Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 8 OGCB

Show OGCB only
Verse × ×
1 When he came down from the mountain, great crowds followed him. જયારે ઈસુ પહાડ પરથી નીચે ઊતર્યા, મોટો સમુદાય તેમની પાછળ ગયો.
2 A man with leprosy approached, knelt before him, saying, "Lord, if you're willing, you can make me clean." રકતપિતવાળો એક માણસ આવ્યો અને તેમની આગળ ઘુંટણે પડીને કહ્યું, “પ્રભુ, તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો.”
3 Jesus reached out his hand and touched him: "I am willing; be clean." His leprosy vanished at once. ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, “હું ચાહું છું, શુધ્ધ થા.” અને તે જ ક્ષણે તે પોતાના રકતપિતથી શુધ્ધ થયો.
4 Jesus told him, "Tell no one, but go show yourself to the priest and offer the gift Moses commanded, as testimony to them." પછી ઈસુએ તેને કહ્યું, “જો જે તું કોઈને ન કહેતો. પણ જા, યાજકને પોતાને દેખાડને તેઓને માટે સાક્ષી તરીકે મોશેએ કરેલી આજ્ઞા પ્રમાણે તે અપઁણ ચઢાવ.”
5 When he entered Capernaum, a centurion came to him, appealing to him, જયારે ઈસુ કપરનાહૂમ આવ્યા, ત્યારે એક સૂબેદારે ઈસુ પાસે આવીને મદદ માંગી.
6 and saying, "Lord, my servant is lying at home paralyzed, suffering terribly." તેણે કહ્યું “પ્રભુ, મારો નોકર ઘરમાં લકવાનાં દર્દથી ઘણો પીડાય છે અને પથારીવશ છે.”
7 He said to him, "I will come and heal him." ઈસુએ તેને કહ્યું, “શું હું આવીને તેને સાજો કરું?”
8 The centurion replied, "Lord, I'm not worthy for you to come under my roof; just say the word, and my servant will be healed. પછી અધિકારીએ જવાબ આપ્યો, “પ્રભુ, તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી, પણ શબ્દ કહો એટલે મારો નોકર સાજો થઈ જશે.
9 For I too am a man under authority, with soldiers under me. I tell one, 'Go,' and he goes; another, 'Come,' and he comes; my servant, 'Do this,' and he does it." કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જાઓ!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવો!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે.”
10 Hearing this, Jesus was amazed and told his followers, "Truly, I tell you, I have found no one in Israel with such faith. ત્યારે ઈસુ તે સાંભળીને નવાઈ પામ્યા, “પાછળ આવતાં લોકોને તેમણે કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી.
11 I tell you, many will come from east and west and sit at the table with Abraham, Isaac, and Jacob in our Father's kingdom, હું તમને કહું છું કે ઘણાં લોકો પૂવઁથી અને પશ્વિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે પવઁમા બેસશે,
12 but the kingdom's sons will be thrown into the outer darkness, where there will be weeping and grinding of teeth." પણ રાજયની પ્રજાને બહાર ફેકી દેવામાં આવશે, અંધકારમાં, જયાં રડવું અને દાંત પીસવું થશે.”
13 Jesus told the centurion, "Go, let it be done for you as you believed." His servant was healed that hour. પછી ઈસુએ અધિકારીને કહ્યું, “જા, જેવો તારો વિશ્વાસ છે તેવું જ તને થાઓ.” અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો.
14 When Jesus entered Peter's house, he saw Peter's mother-in-law lying in bed with a fever. જયારે ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યારે તેમણે પિતરની સાસુને તાવને લીધે પથારીમાં પડેલી જોઈ.
15 He touched her hand; the fever left her, and she rose and served him. તેમણે તેના હાથને સ્પર્શ કર્યો, તેનો તાવ ઊતરી ગયો, તે ઊઠીને તેમની સેવા કરવા લાગી.
16 That evening they brought him many oppressed by demons; he expelled the spirits with a word and healed everyone sick. જયારે સાંજ પડી ઘણા અશુધ્ધ આત્મા વળગેલાઓને તેમની પાસે લાવ્યાં, તેમણે માત્ર શબ્દથી આત્માઓને કાઢયા, અને બધા માંદાઓને પણ સાજા કર્યા.
17 This fulfilled the prophet Isaiah's words: "He took our weaknesses and carried our diseases." યશાયા પ્રબોધક દ્રારા જે કહેવામાં આવ્યું હતુ તે પુરું થાય: “તેણે આપણા મંદવાડ લઈ લીધા અને આપણા રોગ ભોગવ્યાં.”
18 When Jesus saw a crowd around him, he ordered them to cross to the other side. જયારે ઈસુએ લોકોના ટોળા એમની આસપાસ જોયા, ત્યારે તેમણે સરોવરને પેલે પાર જવાની આજ્ઞા કરી.
19 And a scribe came up and said to him, "Teacher, I will follow you wherever you go." ત્યારે નિયમશાસ્ત્રના પંડિતે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, તમે જયાં જશો, ત્યાં હું તમારી પાછળ આવીશ.”
20 Jesus told him, "Foxes have dens and birds of the sky have nests, but the Son of Man has nowhere to lay his head." ઈસુએ જવાબ આપ્યો, “શિયાળવાને બખોલ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી.”
21 Another of the disciples said to him, "Lord, let me first go and bury my father." બીજા શિષ્યએ તેમને કહ્યું, “પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો.”
22 But Jesus said to him, "Follow me, and leave the dead to bury their own dead." પણ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ, અને મૂએલાંઓને તેઓના મૂએલાઓને દફનાવવા દે.”
23 When he got into the boat, his disciples followed him. પછી ઈસુ હોડીમાં ગયા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા.
24 Suddenly a great storm arose on the sea, so waves covered the boat—but he was asleep. એકાએક સરોવરમાં ભયંકર તોફાન આવ્યું, તેથી મોજાઓથી હોડી ઢંકાઈ જવા લાગી; પરંતુ ઈસુ ઊંઘતા હતા.
25 So they woke him: "Lord, save us! We're dying!" શિષ્યો ગયા ને તેમને જગાડયાં, કહ્યું, “હે પ્રભુ! અમને બચાવો, અમે ડૂબીએ છીએ!”
26 He said to them, "Why are you afraid, you of little faith?" Then he stood and rebuked the winds and sea, and a great calm followed. તેમણે જવાબ આપ્યો, “તમે અલ્પવિશ્વાસીઓ!” આટલા બધા તમે કેમ ગભરાઈ ગયા છો? પછી તેમણે ઊભા થઈને પવન અને મોજાંને ધમકાવ્યાં અને સંપૂણઁ શાંતિ થઈ.
27 The men were amazed: "What kind of man is this—even winds and sea obey him?" માણસોએ આશ્ચયઁ પામીને કહ્યું, “આ કેવાં પ્રકારનો માણસ છે? પવન અને મોજાઓ પણ તેનું માને છે!”
28 Crossing to the other side, to the region of the Gadarenes, two demon-possessed men came out of the tombs to meet him, so violent no one could pass that way. જયારે તેઓ સરોવરનાં સામે કિનારે ગદરાનીના પ્રદેશમાં પહોંચ્યા, અશુધ્ધ આત્મા વળગેલાં બે માણસો કબરોમાંથી નિકળતા તેમને મળ્યાં. તેઓ એવા ભયાનક હતા કે તે માગેઁ થઈને કોઈ જઈ શક્તું ન હતું.
29 They shouted, "What do you want with us, Son of God? Have you come here to torment us before the time?" “ઈશ્વરપુત્ર, તમારે અમારી સાથે શું જોઈએ છે? તેઓએ બૂમ પાડી, નિયત સમય પહેલાં અમને પીડા દેવાને તમે અહીં આવ્યા છો શું?”
30 Now a herd of many pigs was feeding at some distance from them. ત્યાંથી થોડે દૂર ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું.
31 And the demons begged him, "If you cast us out, send us into the herd of pigs." અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી, “જો તમે અમને કાઢી મૂકવાનાં જ હો તો અમને ભૂંડોનાં ટોળામાં મોકલો.”
32 He told them, "Go." They came out and entered the pigs, and the whole herd rushed down the cliff into the sea and died in the waters. તેમણે તેઓને કહ્યું, “જાઓ!” એટલે તેઓ બહાર નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને પાણીમાં ડૂબી મર્યુ.
33 The herdsmen fled into the city and reported everything, including what had happened to the demon-possessed men. પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને અશુધ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.
34 The whole city came out to meet Jesus; seeing him, they begged him to leave their region. ત્યારે આખું નગર ઈસુને મળવા માટે બહાર આવ્યું, અને જયારે તેઓએ તેમને જોયા. તેઓએ તેમને વિનંતી કરી અમારી પ્રદેશમાંથી જતા રહો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]