Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 15 OGCB

Show OGCB only
Verse × ×
1 At dawn the chief priests, elders, scribes, and the whole council consulted together, bound Jesus, led him away, and handed him over to Pilate. વહેલી સવારે યહૂદીઓની આખી ન્યાયસભા, મુખ્ય યાજકો, વડીલો, અને નિયમશાસ્ત્રના પંડિતો તેના સભ્યોએ મળી યોજના બનાવી, તેઓ ઈસુને બાંધીને તેમને લઈ ગયા, અને તેમને પિલાતને સોંપ્યો.
2 Pilate asked him, "Are you the King of the Jews?" "You say so," Jesus replied. પિલાતે પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો, તેમજ છે.”
3 The chief priests kept accusing him of many things. મુખ્ય યાજકોએ તેમનાં પર ઘણા આરોપ મૂક્યાં.
4 So Pilate questioned him again: "Have you no answer? See how many charges they bring against you." પિલાતે ફરી તેમને પૂછયું, “તમે કાંઈ જ જવાબ આપતાં નથી? તમારી વિરુધ્ધ તેઓ કેટલાં આરોપો મુકે છે!”
5 But Jesus said nothing more, and Pilate was amazed. પરંતુ ઈસુએ કોઈ જવાબ ન આપ્યો; આથી પિલાત આશ્ચર્ય પામ્યો.
6 Now at the festival, Pilate used to release one prisoner for them—whoever they asked for. હવે રિવાજ પ્રમાણે પર્વને સમયે લોકોની માંગણી પ્રમાણે કોઈ એક કેદીને છોડી મુકાતો.
7 A man called Barabbas was in prison with the rebels who had committed murder during the uprising. બારાબાસ નામનો એક માણસ કે જે બંડખોરો સાથે જેલમાં હતો, જેણે હુલ્લડમાં ખૂન કર્યું હતું.
8 The crowd came up and began asking Pilate to do for them what he always did. લોકોનું ટોળું ઉપર ચઢીને પિલાતને હંમેશ મુજબ તેમના માટે કરવા કહ્યું.
9 "Do you want me to release for you the King of the Jews?" Pilate answered, પિલાતે પૂછયું, “શું તમારી મરજી એવી છે કે હું તમારે માટે યહૂદીઓનાં રાજાને છોડી મૂકું?”
10 for he knew it was out of envy that the chief priests had handed him over. એ જાણીને કે મુખ્ય યાજકોએ પોતાની અદેખાઇને લીધે ઈસુને તેમના હાથમાં સોઁપ્યા હતા.
11 But the chief priests stirred up the crowd to have him release Barabbas for them instead. પણ મુખ્ય યાજકોએ ટોળાને ઉશ્કેયુઁ કે તેને બદલે પિલાત બારાબાસને છોડી દે.
12 "So what do you want me to do with the one you call King of the Jews?" Pilate asked them again. પિલાતે પૂછયું, “જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?”
13 Crucify him!" they shouted back. તેઓ પોકારી ઊઠયાં, “તેને ક્રૂસે જડાવો!”
14 "Why? What evil has he done?" Pilate asked. But they shouted all the louder, "Crucify him!" પિલાતે પૂછયું “પણ શા માટે? તેણે શો ગુનો કર્યા છે!” લોકોએ વધારે ઘાંટા પાડીને કહ્યું, “તેને ક્રૂસે જડાવો!”
15 To satisfy the crowd, Pilate released Barabbas to them. He had Jesus flogged, and handed him over to be crucified. લોકોને ખુશ કરવાનાં ઈરાદાથી પિલાતે તેમને માટે બારાબાસને છોડી દીધો. ઈસુને કોરડાં મરાવીને ક્રૂસે જડવાં માટે તેને હાથમાં સોંપી દીધા.
16 Soldiers led him away into the palace (the governor's headquarters) and called together the whole company of soldiers. સૈનિકો ઈસુને મહેલમાં (એટલે પ્રેટોરિયમમા) લઈ ગયા, ને તેઓએ ચોકીદારોની આખી ટુકડી બોલાવી.
17 They dressed him in purple, twisted together a crown of thorns, and set it on him. તેઓએ તેને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો, પછી ગૂંથીને કાંટાનો મુંગટ બનાવીને તેમને માથે મૂકયો.
18 And they began to salute him: "Hail, King of the Jews!" અને પછી તેઓએ તેને પોકારીને કહ્યું, “સલામ, યહૂદીઓનાં રાજા!”
19 They kept beating his head with a staff, spat on him, and knelt in mock homage to him. વારંવાર તેમના માથા પર તેઓએ સોટીઓ મારી, તેમના પર થૂંક્યાં અને તેમની આગળ ઘૂંટણે પડીને, તેમને શ્રઘ્ઘાંજલી આપી.
20 After mocking him, they stripped off the purple and put his own clothes on him, then led him out to crucify him. અને આમ હાંસી ઉડાવી રહ્યા, ત્યારે તેઓએ જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમને પોતાનાં કપડાં પાછાં પહેરાવ્યાં, પછી તેઓ તેમને ક્રૂસે જડવાં બહાર લઈ ગયા.
21 They forced a passerby coming from the countryside—Simon of Cyrene, father of Alexander and Rufus—to carry his cross. સિમોન કરીને કૂરેનીનો એક માણસ કે જે એલેક્ષઝાંડર તથા રૂફસનો પિતા હતો. દેશમાંથી આવતા ત્યાં થઈને જતો હતો, તેઓએ જબરદસ્તીથી તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો.
22 They brought Jesus to the place called Golgotha (which means Place of a Skull). તેઓ ઈસુને ગલગોથા નામની જગાએ લાવ્યાં (“ગલગોથાનો અર્થ ખોપરી થાય છે”).
23 They offered him wine mixed with myrrh, but he did not take it. તેઓએ તેમને બોળ સાથે ભેળવેલો દ્રાક્ષારસ આપ્યો, પરંતુ તેમણે તે લેવાની ના પાડી.
24 They crucified him. They divided his clothes among them, casting lots for what each would get. પછી તેઓએ તેમને ક્રૂસે જડયાંં, અને તેમનાં કપડાંનો કયો ભાગ મળશે, તે જોવા માટે ચિઠ્ઠીઓ નાંખી.
25 It was nine in the morning when they crucified him. સવારના નવ વાગે તેઓએ તેમને વધસ્તંભે જડયા.
26 The written notice of the charge against him read: THE KING OF THE JEWS. તેમની સામેના આરોપની લખેલું તોહમતનામું આ પ્રમાણે હતું: યહૂદીઓનો રાજા.
27 They crucified two rebels with him, one on his right and one on his left. તેમની સાથે બે લુંટારાઓને પણ તેમની સાથે જડવામાં આવ્યા હતા, એકને તેમની જમણી ને બીજાને તેમની ડાબી તરફ
28 Not in this edition દુષ્ટોની સાથે તે ગણાયો, એ શાસ્ત્રવચન અહીં પૂર્ણ થયું.
29 Those passing by insulted him, shaking their heads, saying, "Ha! You who tear down the temple and build it in three days, પાસે થઈને જતા લોકોએ તેમની હાંસી ઉડાવી, અને તેમના માથા હલાવતાં કહ્યું, “વાહ રે! મંદિરને તોડી પાડીને ત્રણ દિવસમાં ફરી ઊભુ કરનાર!
30 save yourself and come down from the cross!" ક્રૂસ પરથી નીચે ઊતરી આવ ને પોતાને જ બચાવ!”
31 Likewise the chief priests and scribes mocked him among themselves: "He saved others; himself he can't save. એ જ પ્રમાણે મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોએ તેમની સાથે મશ્કરી કરી. તેમણે કહ્યું કે “તેણે બીજાઓને બચાવ્યાં, પણ તે પોતાને બચાવી શકતો નથી!
32 Let the Christ, King of Israel, come down from the cross now, so we can see and believe." Those crucified with him also insulted him. આ મસીહ, ઇઝરાયેલના રાજાને ક્રૂસ પરથી નીચે ઊતરી આવવાં દો કે અમે જોઈને વિશ્વાસ કરીએ!” જેઓ તેમની સાથે ક્રૂસે જડાયેલાં હતા તેમણે પણ તેમની મશ્કરી કરી.
33 At noon, darkness came over the whole land until three in the afternoon. બપોરે, ત્રણ વાગ્યા સુધી સમગ્ર ભૂમિ પર અંધકાર છવાઈ રહ્યો.
34 At three in the afternoon Jesus cried out loudly, "Eloi, Eloi, lema sabachthani?" meaning, "My God, my God, why have you forsaken me?" અને બપોરે ત્રણ વાગ્યે ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, “એલોઈ, એલોઈ, લામા શબક્‌થની, એટલે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?”
35 When some of those standing nearby heard this, they said, "Listen, he's calling Elijah." ત્યાં નજીક ઊભેલા તેઓમાંથી કેટલાકે એ સાંભળીને કહ્યું કે, સાંભળો, “તે એલિયાને બોલાવે છે!”
36 One ran, filled a sponge with sour wine, put it on a reed, and gave him a drink. "Let him be," he said, "let's see if Elijah comes to take him down." એક જણે દોડીને સરકામાં બોળેલી વાદળી, લાકડીને છેડે બાંધીને લઈ આવ્યો અને ઈસુને પીવા આપી, તેણે કહ્યું, “તેમને એકલા રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને નીચે ઉતારવા આવે છે કે કેમ!”
37 With a loud cry, Jesus breathed his last. મોટે અવાજે બૂમ પાડી, ઈસુએ છેલ્લો શ્વાસ લીધો.
38 And the curtain of the temple was torn in two from top to bottom. મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો.
39 The centurion facing Jesus saw how he breathed his last and said, "Truly this man was the Son of God." અને જયારે ઈસુની સામે ઊભેલા સુબેદારે જોયું કે તેમણે કેવી રીતે પ્રાણત્યાગ કર્યો, ત્યારે તે પોકારી ઊઠયો, “સાચે જ આ માણસ ઈશ્વરપુત્ર હતો.”
40 Women were also watching from a distance, including Mary Magdalene, Mary the mother of James the younger and Joses, and Salome. કેટલીક સ્ત્રીઓ થોડે દૂર ઊભા રહીને જોતી હતી. મરિયમ માગદાલેણ, નાનાં યાકોબની મા મરિયમ તથા યોસેફની, અને શલોમી હતી.
41 These women had followed him in Galilee and served him; many others who came up with him to Jerusalem were also there. ગાલીલમાં આ સ્ત્રીઓ ઈસુની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી, તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
42 Evening had come, and since it was Preparation Day—the day before the Sabbath. સાંજ પડી ત્યારે તે તૈયારીનો દિવસ હતો (એટલે કે સાબ્બાથના આગલા દિવસે.)
43 Joseph of Arimathea, a prominent council member who himself was waiting for the kingdom of our Father, dared to go to Pilate and ask for Jesus' body. ન્યાયસભાનો એક માનવંતો સભ્ય અરિમથાઈનો યોસેફ પોતે ઈશ્વરના રાજ્યનાં આગમનની વાટ જોતો હતો, હિંમત રાખીને પિલાત પાસે ગયો અને ઈસુના શબની માગણી કરી.
44 Pilate was surprised he was already dead; summoning the centurion, he asked if Jesus had been dead long. આ પિલાત સાંભળીને અચરત પામ્યો કે તેઓ પહેલેથીજ મરી ગયા હતા; તેથી તેણે સૂબેદારને કહ્યું કે, જો ઈસુ પહેલેથી મરી ગયા છે.
45 When he learned from the centurion that it was so, he granted the body to Joseph. જયારે તેને સૂબેદાર પાસેથી ખબર પડી કે આવું છે, ત્યારે તેણે તેમનું શબ યોસેફને આપ્યું.
46 Joseph bought linen, took the body down, wrapped it in the cloth, and laid it in a tomb cut from rock. Then he rolled a stone against the tomb's entrance. યોસેફે શણના કપડાં વેચાતા લીધા, શબને નીચે ઉતાયુઁ, શણમાં લપેટીને, તેણે તેને ખડકમાંથી ખોદી કાઢેલી કબરમાં મૂકયું, પછી તેના દ્રાર આગળ પથ્થર ગબડાવીને મૂકયો.
47 Mary Magdalene and Mary the mother of Joses saw where he was laid. તેમને કયાં મૂક્યાં હતાં તે મરિયમ માગદાલેણની અને યોસેફની મા મરિયમે જોયું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]