Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 5 OGCB

Show OGCB only
Verse × ×
1 Once, as the crowd pressed around him to hear our Father's word, Jesus stood by Lake Gennesaret. એક વખત ઈસુ ગન્નેસરેતના સરોવર કાંઠે ઊભા હતા, લોકો તેમની આજુબાજુ ટોળા વળી ઈશ્વરનાં વચનો સાંભળતા હતા.
2 He saw two boats standing by the lake; the fishermen had left them and were washing their nets. માછીમારોએ બે હોડીઓને કિનારે લાંગરેલી તેમણે જોઈ, જેઓ પોતાની જાળો ધોતાં હતા.
3 Getting into one of the boats, Simon's, he asked him to move out a little from shore, then sat down and taught the crowds from the boat. તેમાંની એક હોડી સિમોનની હતી, તેઓ તેના પર ચઢયો. અને તેને હોડી થોડે દૂર હંકારવા કહ્યું અને તેમણે બેસીને લોકોને હોડીમાંથી શિક્ષણ આપ્યું.
4 When he stopped speaking, he told Simon, "Push out into deep water and lower your nets for a catch." તેમના બોલી રહ્યા પછી, તેમણે સિમોનને કહ્યું, “હવે ઊંડા પાણીમાં લઈ જાઓ અને પકડવા માટે જાળ નાંખો.”
5 Simon answered, "Master, we worked all night and caught nothing. But at your word, I'll let down the nets." સિમોને જવાબ આપ્યો, “માલીક! અમે આખી રાત ખૂબ જ મહેનત કરી અને કશું જ પકડાયું નથી, તોપણ, તમારાં કહેવાથી, હું જાળો નાંખીશ.”
6 Doing this, they caught so many fish their nets began tearing. જયારે તેઓએ એમ કયું, ત્યારે તેમાં એટલી બધી માછલીઓ ભરાઈ કે તેમની જાળો તૂટવા લાગી.
7 They signaled to partners in the other boat to come help; they came and filled both boats so that they began to sink. તેથી તેઓના સાથીઓ બીજી હોડીમાં હતાં તેઓને મદદ માટે ઇશારો કયોઁ અને તેઓ આવ્યા અને બંને હોડીઓ એટલી બધી ભરાઈ કે તેઓ ડુબવા લાગી.
8 Seeing this, Simon Peter fell at Jesus' knees and said, "Leave me, Lord, for I'm a sinful man!" જયારે સિમોન પિતરે આ જોયું, તે ઈસુના ઘુંટણે નમી પડયો અને બોલ્યો, “ઓ પ્રભુ, મારી પાસેથી દુર જાઓ, હું પાપી માણસ છું.”
9 For amazement gripped him and all with him at the catch of fish they had caught, માછલાંનો આટલો મોટો જથ્થો પકડયો તેથી પિતર અને તેના સાથીઓ અચરત થઈ ગયા.
10 and so were James and John, Zebedee's sons and Simon's partners. Jesus told Simon, "Don't be afraid; from now on you'll catch people." ઝબદીના દીકરા યાકોબ અને યોહાન સિમોનના ભાગીદારો હતા. ત્યારે ઈસુએ પિતરને કહ્યું “ગભરાઈશ નહિ! હવેથી તું લોકોને પકડનાર થશે.”
11 So they pulled their boats up on shore, left everything, and followed him. તેથી તેઓ તેઓની હોડીને ખેચીને કાંઠા પર મુકી, બધું મૂકીને તેમની પાછળ ગયા.
12 While Jesus was in one of the towns, a man covered with a serious skin disease appeared. Seeing Jesus, he fell facedown and begged, "Lord, if you're willing, you can make me clean." જયારે ઈસુએ એક શહેરમાં હતાં, ત્યારે રકતપિતથી ઢંકાયેલો એક માણસ આવ્યો. જયારે તેણે ઈસુને જોયા, ત્યારે તેણે જમીન પર ઊંધે મોં પડીને તેમને વિનંતી કરી, “પ્રભુ! જો તમે ચાહો તો તમે મને શુધ્ધ કરી શકો છો.”
13 Jesus reached out his hand, touched him: "I am willing. Be clean." At once the skin disease left him. ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુધ્ધ થા!” અને તરત જ તેનો રકતપિત જતો રહ્યો.
14 Jesus ordered him to tell no one, "but go, show yourself to the priest and offer what Moses commanded for your cleansing, as proof to the people." પછી ઈસુએ તેને હુકમ કયોઁ, “જો જો આ વાત કોઈને ન કહેતો, પણ જઈને, તારી જાતને યાજકને બતાવ અને તેઓને સાક્ષી તરીકે શુધ્ધિકરણ માટે મોશેએ આજ્ઞા આપી હતી તે બલિદાનો ચઢાવ.”
15 But word about him spread even more; large crowds gathered to hear him and be healed of their sicknesses. છતાં પણ તેમના સંબંધીના સમાચાર વધારે ફેલાઈ ગયા, તેથી લોકોનાં ટોળેટોળાં તેમને સાંભળવા તથા રોગથી સાજા થવા આવ્યા.
16 But Jesus often withdrew to deserted places and prayed. પરંતુ તે એકાંત સ્થળો પર જઈને પ્રાર્થના કરતા.
17 One day as he taught, Pharisees and teachers of the law sat, having come from every village of Galilee, and from Judea and Jerusalem. And our Father's power was there for him to heal the sick. એક દિવસ ઈસુ શિક્ષણ આપતાં હતા, અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો બેઠાં હતા. તેઓ ગાલીલના દરેક ગામમાંથી અને યહૂદિયા અને યરુશાલેમથી આવ્યા હતા. અને માંદાઓને સાજા કરવા સારું પ્રભુનું પરાક્રમ ઈસુ સાથે હતું.
18 Just then, men came carrying a paralyzed man on a mat, trying to bring him in and lay him before Jesus. કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં લાવ્યાં. ઘરમાં લઇ જઈને ઈસુની આગળ તેને મૂકવાનો પ્રયત્ન કયોઁ.
19 Finding no way through the crowd to bring him in, they went up on the roof and lowered him on his mat through the tiles, into the middle, right before Jesus. જયારે ટોળાને લીધે તેઓ તેમ કરવા માટે તેઓને કોઇ રસ્તો સૂઝયો નહિ ત્યારે તેઓ છાપરા પર ગયા અને ઈસુની સામે ભીડની વચ્યે તેને પથારીથી નીચે ઉતાયોઁ.
20 When Jesus saw their faith, he said, "Friend, your sins are forgiven you." જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો ત્યારે તેમણે કહ્યું, “મિત્ર! તારાં પાપ તને માફ થયાં છે.”
21 The scribes and Pharisees began debating, "Who is this man insulting God? Who but God alone can forgive sins?" ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ માંહોમાંહે વિચારવા લાગ્યા, “આ માણસ કોણ છે જે ઈશ્વર નિંદા કરે છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?”
22 Knowing what they were thinking, Jesus answered them, "Why are you reasoning in your hearts? ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું, “એવા વિચારો મનમાં શા માટે કરો છો?
23 Which is easier: to say, 'Your sins are forgiven you,' or to say, 'Get up and walk'? ‘તારાં પાપ તને માફ થયાં છે’ કે ‘ઉઠ અને ચાલ’ એમ કહેવું, આ બેમાંથી શું સહેલું છે?
24 But so you'll know the Son of Man has authority on earth to forgive sins"—he told the paralyzed man—"I tell you, get up, pick up your mat, and go home." પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા.
25 At once he stood before them, picked up his mat, went home glorifying our Father. તરત તે તેઓની આગળ ઊભો થયો, ને જેના પર તે સુતો હતો તે ઊંચકીને, ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો.
26 Amazement seized them all; they glorified our Father, filled with awe, saying, "We saw remarkable things today." દરેક આશ્વયઁ પામ્યાં અને ઈશ્વરની સ્તુતિ કરી, તેઓ ભયભીત થઇને કહ્યું આજે આપણે અદભુત બાબતો જોઈ છે.”
27 After this, Jesus went out and saw a tax collector named Levi sitting at the tax booth. "Follow me," he said. આ પછી, ઈસુ બહાર ગયા, અને તેમણે એક જકાતદારને જોયો, તે જકાતનાકા પર બેઠેલો હતો, તેનું નામ લેવી હતું. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ!”
28 So Levi got up, left everything behind, and followed him. અને લેવી ઉઠયો, બધું મૂકીને તેમની પાછળ ગયો.
29 Then Levi hosted a great banquet for Jesus at his house, and a large crowd of tax collectors and others reclined with them. પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માટે ભોજન સમારંભ રાખ્યો, અને કર ઉઘરાવનારાઓનું મોટું ટોળું અને બીજા અન્ય તેઓની સાથે જમતા હતા.
30 But the Pharisees and their scribes grumbled to his disciples, "Why do you eat and drink with tax collectors and sinners?" પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કે જેઓ તેમના સંપ્રદાયના હતા તેમના શિષ્યોને ફરીયાદ કરી કે, “તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓની સાથે ખાઓ છો અને પીઓ છો?”
31 Jesus answered them, "It is not the healthy who need a doctor, but the sick. ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી, પણ માંદાને છે;
32 I have not come to call the righteous, but sinners to repentance." હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવવા માટે બોલાવવા આવ્યો છું.”
33 They said to him, "John's disciples fast often and pray, likewise the Pharisees' disciples, but yours eat and drink." તેઓએ તેમને કહ્યું, “યોહાનનાં શિષ્યો વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે. ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે પણ તમારા તો ખાયા ને પીયા કરે છે.”
34 Jesus said, "Can you make the bridegroom's friends fast while he is with them? ઈસુએ જવાબ આપ્યો, “શું વર મિત્રોની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે ઉપવાસ કરાવી શકો?
35 But days will come when the bridegroom is taken from them, and then, in those days, they will fast." પણ એવો વખત આવશે કે, જયારે વરરાજાને તેઓની પાસેથી લઇ લેવામાં આવશે એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.”
36 He told them a parable too: "No one tears a patch from a new garment and sews it on an old one. Otherwise, he tears the new, and the new patch won't match the old. તેમણે તેઓને આ દ્રષ્ટાંત આપ્યું, “કોઈ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને જૂના વસ્ત્ર પર થીંગડું મારતું નથી. જો દે તો તે નવું વસ્ત્ર ફાડશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે.
37 No one puts new wine into old wineskins; otherwise the new wine will burst the skins, spill out, and the skins will be ruined. અને કોઈ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતો નથી, નહિ તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાંખશે, દ્રાક્ષારસ ઢળી જશે અને મશકો નાશ પામશે;
38 No, new wine must be poured into new wineskins. ના, નવો દ્રાક્ષારસ નવી મશકોમાં જ ભરાય.
39 And no one after drinking old wine wants the new, for he says, 'The old is good.'" અને કોઇ જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ પીવાં માંગશે નહિ. ‘કેમકે તેઓ કહેશે કે જૂનો સારો છે.’ ”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]