Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 4 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુનું અરણ્યમાં પરીક્ષણ થાય છે

1ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દન પાછા ફર્યા અને આત્માથી પ્રેરાઇને અરણ્યમાં ગયા, 2જયાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું. આ દિવસો દરમિયાન તેમણે કંઈ જ ખાધું નહોતું, અને તે દિવસોને અંતે તેઓ ભૂખ્યા થયા.

3શેતાને તેમને કહ્યું, “જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય.”

4ઈસુએ જવાબ આપ્યો, “લખેલું છે કે: ‘માણસ કેવળ રોટલી ઉપર જ જીવતો નથી.’ ”

5શેતાન તેમને એક ઊંચે સ્થળે લઈ ગયો અને એક ક્ષણમાં જગતનાં સર્વ રાજ્યો તેમને બતાવ્યાં 6અને તેણે તેમને કહ્યું, “હું તમને સર્વ સત્તા તથા જાહોજલાલી તમને આપીશ, કેમકે આ સઘળું મને આપવામાં આવ્યું છે, અને હું ચાહું તેને તે આપી શકું છું. 7જો તમે મારી આરાધના કરો તો આ સર્વ તમારું થશે.”

8ઈસુએ જવાબ આપ્યો, “લખેલું છે કે: તારે માત્ર પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કરવી અને એકલા તેમની જ સેવા કરવી.”

9પછી શેતાન તેમને યરુશાલેમનાં મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખીને કહ્યું, “જો તમે ઈશ્વરપુત્ર હોય તો અહીંથી પોતાને નીચે પાડો, 10કારણ કે લખેલું છે:“ ‘તેઓ પોતાના દૂતોને તમારા સંબંઘી હુકમ કરશે;તમારું રક્ષણ કરવા;

11તેઓ પોતાના હાથ પર તમને ધરી લેશે;રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’ ”

12ઈસુએ જવાબ આપ્યો, “એમ કહેલું છે કે: ઈશ્વર તારા પ્રભુનું પરીક્ષણ કરવું નહી.”

13જયારે શેતાન આ સવઁ પરીક્ષણો પૂરાં કર્યા પછી, તે તેમને કંઇક મુદત સુધી મુકી દીધા.

નાઝરેથમાં ઈસુનો નકાર

14ઈસુ પવિત્ર આત્માના પરાક્રમમાં ગાલીલ પાછા આવ્યા, અને તેમના વિશેનાં સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા. 15તેઓ તેઓને સભાસ્થાનોમાં ઉપદેશ આપતાં હતા સર્વ લોકો તેમની પ્રશંસા કરતા હતા.

16તેઓ નાઝરેથમાં ગયા જયાં તેઓ ઉછયાઁ હતાં, પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયા અને વાંચવા માટે ઊભા થયા. 17યશાયા પ્રબોધકનું પુસ્તક તેમના હાથમાં આપવામાં આવ્યું. તે ઉઘાડીને તેમણે જયાં તે લખેલું છે તે જગ્યા શોધી:

18“પ્રભુનો આત્મા મારા પર છે,કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટેતેમણે મારો અભિષેક કર્યા છે.તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,અંધજનોને દ્રષ્ટિ આપવાં,પિડિતોને મુક્ત કરવા

19પ્રભુની કૃપાનું વર્ષ પ્રગટ કરવા માટે.”

20પછી તેમણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયા. સભાસ્થાનમાંના પ્રત્યેકની દ્રષ્ટિ તેમના તરફ મંડાઈ રહી હતી. 21તેઓ તેમને કહેવા લાગ્યા, “આ શાસ્ત્રવચનો આજે તમારા સાંભળતા પૂરાં થયા છે.”

22સર્વ તેમની પ્રસંશા કરી અને કૃપાયુકત વચનો કે જે તેમના હોઠોથી નિકળ્યાં તેથી આશ્ચર્ય પામીને તેઓ પૂછવાં લાગ્યા, “શું આ યોસેફનો દીકરો નથી?”

23ઈસુએ તેઓને કહ્યું, “આ કહેવત તમે મને જરૂરથી કહેશો કે ‘વૈદ! પોતાને સાજો કર! અને તમે મને કહેશો કપરનાહૂમમાં તમે જે કયુઁ તે અમે સાંભળ્યું તે કામો અહીં તમારા વતનમાં કરો.’ ”

24હું તમને સાચે જ કહું છું કે, “કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. 25એલિયાના સમયમાં ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી, જયારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશ બંધ હતું, અને આખા દેશમાં ભારે દુકાળ હતો; 26તેમ છતાં એલિયાને તેઓમાંના કોઇને ત્યાં નહિ, પણ, સિદોનના સારફાથની એક વિધવાને ત્યાં મોકલવામાં આવ્યો હતો. 27વળી એલીશા પ્રબોધકનાં સમયમાં ઇઝરાયેલમાં ઘણાં કોઢીયાઓ હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઇ શુઘ્ઘ થયો નહિ.”

28આ સાંભળી સભાસ્થાનમાંના બધા લોકો ક્રોધે ભરાયા. 29તેઓએ ઉઠીને, તેમને શહેર બહાર કાઢી મુકયાં, અને ઈસુને ટોળાએ જે પહાડ પર શહેર બાંધવામાં આવ્યું હતું તેની ટોચ પર તેઓ તેમને લઈ ગયા, જેથી તેમને ધક્કો મારીને નીચે પાડી નાખે. 30પણ તેઓ ટોળાની વચમાં થઈને ચાલ્યા ગયા.

ઈસુ અશુધ્ધ આત્મા કાઢે છે

31પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં પાછા ગયા, અને તેમણે વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો. 32તેઓ તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમકે તેમના વચનમાં અધિકાર હતો.

33સભાસ્થાનમાં અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેમને જોઈને મોટે ઘાંટે બૂમ પાડી, 34“ઓ નાઝરેથના ઈસુ! અહીંથી ચાલ્યા જાવ. તમારે અમારી પાસે શું જોઈએ છે? તમે અમારો નાશ કરવા આવ્યા છો? હું જાણું છું કે તમે કોણ છો; તમે ઈશ્વરના પવિત્ર છો!”

35ઈસુએ ધમકાવતાં કહ્યું, “ચૂપ રહે! તેનામાંથી બહાર નીકળી જા!” બધા લોકોની આગળ અશુધ્ધ આત્માએ પેલા માણસને જમીન પર પાડીને કંઈ પણ ઈજા કર્યા વિના તેનામાંથી બહાર નીકળી ગયો.

36બધા લોકો આશ્ચર્યચકિત થઇ એકબીજાને પૂછવાં લાગ્યા, “આ શબ્દો શું છે કે! અધિકારથી અને પરાક્રમથી તેઓ અશુધ્ધ આત્માઓને હુકમ કરે છે અને તેઓ બહાર આવ્યા!” 37અને તેમના વિશેનાં સમાચાર આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગયા.

ઈસુ ઘણાંને સાજા કરે છે

38સભાસ્થાનમાંથી નીકળીને ઈસુ સિમોનના ઘરે ગયા. હવે સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેઓએ ઈસુને તેને મદદ કરવા કહ્યું. 39તેઓએ તેમની આગળ નમીને તાવને ધમકાવ્યો અને તાવ ઊતરી ગયો. તે તરત ઊભી થઈ અને તેમની સેવા કરવા લાગી.

40સાંજ પડી, ત્યારે લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસોને ઈસુની પાસે લાવ્યાં, અને તેઓએ તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41વળી, ઘણા લોકોમાંથી અશુધ્ધ આત્માઓ બૂમો પાડતા બહાર નિકળ્યાં, “તમે ઈશ્વરપુત્ર છો!” પરંતુ તેમણે તેઓને ધમકાવ્યાં અને બોલવાની મના કરી કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ મસીહ છે.

42વહેલી સવારે ઈસુ એકાંત સ્થળે ગયા. લોકો તેમને શોધતા શોધતા તેઓ જયાં હતા ત્યાં આવ્યા. તેઓએ તેમને અટકાવવા માટે પ્રયત્ન કયોઁ. 43પણ તેમણે કહ્યું, “મારે અન્ય શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યનાં સુસમાચાર પ્રગટ કરવા જોઈએ, કારણ કે એટલા માટે જ મને મોકલવામાં આવ્યો છે.” 44અને તેમણે યહૂદિયાનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરવાનું ચાલુ રાખ્યું.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]