Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 16 OGCB

Side by side with the Father's Heart Bible™

ચિહ્ન માટે માંગણી

1ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુની પાસે આવીને કસોટી કરતા કહ્યું કે તેમને આકાશમાંથી કોઈ નિશાની બતાવો.

2તેમણે જવાબ આપ્યો, “જયારે સાંજે પડે છે ત્યારે તમે કહો છો કેમકે આકાશ રાતુ છે માટે વાતાવરણ સ્વચ્છ રહેશે. 3અને સવારમાં, આજે તે તોફાની હશે કેમકે આકાશ રતુમડું અને ઘેરાયેલું છે. આમ આકાશનું રૂપ તમે પારખી જાણો છો, પરંતુ સમયના એ ચિન્હો તમે પારખી શકતા નથી! 4દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની જોવા માંગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજું કંઈ તેને આપવામાં આવશે નહિ.” પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર

5જયારે તેઓ સરોવરને પાર ગયા ત્યારે શિષ્યો રોટલી લેવાનું ભૂલી ગયા. 6ઈસુએ તેઓને કહ્યું સાવધાન રહો, “ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો.”

7આ વિષે તેઓએ માંહોમાંહે ચચાઁ કરીને કહ્યું, “આ તો આપણે કોઇ રોટલી નથી લાવ્યા માટે.”

8ઈસુએ તેઓની ચચાઁ જાણીને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ! તમારી પાસે રોટલી નથી તે માટે માંહોમાંહે કેમ વાત કરો છો? 9શું હજી સુધી તમે સમજતા નથી? શું તમને યાદ નથી પાંચ હજાર માટે પાંચ રોટલી, અને તમે કેટલી ટોપલી ભેગી કરી? 10અથવા સાત રોટલી ચાર હજારને માટે અને તમે કેટલી ટોપલી ભેગી કરી? 11તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી વિષે કહ્યું ન હતું? પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો.” 12ત્યારે તેઓ સમજ્યાં કે તેમણે તેઓને રોટલીમાં વપરાયેલા ખમીર વિષે નહિ પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણથી સાવધ રહેવાનું કહ્યું.

પિતરનો એકરાર કે ઈસુ એક મસીહા છે

13જયારે ઈસુ કૈસરીયા ફિલિપ્પીના પ્રાંતમાં આવ્યા, તેમણે તેમના શિષ્યોને પૂછયું: “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?”

14તેઓએ જવાબ આપ્યો, “કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; બીજા કહે છે કે એલિયા; ને બીજા કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંના એક.”

15પછી તેમણે તેઓને પૂછયું, “પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?”

16સિમોન પિતરે જવાબ આપ્યો, “તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો.”

17ઈસુએ જવાબ આપ્યો, “સિમોન યોનાના પુત્ર, તને ધન્ય છે! કેમકે એ તને માંસે તથા લોહીએ જણાવ્યું નથી, પણ સ્વર્ગમાંના મારા પિતાએ. 18અને હું તને કહું છું કે તું પિતર છે. અને આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. અને તેની સામે હાદેસની સત્તાનું જોર ચાલશે નહિ. 19હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ; પૃથ્વી પર જે કંઇ તું બાંધશે તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઇ છોડશે તે સ્વર્ગમાં પણ છોડાશે.” 20પછી તેમણે શિષ્યોને આજ્ઞા આપી હું મસીહ છું એ તમે કોઈને કહેશો નહિ.

ઈસુ તેમના મરણની આગાહી કરે છે

21ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરુશાલેમ જવું જોઈએ અને ત્યાં વડીલો, મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોઓના હાથે ઘણું સહન કરવું, માયાઁ જવું, અને ત્રણ દિવસ પછી સજીવન થવું એ જરૂરનું છે.

22પિતર તેમને બાજુ પર લઈ જઈને તેમને ઠપકો દેવા લાગ્યો, તેણે કહ્યું, “કયારેય નહિ, પ્રભુ! તમને એવું કયારેય ન થાઓ.”

23ઈસુએ ફરીને પિતરને કહ્યું, “શેતાન, મારી પાછળ જા! તું મારા માટે ઠોકરરૂપ છે! તું ઈશ્વરની વાતો પર મન લગાડતો નથી પણ માત્ર માણસની વાતો પર મન લગાડે છે.”

24પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “જે મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરીને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 25કેમકે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઈ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 26કોઇ આખું જગત મેળવે તો એ શા કામનું? છતાં પોતાના આત્માની હાનિ પામે? અથવા કોઇ પોતાના આત્માને બદલે શું આપશે? 27કેમકે માણસનો દીકરો તેમના પિતાનાં મહિમામાં તેમના દૂતો સાથે આવશે, ત્યારે તેઓ દરેક વ્યકિતને તેમના કાર્ય પ્રમાણે બદલો આપશે.

28“હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલાઓમાંથી કેટલાક માણસના દીકરાને તેમના રાજ્યમાં આવતા જોશે ત્યાં સુધી મરણ પામશે નહિ.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]