?" "Yes, Lord," they said. જયારે ઈસુ ઘરમાં ગયા, ત્યારે અંધજનો તેમની પાસે આવ્યા અને તેઓએ તેમને પૂછયું. “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે ખરો?” તેઓએ કહ્યું, “હા પ્રભુ”
29 Then he touched their eyes and said, "Let it be done to you according to your faith". પછી તે તેઓની આંખોને સ્પર્શ કરીને બોલ્યાં, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.”
30 Their eyes opened. Jesus warned them sternly, "See that no one knows about this." અને તેઓ દેખતાં થયા, ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, જો જો આ વિષે કોઈ જાણે નહિ.
31 But they went out and spread the news about him all over that region. પરંતુ તેઓએ બહાર જઈને તેમના વિષેના સમાચાર આખા પ્રદેશમાં ફેલાવી દીધા.
32 As they went out, a mute, demon-possessed man was brought to Jesus. ત્યાંથી તેઓ બહાર જતાં, એક માણસ જેનામાં અશુધ્ધ આત્મા હોવાથી તે બોલી શકતો ન હતો તેને ઈસુની પાસે લાવવામાં આવ્યો.
33 Once the demon was driven out, the mute man spoke. The crowds were amazed and said, "Nothing like this has ever appeared in Israel." જયારે અશુધ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે જે મૂંગો માણસ હતો તે બોલ્યો, ટોળાએ અચંબો પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”
34 But the Pharisees said, "He drives out demons by the prince of demons." પરંતુ ફરોશીઓએ કહ્યું, “એ તો ભૂતોના સરદારથી તે અશુધ્ધ આત્માઓને બહાર કાઢે છે.”
35 Jesus traveled every town and village, teaching in their synagogues, announcing the good news of our Father's kingdom, and healing every disease and sickness. ઈસુ તમામ શહેરો અને ગામોમાં ગયા, તેઓના સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, રાજ્ય વિષેનો શુભસંદેશ પ્રગટ કરતા, અને દરેક પ્રકારની બિમારી અને રોગો મટાડતા.
36 Seeing the crowds, he felt compassion for them, because they were troubled and helpless, like sheep without a shepherd. જયારે તેમણે ટોળાને જોયું ને તેમને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વિનાનાં ઘેટાં જેવાં લાચાર અને અસહાય હતા,
37 Then he said to his disciples, "The harvest is plentiful but the workers are few. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ફસલ પુષ્કળ છે, પરંતુ મજૂરો થોડા છે.
38 So ask the Father of the harvest to send out workers into his harvest field." ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારું મજૂરો ખેતરમાં મોકલી આપે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]