Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 7 OGCB

Side by side with the Father's Heart Bible™

સૂબેદારનો વિશ્વાસ

1જેઓ સાંભળતા હતા તેઓને આ બધું કહી રહયાં પછી ઈસુ કપરનાહૂમ આવ્યા. 2ત્યાં એક સૂબેદારનો નોકર હતો જે તેના માલીકને ઘણો વહાલો હતો. તે બિમાર હતો અને મરવાની અણી પર હતો. 3સૂબેદારે ઈસુ વિશે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલીને તેમને કહેવડાવ્યું કે, આવો અને તેના નોકરને સાજો કર. 4જયારે તેઓ ઈસુ પાસે આવ્યા તેઓએ આગ્રહથી તેમને વિનંતી કરી, “આ કરવાં એને એ માણસ લાયક છે. 5કેમકે તે આપણા દેશને પ્રેમ કરે છે અને તેણે આપણું સભાસ્થાન બંધાવી આપ્યું છે.” 6તેથી ઈસુ તેઓની સાથે ગયા. તેઓ તેના ઘરેથી બહુ દૂર ન હતા, ત્યારે સૂબેદારે તેમના મિત્રોને મોકલીને કહેવડાવ્યું, “પ્રભુ! તમે તકલીફ ન લેશો. તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી,

7એટલા માટે મેં તમારી પાસે આવવાને પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો અને મારો નોકર સાજો થઈ જશે. 8કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જા!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવ!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે.”

9આ સાંભળીને ઈસુ તેનાથી નવાઈ પામ્યા અને તેમણે પાછળ આવતાં ટોળાં તરફ ફરીને કહ્યું, “હું તમને કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી.” 10ત્યારે જે માણસોને મોકલ્યાં હતાં તેઓ પાછા આવ્યા, ને નોકરને સાજો થયેલો જોયો.

ઈસુ વિધવાનાં દીકરાને સજીવન કરે છે

11પછી તરત, ઈસુ નાઈન નામનાં નગરમાં ગયા. અને તેમના શિષ્યો તેમજ લોકોનું બહું મોટું ટોળું તેમની સાથે ગયું. 12જયારે તેઓ નગરનાં દરવાજે પહોંચ્યા, ત્યારે એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા, તેની માતાનો એકનો એક પુત્ર; અને તે એક વિધવા હતી. અને નગરનું ઘણું મોટું ટોળું તેની સાથે હતું. 13જયારે પ્રભુએ તેને જોઈ ત્યારે તેમનું હૃદય ઊભરાઈ આવ્યું, અને તેમણે કહ્યું: “રડીશ નહિ!”

14પછી તેઓ પાસે ગયા અને જે ઠાઠડી તેઓ ઉંચકીને લઇ જઈ રહયાં હતાં તેને અડકયા, અને ઊંચકનારાઓ ઊભા રહ્યા, તેમણે કહ્યું, “જુવાન માણસ! હું તને કહું છું કે, ઊઠ!” 15મૂએલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો, અને ઈસુએ તેને તેની માતાને પાછો આપ્યો.

16લોકોને ભય લાગ્યું અને ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આપણી મધ્યે એક મહાન પ્રબોધક દેખાયા છે. ઈશ્વર પોતાના લોકોને મદદ કરવાં આવ્યા છે.” 17ઈસુનાં વિશેનાં આ સમાચાર યહૂદિયા અને આસપાસના પ્રદેશોમાં ખૂણે ખૂણે ફેલાઈ ગયા.

ઈસુ અને યોહાન બાપ્તિસ્ત

18આ બધા વિશે તેઓમાંના બે ને બોલાવીને યોહાનનાં શિષ્યોએ તેમને કહ્યું. 19તેણે તેઓને પ્રભુ પાસે પુછવા મોકલ્યા, “આવનાર તે તમે જ છો કે, પછી અમે બીજાની રાહ જોઈએ?”

20જયારે માણસો ઈસુની પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તે અમને તમને પૂછવાને મોકલ્યાં છે, ‘આવનાર છે તે તમે છો કે હજી અમારે બીજાની રાહ જોઈએ?’ ”

21તે જ વેળાએ ઈસુએ જે રોગી, બીમાર, અને અશુધ્ધ આત્મા વાળાને સારા કયાઁ, અને જેઓ અંધ હતા તેઓને દ્રષ્ટી આપી. 22તેથી તેમણે સંદેશાવાહકને જવાબ આપ્યો, “તમે જે સાંભળો છો અને જુઓ છો તે વિષે યોહાન પાસે જાઓ ને જણાવો: આંધળા દેખતાં થાય છે, લંગડા ચાલતાં થાય છે, રકતપિતના રોગીઓ શુધ્ધ થાય છે, બહેરાં સાંભળતા થાય છે, અને મૂએલા સજીવન થાય છે અને દરિદ્રિને સુસમાચાર પ્રગટ કરવામાં આવે છે. 23જેઓ મારા લીધે ઠોકર ખાતાં નથી તેઓને ધન્ય છે.”

24યોહાનના સંદેશાવાહક ગયા પછી, ઈસુએ લોકોને યોહાન સંબંધી ટોળાને કહેવા લાગ્યા, “અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને? 25જો ના તો, તમે બહાર શું જોવા ગયા? શું સારા વસ્ત્ર પહેરેલાં માણસને? ના, જેઓ મૂલ્યવાન વસ્ત્રો પહેરે છે તેમને અથવા રાજમહેલમાં એશઆરામ ભોગવે છે તેમને. 26પણ તમે શું જોવા બહાર ગયા? પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. 27તે એ જ છે કે, જેનાં વિશે લખેલું છે કે:“ ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,જે તમારી આગળ તમારો માર્ગ તૈયાર કરશે.’

28હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન કરતાં કોઇ મહાન થયો નથી; તોપણ, ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે તે તેના કરતાં મોટો છે.”

29જકાતકારો સહિત ઘણાં લોકોએ, જયારે ઈસુની આ વાત સાંભળી ત્યારે તેઓએ સ્વીકાયુઁ કે ઈશ્વરનો માગઁ સાચો હતો, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30પરંતુ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતોઓએ પોતાના માટેનો ઈશ્વરનો હેતુંનો નકાર કયોઁ, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ન હતા.

31ઈસુએ કહ્યું, “તો શું, ત્યારે, આ પેઢીનાં માણસોને હું કોની સાથે સરખાવું? તેઓ કોના જેવા છે? 32તેઓ બાળકો જેવાં છે કે જેઓ બજારમાં બેસીને એકબીજાને બોલાવીને કહે છે કે:“ ‘અમે તમારા માટે વાજાં વગાડયાંં,અને તમે નાચ્યાં નહિ,અમે શોકગીતો ગાયાં,પણ તમે રડયાં નહિ.’

33કેમકે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો ન હતો આવ્યો, અને તમે કહો છો કે, ‘તેને ભૂત વળગેલું છે.’ 34માણસનો દીકરો તો ખાતો પીતો આવ્યો, ‘અને તમે કહો છો કે તે તો ખાઉધરો અને દારૂ પીનારો, જકાતદારો અને પાપીઓનો મિત્ર!’ 35પણ જ્ઞાન પોતાના બાળકોથી સાચું સાબિત થાય છે.”

પાપી સ્ત્રીથી ઇસુનો અભિષેક

36જયારે એક ફરોશીએ ઈસુને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારે તેઓ ફરોશીના ઘરે જઈને ટેબલે બેઠા. 37એક સ્ત્રી કે જે એ નગરમાં રહેતી હતી તે પાપી જીવન જીવતી હતી, ઈસુ ફરોશીનાં ઘરમાં ખાતા હતા, ત્યારે તે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને ત્યાં આવી. 38માંહે આવીને તે ઈસુના પગ પાસે રુદન કરતી ઉભી રહી. તે તેનાં આંસુઓથી તેમના પગને પલાળવા લાગી. પછી તે પોતાના વાળ વડે લૂંછવા લાગી, તેમને ચૂમ્યા, અને તેમના પર અત્તર રેડયું.

39જયારે ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ આ જોઈને તેણે પોતે કહ્યું, “જો આ માણસ પ્રબોધક હોત તો તે જાણત કે જે તેમને અડકે છે તે સ્ત્રી કોણ અને કેવી છે, એટલે કે તે પાપી છે!”

40ઈસુએ તેને જવાબ આપ્યો, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું, “કહો, ગુરુજી.”

41“એક શાહુકારે બે જણને પૈસા ધીર્યા. પહેલાંને પાંચસો દીનાર ને બીજાને પચાસ દીનાર. 42તેઓની પાસે તેને પાછું વાળી આપવાને માટે પૈસા ન હતા, તેથી તેણે બંનેનું દેવું માફ કર્યું. હવે તેઓમાંનો કોણ તેમને વધારે પ્રેમ કરશે?”

43સિમોને જવાબ આપ્યો, “મારા મત મુજબ જેને વધારે દેવું માફ થયું તે.” ઈસુએ કહ્યું “તેં સાચો ન્યાય કયોઁ છે.”

44પછી ઈસુએ પેલી સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? હું તારા ઘરે આવ્યો, ત્યારે તેં મારા પગને માટે મનેં પાણી ન આપ્યું, પણ તેણે મારા પગ પોતાનાં આંસુ વડે પલાળ્યા અને તેના વાળ વડે લૂંછયા. 45તેં મને ચુંબન કર્યું નહિ, પણ જયારે આ સ્ત્રીએ હું અહીં આવ્યો છું ત્યારથી મારા પગ ચૂમ્યા કરે છે. 46તે મારા માથા પર તેલ ચોળ્યું નહિ, પણ તેણે અત્તર મારા પગ પર રેડયું છે. 47તેથી હું તને કહું છું કે તેનાં પાપ ઘણાં છે તે તેને માફ કરવામાં આવ્યા છે; કેમકે તેણે, તેનો પુષ્કળ પ્રેમ પ્રગટ કયોઁ છે, પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે ઓછો પ્રેમ કરે છે.”

48જયારે ઈસુએ તેને કહ્યું, “તારાં પાપ માફ કરવામાં આવ્યા છે.”

49ત્યારે બીજા મહેમાનો માંહોમાંહે કહેવા લાગ્યા કે, “આ તે વળી કોણ છે કે, જે પાપ પણ માફ કરે છે?”

50ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]