Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 16 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ સજીવન થયા

1વિશ્રામવાર પૂરો થતાં મરિયમ માગદાલેણ, શલોમી, તથા યાકોબની મા મરિયમ સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. જેથી તેઓ તેમના શરીરે ચોળે 2અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, સૂર્યોદય થતાં પહેલાં, તેઓ કબર તરફ જઈ રહી હતી. 3માર્ગમાં તેઓ માંહોમાંહે કહેવા લાગી કે, “કબરના પ્રવેશદ્રારનો પથ્થર કોણ ખસેડશે?”

4પણ જયારે તેઓએ ઊપર પથ્થરને જોયો કે જે ભારે હતો, તે ગબડી ગયો હતો. 5તેઓએ કબરમાં પ્રવેશ કરીને જોયું તો જમણી બાજુએ એક યુવાન માણસને શ્વેત વસ્ત્રો ધારણ કરી બેઠેલો જોયો, એને તેઓ ચમકી ગઈ.

6તેણે કહ્યું, “અચરત ન થાવ, ક્રૂસે જડાયેલાં નાઝરેથના ઈસુને તમે શોધો છો; તે સજીવન થયા છે; તે અહીં નથી, તે જગા જુઓ, જયાં તેમને મૂક્યાં હતા 7પણ જાઓ તેમના શિષ્યોને અને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે; જેમ તેમણે કહ્યું હતું, તમે તેમને ત્યાં જોશો.”

8ધ્રુજતી અને ગભરાયેલી સ્ત્રીઓ બહાર નીકળી અને કબરેથી દોડી ગઈ, તેઓએ કોઈને કાંઈ કહ્યું નહિ. કેમકે તેઓ બીધી હતી.

9જયારે અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે ઈસુ સજીવન થયા, ત્યારે સૌ પ્રથમ તેઓ મરિયમ માગદાલેણને તેમનાં દર્શન થયાં, જેનામાંથી તેમણે સાત દુષ્ટ આત્મા કાઢયા હતા. 10તેણીએ તેઓને જઈને ખબર આપી, કે જેઓ તેમની સાથે રહેલા હતા જેવો શોક કરતા અને રડતાં હતા. 11જયારે તેમણે સાંભળ્યું કે ઈસુ જીવંત છે ને તેના જોવામાં આવ્યા છે; તેઓએ વિશ્વાસ કયોઁ નહિ.

12જયારે તેઓ ગામડે ચાલતાં જતા હતા, ત્યારે તેઓમાંના બે જણને ઈસુએ તેઓને બીજા સ્વરૂપમાં દર્શન દીધું. 13તેઓ પાછાં આવ્યા અને બધાને એ જણાવ્યું પણ કોઈએ તેઓની વાત પર વિશ્વાસ કયોઁ નહિ.

14પછીથી જયારે અગિયાર શિષ્યો જમતા હતા, ત્યારે ઈસુએ તેઓને દર્શન દીધું. તેઓના અવિશ્વાસ અને કઠણ હદયને લીધે તેમણે તેઓને ઠપકો આપ્યો કારણ જેઓએ તેમને સજીવન થયેલા જોયા હતા તેઓની વાત પર તેઓએ વિશ્વાસ કયોઁ નહિ.

15ઈસુએ તેઓને કહ્યું કે, “તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો. 16જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે, તેનું તારણ થશે; જે વિશ્વાસ નહિ કરે તે દોષિત ઠરશે. 17વિશ્વાસ કરનારાંઓના હાથે આવા ચિન્હો થશેઃ મારા નામે તેઓ અશુધ્ધ આત્માઓ કાઢશે અને તેઓ નવી ભાષાઓ બોલશે. 18તેઓ સર્પને તેમના હાથમાં પકડી લેશે અને જયારે તેઓ પ્રાણઘાતક વસ્તુ પી જાય તોપણ તેઓને કાંઈ નુકશાન થશે નહિ. તેઓ બીમાર લોકો ઉપર હાથ મૂકશે ને તેઓ સાજા થશે.”

19પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી, તેમને સ્વર્ગમાં ઊપર લઈ લેવામાં આવ્યા, ત્યાં ઈશ્વરના જમણે હાથે તે બિરાજમાન થયા. 20પછી શિષ્યો સર્વ સ્થળે બહાર જઈ ઉપદેશ કરવા લાગ્યા, અને પ્રભુ તેઓના કામમાં સહાય કરતા, તેઓના દ્રારા થયેલા ચિન્હોથી તેમના વચન સાબિત કરતા હતા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]