Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 6 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ વિશ્રામવારના પ્રભુ

1એક વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા, અને તેમના શિષ્યો ઘઉંની કણસલાં તોડીને, હાથમાં મસળીને ખાવા લાગ્યા. 2કેટલાક ફરોશીઓએ કહ્યું, “વિશ્રામવારે જે નિયમની વિરુદ્ધ છે, તે તમે કેમ કરો છો?”

3ઈસુએ તેઓને જવાબ આપ્યો, “શું તમે કદી વાંચ્યું નથી? દાવિદ તથા તેના સાથીદારો ભૂખ્યાં હતા ત્યારે તેણે શું કર્યું હતું? 4તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પેલી રોટલી નિયમ પ્રમાણે જે માત્ર યાજક જ ખાઈ શકે તે લઇને ખાધી અને કેટલીક પોતાના સાથીદારોને પણ આપી.” 5પછી ઈસુએ તેઓને કહ્યું, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”

6બીજા એક વિશ્રામવારે તેમણે સભાસ્થાનમાં ગયા અને શિક્ષણ આપતાં હતા, ત્યાં એક માણસ હતો, જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહયાં હતા, તેથી તેઓ વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા માટે તેમના પર નજીકથી નજર રાખતા હતા. 8પણ ઈસુ તેઓ શું વિચારતા હતા તે જાણી ગયા અને પેલા સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, “ઉઠ ને બધાની સામે ઊભો રહે!” તેથી તે ઉઠીને ત્યાં ઊભો રહ્યો.

9પછી ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે; વિશ્રામવારે શું ઉચિત છે? સારું કરવું કે ભૂંડુ કરવું? જીવ બચાવવો કે તેનો નાશ કરવો?”

10ચારેબાજુ સર્વની સામે નજર કરીને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર!” તેણે તેમ કયું, અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો. 11પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો ક્રોધે ભરાયા અને એકબીજા સાથે ચચાઁ કરવા લાગ્યા કે ઈસુનું શું કરવું.

બાર પ્રેષિતો

12એક દિવસે ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત ગાળી. 13જયારે સવાર થઇ, ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કયાઁ, જેમને તેમણે પ્રેષિતો તરીકે નિયુકત કયાઁ.

14સિમોન (જેનું નામ તેમણે પિતર પાડયું) તેનો ભાઈ આન્દ્રિયા, યાકોબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી

15માથ્થી, થોમાસ, અલ્ફીનો દીકરો યાકોબ, સિમોન કે જે ઝેલોટીસ કહેવાય છે,

16યાકોબનો દીકરો યહૂદા, અને ઈસુને દગો દેનાર, યહૂદા ઇશ્કરિયોત.

આશિષ અને અફસોસ

17તેઓ તેમની સાથે નીચે આવ્યા, અને મેદાનમાં ઊભા રહયાં. તેમના શિષ્યોનું મોટું ટોળું ત્યાં હતું આખા યહૂદિયામાંથી, યરુશાલેમથી અને તૂરથી તથા સિદોનથી અસંખ્ય લોકો હતા, 18જેઓ તેમને સાંભળવા અને તેમના રોગથી સાજા થવા આવ્યા હતા. જેઓ અશુધ્ધ આત્માઓથી પિડાતા હતાં તેઓને સાજા કરવામાં આવ્યા. 19અને બધા લોકો તેમને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેમના માંથી સામર્થ્ય નીકળતું અને બધા સાજા થતાં.

20શિષ્યો તરફ જોઇને તેમણે કહ્યું;“દરિદ્રિઓ તમે આશીવાઁદિત છો,કેમકે ઈશ્વરનું રાજ્ય તમારું છે.

21હમણાંનાં ભુખ્યાઓ તમે આશીવાઁદિત છો,કેમકે તમે તૃપ્ત થશો.હમણાંનાં રુદન કરનારાઓ, તમે આશીવાઁદિત છો,કેમકે તમે હસશો.

22માણસના દીકરાને કારણે જયારે લોકો તમને ધિક્કારે,જયારે તેઓ તમને હડધૂત કરે અને તમારું અપમાન કરેઅને તમારું નામ ભૂંડુ માનીને બહિષ્કાર કરેત્યારે તમે આશીવાઁદિત છો.

23“એ દિવસે આનંદ કરો અને આનંદથી કૂદો, કેમકે આકાશમાં તમારો બદલો મોટો છે. તમારી પૂવઁજો અગાઉના પ્રબોધકો સાથે તેઓ એમ જ વર્ત્યા હતા.

24“પણ શ્રીમંતો, તમને અફસોસ છે!કારણ કે તમે તમારો દિલાસો પામી ચુકયા છો.

25હમણાંના ધરાયેલાઓ, તમને અફસોસ!કારણ કે તમે ભૂખ્યા થશો.હમણાંનાં હસનારાઓ, તમને અફસોસ!કારણ કે તમારે શોક કરશો અને રડશો.

26જયારે લોકો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ!કારણ કે તેઓના બાપદાદાઓ પણ જૂઠા પ્રબોધકોની સાથે એમ જ વત્યાઁ.

દુશ્મનો માટે પ્રેમ

27“પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. 28જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો. 29જો કોઈ તમારાં એક ગાલ પર તમાચો મારે તો તેની આગળ બીજો પણ ધરો. જો કોઈ તમારો કોટ લઈ લે તો તેને તમારું શટઁ પણ આપી દો. 30તમારી પાસે કોઈ કંઈ માગે તો તેને તે આપો, અને જો કોઇ તમારું લઈ જાય તો પાછું ન માંગ. 31જેવું તમે બીજાઓ પાસેથી ચાહો છો તેવું તેમને કરો.

32“જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો એમાં પ્રશંસાપાત્ર શું? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાં પર પ્રેમ રાખે છે. 33અને જેઓ તમારું ભલું કરે, તેઓનું તમે ભલું કરો, તો તેમાં શી નવાઈ? એવું પાપીઓ પણ કરે છે. 34જેઓ પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમને શું યશ છે? પાપીઓ પણ પાપીઓને પાસેથી પૂરેપૂરું પાછું લેવાની આશા રાખીને ઉછીનું આપે છે. 35તમારાં દુશ્મનો પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, અને તેઓને પાછું લેવાની આશા વગર ઉછીનું આપો, ત્યારે આકાશમાં તેનો મહાન બદલો તમને મળશે અને તમે પરાત્પરના બાળકો થશો. કેમકે અનુપકારી અને દુષ્ટો પ્રત્યે તે રહેમી છે. 36જેમ તમારા પિતા કરુણાળુ છે તેવાં તમે થાઓ.

બીજાઓનો ન્યાય

37“કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે. 38આપો ને, તમને અપાશે, સારું માપ, દાબેલું, હલાવેલું અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવી દેશે, જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.

39“તેમણે તેઓને આપણ દ્રષ્ટાંત કહ્યું: શું અંધ બીજા અંધને દોરી શકે? તો શું તેઓ બંને ખાડામાં પડશે નહિ? 40શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ દરેક સંપૂણઁ કેળવાયા પછી ગુરુ સમાન થશે.

41“શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? 42તમારી આંખોમાં જ ભારોટિયો રહેલો છે. તો તમે એમ કેવી રીતે કહી શકો કે, ‘ભાઈ તારી આંખમાંનું તણખલું મને કાઢવા દે,’ તમે ઢોંગી, પહેલાં તમારી આંખમાંનો ભારોટિયો દૂર કરો અને પછી તમારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાને તમને સારી પેઠે સૂઝશે.

ઝાડ અને તેના ફળ

43“સારાં વૃક્ષને ખરાબ ફળ આવતું નથી, તેમજ ખરાબ વૃક્ષને સારું ફળ આવતું નથી. 44દરેક વૃક્ષ તેના પોતાના ફળથી ઓળખાય છે. કાંટાના વૃક્ષમાંથી લોકો અંજીર વીણતા નથી કે ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી. 45સારો માણસ પોતાના સારા હૃદયનાં ભંડારમાંથી સારું કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાનાં દુષ્ટ હૃદયનાં ભંડારમાંથી ભૂડું કાઢે છે; કારણ કે હૃદયનાં ભરપૂરીપણામાંથી મોં બોલે છે.

ડાહ્યો અને મુખઁ બાંધનાર

46“તમે મને પ્રભુ, પ્રભુ કેમ કહો છો? અને હું જે કહું છું તે કરતાં નથી? 47જે કોઇ મારી પાસે આવે છે અને મારા વચનો સાંભળે છે અને પાળે છે, તેઓ કોના જેવા છે તે હું તમને બતાવીશ: 48તેઓ એક ઘર બાંધનાર માણસનાં જેવા છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાંખ્યો, જયારે રેલ આવી અને પાણીનાં મોજાં ઊછળીને ઘર સાથે અથડાયાં ત્યારે પણ તે હલાવી ન શકયાં, કેમકે તે સારી રીતે બાંધેલું હતું. 49જેઓ મારા વચનો સાંભળીને પાળતો નથી, તે એક માણસના જેવો છે કે, જેણે પાયો નાંખ્યાં વિના જમીન પર ઘર બાંધ્યું, જયારે રેલના પાણીનો સપાટો તે ઘરને લાગ્યો, ત્યારે તે પડી ગયું અને સંપૂણઁ નાશ થઇ ગયો.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]