Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 4 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus, full of the Holy Spirit, returned from the Jordan, led by the Spirit in the wilderness. ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દન પાછા ફર્યા અને આત્માથી પ્રેરાઇને અરણ્યમાં ગયા,
2 Forty days, tempted by the devil, eating nothing in those days; when they ended, he was hungry. જયાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું. આ દિવસો દરમિયાન તેમણે કંઈ જ ખાધું નહોતું, અને તે દિવસોને અંતે તેઓ ભૂખ્યા થયા.
3 The devil told him, "If you're the Son of God, tell this stone to become bread." શેતાને તેમને કહ્યું, “જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય.”
4 And Jesus answered him, "It is written, 'Man shall not live by bread alone.'" ઈસુએ જવાબ આપ્યો, “લખેલું છે કે: ‘માણસ કેવળ રોટલી ઉપર જ જીવતો નથી.’ ”
5 Then the devil led him up and showed him all the kingdoms of the world in an instant. શેતાન તેમને એક ઊંચે સ્થળે લઈ ગયો અને એક ક્ષણમાં જગતનાં સર્વ રાજ્યો તેમને બતાવ્યાં
6 He said to him, "I will give you all this authority and their glory, for it has been entrusted to me, and I give it to whomever I want. અને તેણે તેમને કહ્યું, “હું તમને સર્વ સત્તા તથા જાહોજલાલી તમને આપીશ, કેમકે આ સઘળું મને આપવામાં આવ્યું છે, અને હું ચાહું તેને તે આપી શકું છું.
7 If you, then, will worship me, it will all be yours." જો તમે મારી આરાધના કરો તો આ સર્વ તમારું થશે.”
8 And Jesus answered him, "It is written, 'You will worship your Father, and serve only him.'" ઈસુએ જવાબ આપ્યો, “લખેલું છે કે: તારે માત્ર પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કરવી અને એકલા તેમની જ સેવા કરવી.”
9 Then he led him to Jerusalem, stood him on the temple's highest point, and said, "If you're the Son of God, throw yourself down from here, પછી શેતાન તેમને યરુશાલેમનાં મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખીને કહ્યું, “જો તમે ઈશ્વરપુત્ર હોય તો અહીંથી પોતાને નીચે પાડો,
10 for it is written, 'He will command his angels concerning you, to guard you,' કારણ કે લખેલું છે: “ ‘તેઓ પોતાના દૂતોને તમારા સંબંઘી હુકમ કરશે; તમારું રક્ષણ કરવા;
11 and 'On their hands they will bear you up, so that you won't strike your foot against a stone.'" તેઓ પોતાના હાથ પર તમને ધરી લેશે; રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’ ”
12 And Jesus answered him, "It is said, 'You shall not put your Father to the test.'" ઈસુએ જવાબ આપ્યો, “એમ કહેલું છે કે: ઈશ્વર તારા પ્રભુનું પરીક્ષણ કરવું નહી.”
13 And when the devil had ended every temptation, he departed from him until an opportune time. જયારે શેતાન આ સવઁ પરીક્ષણો પૂરાં કર્યા પછી, તે તેમને કંઇક મુદત સુધી મુકી દીધા.
14 Jesus returned to Galilee in the Holy Spirit's power, and news of him spread through the whole region. ઈસુ પવિત્ર આત્માના પરાક્રમમાં ગાલીલ પાછા આવ્યા, અને તેમના વિશેનાં સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા.
15 And he taught in their synagogues, and everyone glorified him. તેઓ તેઓને સભાસ્થાનોમાં ઉપદેશ આપતાં હતા સર્વ લોકો તેમની પ્રશંસા કરતા હતા.
16 He came to Nazareth, where he was raised, and as usual entered the synagogue on the Sabbath, then stood to read. તેઓ નાઝરેથમાં ગયા જયાં તેઓ ઉછયાઁ હતાં, પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયા અને વાંચવા માટે ઊભા થયા.
17 He was handed the scroll of the prophet Isaiah, unrolled it, and found where it was written: યશાયા પ્રબોધકનું પુસ્તક તેમના હાથમાં આપવામાં આવ્યું. તે ઉઘાડીને તેમણે જયાં તે લખેલું છે તે જગ્યા શોધી:
18 "The Spirit of our Father is upon me, because he has anointed me to proclaim good news to the poor. He has sent me to proclaim freedom for the captives and recovery of sight to the blind, to set free those who are oppressed, “પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યા છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા, અંધજનોને દ્રષ્ટિ આપવાં, પિડિતોને મુક્ત કરવા
19 to proclaim the year of our Father's favor." પ્રભુની કૃપાનું વર્ષ પ્રગટ કરવા માટે.”
20 He rolled up the scroll, gave it back to the attendant, and sat down. Every eye in the synagogue was fixed on him. પછી તેમણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયા. સભાસ્થાનમાંના પ્રત્યેકની દ્રષ્ટિ તેમના તરફ મંડાઈ રહી હતી.
21 And he began to say to them, "Today this Scripture has been fulfilled in your hearing." તેઓ તેમને કહેવા લાગ્યા, “આ શાસ્ત્રવચનો આજે તમારા સાંભળતા પૂરાં થયા છે.”
22 All spoke well of him, amazed at the gracious words from his mouth, and said, "Isn't this Joseph's son?" સર્વ તેમની પ્રસંશા કરી અને કૃપાયુકત વચનો કે જે તેમના હોઠોથી નિકળ્યાં તેથી આશ્ચર્ય પામીને તેઓ પૂછવાં લાગ્યા, “શું આ યોસેફનો દીકરો નથી?”
23 He said to them, "Surely you'll quote this proverb to me: 'Doctor, heal yourself.' Do here in your hometown, too, what we heard happened in Capernaum." ઈસુએ તેઓને કહ્યું, “આ કહેવત તમે મને જરૂરથી કહેશો કે ‘વૈદ! પોતાને સાજો કર! અને તમે મને કહેશો કપરનાહૂમમાં તમે જે કયુઁ તે અમે સાંભળ્યું તે કામો અહીં તમારા વતનમાં કરો.’ ”
24 And he said, "Truly, I say to you, no prophet is acceptable in his hometown. હું તમને સાચે જ કહું છું કે, “કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી.
25 But truly I tell you, many widows lived in Israel in Elijah's days, when the sky was shut three years and six months and a great famine struck the whole land, એલિયાના સમયમાં ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી, જયારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશ બંધ હતું, અને આખા દેશમાં ભારે દુકાળ હતો;
26 and Elijah was sent to none of them but only to a widow in Zarephath of Sidon. તેમ છતાં એલિયાને તેઓમાંના કોઇને ત્યાં નહિ, પણ, સિદોનના સારફાથની એક વિધવાને ત્યાં મોકલવામાં આવ્યો હતો.
27 Many had leprosy in Israel in the days of the prophet Elisha, yet none was made clean except Naaman the Syrian." વળી એલીશા પ્રબોધકનાં સમયમાં ઇઝરાયેલમાં ઘણાં કોઢીયાઓ હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઇ શુઘ્ઘ થયો નહિ.”
28 When they heard these things, everyone in the synagogue was furious. આ સાંભળી સભાસ્થાનમાંના બધા લોકો ક્રોધે ભરાયા.
29 They got up, drove him out of town, and took him to the edge of the hill their town was built on, to throw him off the cliff. તેઓએ ઉઠીને, તેમને શહેર બહાર કાઢી મુકયાં, અને ઈસુને ટોળાએ જે પહાડ પર શહેર બાંધવામાં આવ્યું હતું તેની ટોચ પર તેઓ તેમને લઈ ગયા, જેથી તેમને ધક્કો મારીને નીચે પાડી નાખે.
30 But he walked through the crowd and went away. પણ તેઓ ટોળાની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 He went down to Capernaum, a town in Galilee, and taught them on the Sabbath, પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં પાછા ગયા, અને તેમણે વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો.
32 and they were astonished at his teaching, for his word possessed authority. તેઓ તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમકે તેમના વચનમાં અધિકાર હતો.
33 In the synagogue was a man with the spirit of an unclean demon; he cried out in a loud voice, સભાસ્થાનમાં અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેમને જોઈને મોટે ઘાંટે બૂમ પાડી,
34 Ha! What do you want with us, Jesus of Nazareth? Have you come to destroy us? I know who you are—God's Holy One. “ઓ નાઝરેથના ઈસુ! અહીંથી ચાલ્યા જાવ. તમારે અમારી પાસે શું જોઈએ છે? તમે અમારો નાશ કરવા આવ્યા છો? હું જાણું છું કે તમે કોણ છો; તમે ઈશ્વરના પવિત્ર છો!”
35 Jesus rebuked him: "Be silent and come out of him!" The demon threw him down before them all, came out, and did him no harm. ઈસુએ ધમકાવતાં કહ્યું, “ચૂપ રહે! તેનામાંથી બહાર નીકળી જા!” બધા લોકોની આગળ અશુધ્ધ આત્માએ પેલા માણસને જમીન પર પાડીને કંઈ પણ ઈજા કર્યા વિના તેનામાંથી બહાર નીકળી ગયો.
36 All were amazed and asked each other, "What word is this? With authority and power he orders unclean spirits, and they leave!" બધા લોકો આશ્ચર્યચકિત થઇ એકબીજાને પૂછવાં લાગ્યા, “આ શબ્દો શું છે કે! અધિકારથી અને પરાક્રમથી તેઓ અશુધ્ધ આત્માઓને હુકમ કરે છે અને તેઓ બહાર આવ્યા!”
37 And reports about him went out into every place in the surrounding region. અને તેમના વિશેનાં સમાચાર આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગયા.
38 And he arose and left the synagogue and entered Simon's house. Now Simon's mother-in-law was ill with a high fever, and they asked him to help her. સભાસ્થાનમાંથી નીકળીને ઈસુ સિમોનના ઘરે ગયા. હવે સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેઓએ ઈસુને તેને મદદ કરવા કહ્યું.
39 He stood over her and rebuked the fever; it left her, and she rose at once and began serving them. તેઓએ તેમની આગળ નમીને તાવને ધમકાવ્યો અને તાવ ઊતરી ગયો. તે તરત ઊભી થઈ અને તેમની સેવા કરવા લાગી.
40 As the sun set, all who had someone sick with various diseases brought them to him; laying his hands on each one, he healed them. સાંજ પડી, ત્યારે લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસોને ઈસુની પાસે લાવ્યાં, અને તેઓએ તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
41 Demons also came out of many, shouting, "You are the Son of God!" He silenced them, forbidding them to speak, since they knew he was the Christ. વળી, ઘણા લોકોમાંથી અશુધ્ધ આત્માઓ બૂમો પાડતા બહાર નિકળ્યાં, “તમે ઈશ્વરપુત્ર છો!” પરંતુ તેમણે તેઓને ધમકાવ્યાં અને બોલવાની મના કરી કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ મસીહ છે.
42 At daybreak he went out to a remote place. Crowds looked for him, came to him, and tried to keep him from leaving them. વહેલી સવારે ઈસુ એકાંત સ્થળે ગયા. લોકો તેમને શોધતા શોધતા તેઓ જયાં હતા ત્યાં આવ્યા. તેઓએ તેમને અટકાવવા માટે પ્રયત્ન કયોઁ.
43 But he told them, "I must announce the good news of our Father's kingdom to the other towns too—this is why I was sent." પણ તેમણે કહ્યું, “મારે અન્ય શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યનાં સુસમાચાર પ્રગટ કરવા જોઈએ, કારણ કે એટલા માટે જ મને મોકલવામાં આવ્યો છે.”
44 And he was preaching in the synagogues of Judea. અને તેમણે યહૂદિયાનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરવાનું ચાલુ રાખ્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]