Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 16 OGCB

Show OGCB only
Verse × ×
1 When the Sabbath ended, Mary Magdalene, Mary the mother of James, and Salome bought spices to go anoint him. વિશ્રામવાર પૂરો થતાં મરિયમ માગદાલેણ, શલોમી, તથા યાકોબની મા મરિયમ સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. જેથી તેઓ તેમના શરીરે ચોળે
2 Very early on the first day of the week, just after sunrise, they went to the tomb. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, સૂર્યોદય થતાં પહેલાં, તેઓ કબર તરફ જઈ રહી હતી.
3 They asked each other, "Who will roll the stone away from the tomb's entrance for us?" માર્ગમાં તેઓ માંહોમાંહે કહેવા લાગી કે, “કબરના પ્રવેશદ્રારનો પથ્થર કોણ ખસેડશે?”
4 But looking up, they saw the stone—very large—already rolled away. પણ જયારે તેઓએ ઊપર પથ્થરને જોયો કે જે ભારે હતો, તે ગબડી ગયો હતો.
5 They entered the tomb and saw a young man dressed in a white robe, seated on the right. They were alarmed. તેઓએ કબરમાં પ્રવેશ કરીને જોયું તો જમણી બાજુએ એક યુવાન માણસને શ્વેત વસ્ત્રો ધારણ કરી બેઠેલો જોયો, એને તેઓ ચમકી ગઈ.
6 "Don't be alarmed," he said. "You're looking for Jesus the Nazarene, who was crucified. He's risen—he isn't here. Look, the place they laid him. તેણે કહ્યું, “અચરત ન થાવ, ક્રૂસે જડાયેલાં નાઝરેથના ઈસુને તમે શોધો છો; તે સજીવન થયા છે; તે અહીં નથી, તે જગા જુઓ, જયાં તેમને મૂક્યાં હતા
7 But go, tell his disciples and Peter, 'He goes ahead of you to Galilee. You will see him there, as he told you.'" પણ જાઓ તેમના શિષ્યોને અને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે; જેમ તેમણે કહ્યું હતું, તમે તેમને ત્યાં જોશો.”
8 Trembling and amazed, the women fled the tomb, telling no one—they were afraid. ધ્રુજતી અને ગભરાયેલી સ્ત્રીઓ બહાર નીકળી અને કબરેથી દોડી ગઈ, તેઓએ કોઈને કાંઈ કહ્યું નહિ. કેમકે તેઓ બીધી હતી.
9 Rising early the first day of the week, Jesus appeared first to Mary Magdalene, from whom he had driven seven demons. જયારે અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે ઈસુ સજીવન થયા, ત્યારે સૌ પ્રથમ તેઓ મરિયમ માગદાલેણને તેમનાં દર્શન થયાં, જેનામાંથી તેમણે સાત દુષ્ટ આત્મા કાઢયા હતા.
10 She went and told those who had been with him, who were mourning and weeping. તેણીએ તેઓને જઈને ખબર આપી, કે જેઓ તેમની સાથે રહેલા હતા જેવો શોક કરતા અને રડતાં હતા.
11 Hearing Jesus was alive and seen by her, they did not believe it. જયારે તેમણે સાંભળ્યું કે ઈસુ જીવંત છે ને તેના જોવામાં આવ્યા છે; તેઓએ વિશ્વાસ કયોઁ નહિ.
12 Afterward Jesus appeared, in a different form, to two of them walking in the country. જયારે તેઓ ગામડે ચાલતાં જતા હતા, ત્યારે તેઓમાંના બે જણને ઈસુએ તેઓને બીજા સ્વરૂપમાં દર્શન દીધું.
13 They went back and reported it to the others, but they did not believe them either. તેઓ પાછાં આવ્યા અને બધાને એ જણાવ્યું પણ કોઈએ તેઓની વાત પર વિશ્વાસ કયોઁ નહિ.
14 Later Jesus appeared to the eleven as they reclined at a meal and rebuked their lack of faith and hardness of heart, because they hadn't believed those who saw him risen. પછીથી જયારે અગિયાર શિષ્યો જમતા હતા, ત્યારે ઈસુએ તેઓને દર્શન દીધું. તેઓના અવિશ્વાસ અને કઠણ હદયને લીધે તેમણે તેઓને ઠપકો આપ્યો કારણ જેઓએ તેમને સજીવન થયેલા જોયા હતા તેઓની વાત પર તેઓએ વિશ્વાસ કયોઁ નહિ.
15 He said to them, "Go into all the world and proclaim the good news to all creation. ઈસુએ તેઓને કહ્યું કે, “તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો.
16 Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned. જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે, તેનું તારણ થશે; જે વિશ્વાસ નહિ કરે તે દોષિત ઠરશે.
17 And these signs will follow those who believe: in my name they'll drive out demons, speak in new tongues. વિશ્વાસ કરનારાંઓના હાથે આવા ચિન્હો થશેઃ મારા નામે તેઓ અશુધ્ધ આત્માઓ કાઢશે અને તેઓ નવી ભાષાઓ બોલશે.
18 They will pick up snakes with their hands; if they drink deadly poison, it won't harm them; they will lay hands on the sick, and they will recover." તેઓ સર્પને તેમના હાથમાં પકડી લેશે અને જયારે તેઓ પ્રાણઘાતક વસ્તુ પી જાય તોપણ તેઓને કાંઈ નુકશાન થશે નહિ. તેઓ બીમાર લોકો ઉપર હાથ મૂકશે ને તેઓ સાજા થશે.”
19 After speaking to them, the Lord Jesus was taken up into heaven and sat at the right hand of our Father. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી, તેમને સ્વર્ગમાં ઊપર લઈ લેવામાં આવ્યા, ત્યાં ઈશ્વરના જમણે હાથે તે બિરાજમાન થયા.
20 They went out and preached everywhere, the Lord working with them, confirming his word through accompanying signs. પછી શિષ્યો સર્વ સ્થળે બહાર જઈ ઉપદેશ કરવા લાગ્યા, અને પ્રભુ તેઓના કામમાં સહાય કરતા, તેઓના દ્રારા થયેલા ચિન્હોથી તેમના વચન સાબિત કરતા હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]