Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Matthew 20 OGCB

Side by side with the Father's Heart Bible™

દ્રાક્ષાવાડીમાં મજૂરોનું દ્રષ્ટાંત

1“કેમકે સ્વર્ગનું રાજ્ય જમીનદારના જેવું છે, જે વહેલી સવારે પોતાની દ્રાક્ષાવાડી માટે કામ કરનારાં મજૂરો લાવવાં બહાર ગયો. 2તેણે રોજનો એક દીનાર આપવાનું ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.

3“લગભગ સવારે નવ વાગે તે બહાર જઈને કામ વગરનાં બીજાઓને બજારમાં ઊભેલા જોયા. 4તેણે તેઓને કહ્યું, ‘તમે પણ જાવ ને મારી દ્રાક્ષાવાડીમાં કામ કરો, અને હું તમને વાજબી મહેનતાણું આપીશ.’ 5તેઓ ગયા. “તે ફરી આશરે બપોરે અને ત્રણ કલાકે બપોર પછી તે બહાર ગયો, અને તેમજ કયુઁ.

6લગભગ બપોર પછી પાંચ વાગે તે બહાર ગયો અને હજુ બીજા આસપાસ ઊભેલા મળ્યાં. તેણે તેઓને પૂછયું, ‘શા માટે તમે આખા દિવસ સુધી કશું કામ કયાઁ વગરનાં અહીં ઊભા છો?’

7“તેઓએ જવાબ આપ્યો, ‘કોઈએ અમને મજૂરીએ રાખ્યાં નથી.’ “તેણે તેઓને કહ્યું, ‘તમે પણ જાઓ અને મારી દ્રાક્ષાવાડીમાં કામ કરો.’

8“જયારે સાંજ પડી, ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘છેલ્લા થી માંડીને પહેલાં સુધીનાં મજુરો બોલાવોને તેમને તેમની મજૂરી ચુકવો.’

9“જે મજૂરોને બપોરે પાંચ વાગે કામે રાખવામાં આવ્યા હતા તે દરેક મજૂરે, એક એક દીનાર મેળવ્યો. 10તેથી જેઓને પહેલાં મજૂરીએ આવેલા હતા તેઓ આવ્યા તેઓને વધું મળવાની આશા હતી, પણ તેઓમાંના દરેકને એક એક દીનાર મળ્યો. 11જયારે તેઓને તે મળ્યાં, ત્યારે તેઓએ જમીનદારની વિરુધ્ધ કચકચ કરી. 12‘જેઓને છેલ્લે કામે રાખવામાં આવ્યા તેમણે માત્ર એક કલાક જ કામ કયુઁ હતુ, અને તે તેઓને અમારી સરખા આખા દિવસનો કામનો બોજો તથા તાપ સહન કરનારાઓની બરોબર ગણ્યાં છે.’

13“તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો, ‘મિત્ર, મેં તને કોઇ અન્યાય કયોઁ નથી? શું તે મારી સાથે કામનો એક જ દીનાર નક્કી કર્યો નહોતો? 14તારું મહેનતાણું લઈને ચાલ્યો જા. જેટલું તને એટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. 15મારા પૈસા મારી મરજી મુજબ વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું, માટે તમે ઈષાઁ કરો છો?’

16“એમ જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે, અને પહેલાં તેઓ છેલ્લાં થશે.”

ઈસુ તેમના મરણની ત્રીજી આગાહી કરે છે

17હવે ઈસુ યરુશાલેમનાં જતાં રસ્તામાં, તેમણે બારેને એક બાજુમાં લઇ જઈને તેઓને કહ્યું. 18“આપણે યરુશાલેમ જઈએ છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મૃત્યુદંડ ફરમાવશે. 19પછી તેઓ તેની મશ્કરી કરવાને, કોરડા મારાવવાને અને વધસ્તંભ પર જડવાને વિદેશીઓનાં હાથમાં સોંપી દેશે. ત્રીજા દિવસે તે સજીવન થશે.”

એક માતાની વિનંતી

20પછી ઝબદીના પુત્રોની માતાએ ઈસુની પાસે આવીને પગે પડી, તેમની પાસે એક માંગણી કરી.

21તેમણે પૂછયું, “તારે શું જોઈએ છે?” તેણે કહ્યું, “તમારાં રાજ્યમાં મારા આ બે દીકરાઓમાંથી એકને તમારી જમણે અને બીજાને તમારી ડાબે બેસાડજો.”

22ઈસુએ તેઓને જણાવ્યું, “તું જે માંગે છે તે તું સમજતી નથી!” ઈસુએ તેઓને કહ્યું, “જે પ્યાલો હું પીવાનો છે તે શું પી શકશો?” તેઓએ જવાબ આપ્યો, “અમે પી શકીશું.”

23ઈસુએ તેઓને કહ્યું, “તમે મારા પ્યાલામાંથી પીશો તો ખરાં પણ, પરંતુ મારે ડાબે કે જમણે બેસાડવાનું મારા હાથમાં નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલાઓ માટે જ છે.”

24જયારે દસે આ વિશે સાંભળ્યું, ત્યારે તેઓ બંને ભાઈઓ પર ગુસ્સે થયા; 25ઈસુએ તેઓ બધાને પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ ધણીપણું કરે છે અને તેઓના મોટા અધિકારીઓ તેમના પર અધિકાર ચલાવે છે. 26પણ તમારાંમાં એવું નથી. તેના કરતાં તમારાંમાં જે કોઈ મોટો થવા ઈચ્છે તો તેણે સેવક થવું જોઈએ, 27અને જે કોઇ પહેલો થવા ચાહે, તેણે તમારો ગુલામ થવું. 28જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છું.”

બે અંધજનોને દ્રષ્ટિ મળે છે

29જયારે ઈસુ અને તેમના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા, ત્યારે મોટું ટોળું તેઓની પાછળ આવ્યું. 30રસ્તાની કોરે બે અંધજન બેઠાં હતા, અને જયારે તેઓએ સાંભળ્યું કે ઈસુ ત્યાં થઈને પસાર થાય છે ત્યારે તેઓએ બૂમ પાડી, “હે પ્રભુ! દાવિદના દીકરા, અમારા પર દયા કરો!”

31ટોળાએ તેઓને ધમકાવીને છાના રહેવા કહ્યું, પણ તેઓ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા. “પ્રભુ! દાવિદના દીકરા! અમારા પર દયા કરો!”

32ઈસુ ઊભા રહ્યા અને તેઓને બોલાવ્યાં, “હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?”

33તેઓએ જવાબ આપ્યો, “પ્રભુ અમને અમારી દ્રષ્ટિ જોઈએ છે.”

34ઈસુને તેઓના પ્રત્યે અનુકંપા ઊપજી અને તેઓની આંખોને અડકયા. તરત જ તેઓ દેખતાં થયા અને તેમની પાછળ ગયા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]