Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 1 OGCB

Side by side with the Father's Heart Bible™

લૂક રચિત સુસમાચાર

1આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના વૃતાંત લખવાનું ઘણાએ હાથમાં લીધું છે 2આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનનાં સેવકો હતા તેઓ દ્રારા આપણને હાથમાં સોંપ્યું છે. 3મે પોતે નેકનામદાર થિઓફિલ મને પણ લાગ્યું કે શરૂઆતથી આ સઘળી વાતોની ચોકસાઈથી શોધ કર્યા પછી મેં પણ તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કયોઁ. 4જેથી જે બાબતો તમને શીખવવામાં આવેલી છે, તેની સત્યતા તમે જાણો.

યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી

5યહૂદિયાનાં રાજા હેરોદના સમયમાં ઝખાર્યા નામે એક યાજક હતો, તે યાજકોના અબિયાના વર્ગમાંનો હતો. તેની પત્ની એલિસાબેત પણ આરોનની વંશની હતી. 6તેઓ બંને ઈશ્વરની નજરમાં ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ નિર્દોષપણે પાડતા હતાં. 7પણ તેઓ નિઃસંતાન હતાં, કેમકે એલિસાબેત વાંઝણી હતી અને તેઓ બંને ઘણાં વૃધ્ધ હતાં.

8એક દિવસ ઝખાર્યા વગઁ પ્રમાણે સેવાને માટે હાજર હતો અને તે યાજકનું કામ ઈશ્વર આગળ કરતો હતો, 9યાજકોનાં રિવાજ પ્રમાણે પ્રભુનાં મંદિરમાં જઈને ધૂપ બાળવા માટે ચિઠ્ઠીઓ દ્વારા તેને પસંદ કરવામાં આવ્યો હતો. 10જયારે ધૂપ બાળવાનો સમય આવ્યો ત્યારે આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11તેટલામાં પ્રભુનો દૂત ધૂપવેદીની જમણી તરફ ઊભેલો તેને દેખાયો. 12જયારે ઝખાર્યાએ તેને જોયો ત્યારે તે ચોકી ઊઠયો ને ગભરાઈ ગયો. 13પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાતો ના! તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેત એક પુત્રને જન્મ આપશે અને તું તેને યોહાન કહેશે. 14તે તને આનંદ તથા હર્ષ થશે અને ઘણાં તેનાં જન્મને લીધે હરખાશે. 15તે ઈશ્વરની નજરમાં મહાન થશે. તે કદી દ્રાક્ષારસ લેશે નહિ અથવા કોઈ કેફિ પીણું પીશે નહિ, અને તેના જન્મ પહેલાંથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. 16તે ઘણાં ઇઝરાયેલના લોકોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફેરવશે. 17અને તે એલિયાના આત્માએ અને પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે માતા-પિતાનાં હૃદયને તેમનાં બાળકો તરફ અને આજ્ઞા ન માનનારાઓને ન્યાયીઓનાં જ્ઞાન તરફ ફેરવશે અને પ્રભુને માટે સિધ્ધ થયેલા લોક તૈયાર કરશે.”

18ઝખાર્યાએ દૂતને પૂછયું, “આની ખાતરી હું કેવી રીતે કરી શકું? હું વૃધ્ધ છું અને મારી પત્ની પણ ઘણા વરસની થઇ છે.”

19દૂતે તેને કહ્યું, “હું ઈશ્વરની હજૂરમાં ઊભો રહેનાર હું ગાબ્રિયેલ છું, અને તારી સાથે વાત કરવા અને આ સારાં સમાચાર આપવાં સારું મને મોકલવામાં આવ્યો છે. 20અને હવે આ બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને તું બોલી શકશે નહિ, કેમકે તે મારા વચન પર વિશ્વાસ કયોઁ નહિ, તે તેના ઠરાવેલાં સમયે સાચાં પૂરવાર થશે.”

21આ સમય દરમિયાન, લોકો ઝખાર્યાની રાહ જોતાં હતા અને તેઓને નવાઈ લાગી કે તે આટલો બધો સમય મંદિરમાં કેમ રહયો. 22જયારે તે બહાર આવ્યો, ત્યારે તે તેઓની સાથે બોલી શકયો નહિ. તેઓને લાગ્યું કે મંદિરમાં તેને કોઇ દશઁન થયું હશે. તે તેઓને ઇશારા કરતો હતો પણ તે બોલી ન શકયો.

23જયારે તેના સેવા કરવાના દિવસો પુરા થયા પછી તે ઘરે પાછો ફર્યો. 24તે પછી, તેની પત્ની એલિસાબેત ગર્ભવતી બની અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી, 25તેણે કહ્યું “પ્રભુએ મારા માટે આ કયુઁ છે. આ દિવસોમાં તેમણે તેમની કૃપા બતાવી છે અને લોકોમાં મારું મહેણું દૂર કયુઁ છે.”

ઈસુના જન્મની આગાહી

26એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. 27કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું. 28દૂતે તેની પાસે આવીને કહ્યું, “સલામ, હે કૃપા પામેલી, પ્રભુ તારી સાથે છે.”

29આ શબ્દો સાંભળીને મરિયમ ઘણી ગભરાઈ ગઈ અને તે ચકિત થઇ ગઇ, આ તે કંઇ જાતની સલામ હશે. 30પણ દૂતે તેને કહ્યું, “મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. 31તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે. 32અને તે મહાન બનશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને ઈશ્વર પ્રભુ તેને તેના પિતા દાવિદનું રાજ્યાસન આપશે. 33અને તે સદાને માટે યાકોબનાં સંતાનો પર રાજ્ય કરશે, તેના રાજ્યનો અંત કદી આવશે નહિ.”

34મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, “કેમકે હું તો કુંવારી છું.”

35દૂતે તેને જવાબ આપ્યો: “પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે. 36વળી, તારી સગી એલિસાબેતને વૃધ્ધાવસ્થામાં બાળક થવાનું છે અને જે ગભઁ ધારણ કરી શકતી ન હતી તેને તે છઠ્ઠા મહિનામાં છે. 37કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે.”

38મરિયમ જવાબ આપ્યો, “હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ.” પછી દૂત જતો રહયો.

મરિયમ એલિસાબેતની મુલાકાતે

39એ સમયમાં જ મરિયમ તૈયાર થઈ અને યહૂદીયાના પહાડી પ્રદેશનાં એક શહેરમાં ઉતાવળથી ગઈ. 40ઝખાર્યાના ઘરમાં જઈને તેણે એલિસાબેતને સલામ પાઠવી. 41જયારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના ગભઁમાં કૂદ્યુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ, 42તેણે મોટા અવાજે કહ્યું “સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને તારાંથી જન્મનાર બાળકને ધન્ય છે! 43પણ એ કૃપા મને કયાંથી કે મારા પ્રભુની મા મારી પાસે આવે! 44તારી સલામનો અવાજ જેવો મારા કાને પડતા તરત જ મારા ગભઁમાં બાળક હર્ષથી કૂદ્યુ. 45જેણે વિશ્વાસ કર્યોઁ છે તેને ધન્ય છે, કે પ્રભુએ તેને આપેલા તેના વચનો પૂરાં કરશે.”

મરિયમનું ગીત

46અને મરિયમે કહ્યું:“મારો જીવ પ્રભુનો મહિમા કરે છે

47અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,

48કેમકે તેમણે પોતાની દાસીની દીનાવસ્થાપર દ્રષ્ટિ કરી છે.હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે,

49કેમકે પરાક્રમીએ મારે સારું,મારા માટે મહાન કૃત્યો કર્યાં છે—તેનું નામ પવિત્ર છે.

50જેઓ તેમની બીક રાખે છે, તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે.

51તેમણે પોતાના ભુજે પરાક્રમી કાયોઁ દેખાડયા છેજેઓ પોતાના આંતરિક વિચારોમાં અભિમાની છે તેઓને તેણે વિખેરી નાંખ્યાં છે!

52તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી મૂક્યાં છેઅને દીન લોકોને ઊંચા કર્યા છે.

53ભૂખ્યાઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છેઅને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢયાં છે.

54દયા રાખવાનું સંભારીને,તેમણે તેમના સેવક ઇઝરાયેલને સહાય કરી છે

55જેમ તેણે આપણા પૂવઁજોને વચન આપ્યું હતું.તેમ અબ્રાહમ અને તેના વંશજોને સદા માટે”

56એલિસાબેતની સાથે લગભગ ત્રણ માસ સુધી રહ્યા પછી મરિયમ પોતાને ઘરે પાછી ગઈ.

યોહાન બાપ્તિસ્તનો જન્મ

57જયારે એલિસાબેતને તેના બાળકને જન્મ આપવાનો સમય આવ્યો ત્યારે તેણે પુત્રને જન્મ આપ્યો. 58તેનાં પાડોશીઓએ તથા સગાઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મહાન દયા દશાઁવી છે અને તેઓએ તેની સાથે આનંદ પામ્યા.

59આઠમાં દિવસે તેઓ બાળકની સુન્નત કરવા આવ્યા. અને તેઓ આ પ્રસંગે સગાંવહાલાં તથા મિત્રો આવ્યા હતાં. અને તેઓ તેનું નામ તેના પિતા ઝખાર્યાનાં નામ પર રાખવા ગયા. 60પરંતુ, તેની માતાએ બોલીને કહ્યું; “ના! તે યોહાન કહેવાશે!”

61તેઓએ તેને કહ્યું, “તારા સગાઓમાં કોઇનું એવું નામ નથી!”

62પછી તેમણે છોકરાનાં પિતાને ઈશારાથી પૂછયું? કે તું બાળકનું શું નામ રાખવા માગે છે. 63તેણે સ્લેટ મંગાવીને તેના પર લખ્યું કે તેનું નામ યોહાન છે. “તેથી તેઓ નવાઈ પામ્યા.” 64તે જ ઘડીએ તેનું મોં ઊઘડી ગયું ને તેની જીભ છુટી થઈ અને તે ઈશ્વરની સ્તુતિ કરતા બોલવા લાગ્યો. 65સર્વ પાડોશીઓને બીક લાગી અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશનાં લોકો આ બધી બાબતો વીશે વાત કરતા હતા. 66જે કોઇએ આ વિશે સાંભળ્યું તે દરેક આશ્ચયઁચકિત થઇને પૂછયું, “તો પછી આ બાળક કેવો થશે!” કેમકે પ્રભુનો હાથ તેની સાથે હતો.

ઝખાર્યાનું ગીત

67તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રબોધ કયોઁ:

68“ઇઝરાયેલનાં ઈશ્વર, પ્રભુની સ્તુતિ થાઓ,કેમકે તેમણે પોતાના લોકોની પાસે આવી અને તેઓનો ઉધ્ધાર કર્યો છે.

69તેમણે પોતાના સેવક દાવિદના ઘરમાં,તેમણે આપણે સારું તારણનું શિંગ ઉભું કયું છે

70(જેમ બહુ પહેલાં પવિત્ર પ્રબોધકો દ્રારા તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે)

71આપણા શત્રુઓથી,અને સવઁ ધિક્કારનારાઓ નાં હાથમાંથી આપણને બચાવશે

72આપણા પૂર્વજો તરફ તેમણે દયા દર્શાવીઅને પોતાનો પવિત્ર કરાર સંભાર્યે:

73તેમણે આપણા પિતા અબ્રાહમ સાથે જે સમ ખાધા:

74આપણને આપણા સઘળાં શત્રુઓનાં હાથમાંથી મુક્ત કરીનેઅને આપણને નિર્ભયતાથી તેમની સેવા કરવા યોગ્ય કયાઁ,

75પવિત્રતામાં અને ન્યાયીપણામાં આપણા સવઁ દિવસો તેમની સમક્ષતામાં,

76“અને તું, મારા પુત્ર, પરાત્પરનો પ્રબોધક કહેવાશે;કેમકે પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે તેમની આગળ તું જશે,

77તારણનું જ્ઞાન તું તેમના લોકોને આપે,કે તેનાથી તેઓનાં પાપની માફી મળે.

78આપણા પ્રભુની પુષ્કળ દયાને લીધે,જેનાથી આકાશમાંથી ઉગતો સૂરજ આપણી પાસે આવશે,

79અંધકારમાં જીવતાં લોકો પર પ્રકાશવાં;અને મૃત્યુની છાયામાં જીવતાં,આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.”

80છોકરો મોટો થયો અને આત્મામાં બળવાન થતો ગયો; અને ઇઝરાયેલમાં તે પ્રગટ થાય ત્યાં સુધી તે અરણ્યમાં રહ્યો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]