Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 7 OGCB

Show OGCB only
Verse × ×
1 "Do not judge, so that you may not be judged. “કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે.
2 For you'll be judged by the judgment you use, and measured by the measure you give. કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
3 Why look at the speck in your brother's eye but miss the log in your own? “શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી?
4 Or how can you tell your brother, 'Let me remove the speck from your eye,' when a log is in yours? તમે તમારા ભાઈને એમ કેમ કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જયારે તારી પોતાની આંખમાં હંમેશા ભારોટિયો છે?
5 Hypocrite, first remove the log from your own eye; then you'll see clearly to remove the speck from your brother's eye. ઓ ઢોંગી સૌ પ્રથમ તારી આંખમાંનો ભારોટિયો દૂર કર! પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.
6 "Don't give dogs what is holy, or throw your pearls before pigs—they'll trample them underfoot, then turn and tear you apart. “જે પવિત્ર છે, તે કૂતરાઓને ન આપો, ભૂંડોની આગળ તમારા મોતી ન ફેંકો, જો તમે એમ કરો તો તેઓ તેમને પગ તળે કચડશે, ને ફરીને તમને ફાડીને ટુકડા કરશે.
7 "Ask, and you'll receive it; seek, and you'll find; knock, and it'll open for you. “માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે
8 For everyone who asks receives, whoever seeks finds, and whoever knocks, it will be opened. જે કોઈ માગે છે, તેને મળે છે, જે શોધે છે, તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.
9 Or what person among you, if his son asks him for bread, will give him a stone? “તમારામાં એવું કોણ છે, જો તમારો દીકરો રોટલી માગે, તો શું તે તેને પથ્થર આપશે?
10 Or if he asks for a fish, will give him a snake? અથવા જો તે માછલી માગે તો શું તેને બદલે સાપ આપશે?
11 So if you, being evil, know how to give your children good gifts, how much more will your Father in heaven give good things to those who ask him? જો તમે દુષ્ટ હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતાની પાસે જેઓ માગે છે, તેઓને તે કેટલાં સારાં વાનાં આપશે.
12 "So in everything, treat people the way you want them to treat you; for this is the Law and the Prophets. તેથી દરેક બાબતોમાં, બીજાઓ પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા તમે રાખો છો એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. કેમકે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો સારાંશ એ જ છે.
13 "Enter through the narrow gate, for the gate is wide, the road broad, leading to destruction, and many enter through it. “સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરો, કેમકે જે નાશમાં પહોંચાડે છે તે રસ્તો પહોળો છે, અને તેનો દરવાજો ચોડો છે, અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે.
14 But the gate is narrow, the road narrow, that leads to life; few find it. પણ જે દરવાજો નાનો અને રસ્તો સાંકડો છે તે જીવનમાં પોહચાડે છે, અને થોડાકને જ તે મળે છે.
15 "Beware false prophets: they come to you in sheep's clothing but are ravenous wolves inside. “જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો, તેઓ ઘેટાંના વેશમાં આવે છે, પણ અંદરથી તેઓ વિકરાળ વરુઓ છે.
16 By their fruit you will recognize them. Are grapes gathered from thornbushes, or figs from thistles? તમે તેઓને તેઓના ફળ પરથી ઓળખશો. શું લોકો કાંટાના ઝાળાંમાંથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર તોડશે?
17 In the same way, every good tree bears good fruit, but the bad tree bears bad fruit. તે જ પ્રમાંણે દરેક સારું વૃક્ષ સારા ફળ આપે છે. પણ ખરાબ વૃક્ષ ખરાબ ફળ આપે છે.
18 A good tree cannot bear bad fruit, nor can a bad tree bear good fruit. સારું વૃક્ષ ખરાબ ફળ આપી શકતું નથી, અને ખરાબ વૃક્ષ સારાં ફળ આપી શકતું નથી.
19 Every tree that does not bear good fruit is cut down and thrown into the fire. દરેક વૃક્ષ જે સારાં ફળ નથી આપતું તેને કાપી નાંખીને અગ્નિમાં નાંખવામાં આવે છે.
20 So then, by their fruit you will recognize them. તેથી તેમનાં ફળ દ્વારા તમે તેમને ઓળખશો.
21 "Not everyone who says to me, 'Lord, Lord,' will enter the kingdom of our Father, but the one who does the will of my Father in heaven. “દરેક જેઓ મને ‘પ્રભુ, પ્રભુ’ કહે છે તેઓ સવઁ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ, પણ જેઓ મારા સ્વર્ગમાનાં પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ.
22 Many will say to me on that day, 'Lord, Lord, didn't we prophesy in your name, drive out demons in your name, do many miracles in your name?' તે દિવસે ઘણાં મને કહેશે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી અને તમારાં નામે અશુધ્ધ આત્માઓને કાઢયાં અને તમારે નામે ઘણાં ચમત્કારો કર્યા નથી?
23 Then I will tell them plainly: 'I never knew you; get away from me, you lawbreakers.' ત્યારે હું તેઓને સાફ કહીશ, ‘મેં તમને કદી ઓળખ્યા નથી, તમે ભૂડું કરનારાઓ! મારી પાસેથી જાઓ!’
24 "So anyone who hears these words of mine and does them will be like a wise man whose house was built on the rock. “એ માટે જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, અને તે પ્રમાણે કરે છે, તે એક ડાહ્યા માણસ જેવો છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
25 Rain fell, floods came, winds blew and beat against that house, but it didn't fall, because it was founded on rock. જયારે રેલ આવી અને પાણીનાં મોજાં ઊછળીને ઘર સાથે અથડાયાં છતાં પણ તે પડયું નહિ, કારણ કે તેનો પાયો ખડક પર નાંખેલો હતો.
26 And everyone who hears these words of mine and doesn't do them is like a foolish man who built his house on sand. પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, પણ તે પ્રમાણે કરતો નથી, તે એક મૂર્ખ માણસ જેવો છે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું;
27 The rain fell, floods came, winds blew and hit that house, and it fell—and its fall was great." વરસાદ વરસ્યો, પૂર આવ્યું, અને પવન ફુંકાયો, અને ઘર પર સપાટા લાગ્યા, ત્યારે તે જમીનદોસ્ત થઈ ગયું!”
28 When Jesus had finished saying these words, the crowds were astonished at his teaching, જયારે ઈસુએ આ વાતો કહેવાનું પુરું કયુંઁ, ત્યારે ટોળું તેમના શિક્ષણથી આશ્ચર્યચકિત થઈ ગયા.
29 because he was teaching them as one who had authority, and not as their scribes. કેમકે નિયમશાસ્ત્રના પંડિતોની માફક નહિ, પરંતુ જેની પાસે અધિકાર છે તેની માફક તેઓ શિક્ષણ આપતાં હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]