Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 12 OGCB

Show OGCB only
Verse × ×
1 Six days before Passover, Jesus came to Bethany, where Lazarus, whom Jesus raised from death, lived. પાસ્ખાપર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયામાં આવ્યા, જયાં લાઝરસ રહેતો હતો જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યા હતો.
2 There they gave him a dinner; Martha served, and Lazarus was one of those at the table with him. અહીં ઈસુના માનમાં ભોજન આપવામાં આવ્યું હતું. માર્થા સરભરા કરતી હતી, જયારે લાઝરસ તેમની સાથે જમવા બેઠો હતો.
3 Mary took about a pint of pure nard perfume, expensive, and anointed Jesus' feet, then wiped his feet with her hair. The house filled with the fragrance of the perfume. તે સમયે મરિયમે આશરે અડધો કિલો અતિમૂલ્યવાન અત્તર લાવીને ઈસુના પગ પર રેડયું, અને પોતાના વાળથી તેમના પગ લૂંછયા, અને આખું ઘર અત્તરની સુગંધથી મહેકી ઉઠયુ.
4 But Judas Iscariot, one of his disciples, the one who was about to betray him, said, પરંતુ તેમનો એક શિષ્ય યહૂદા ઈશ્કારિએત, જે તેમને પછીથી પરસ્વાધીન કરાવવાનો હતો, તેણે વાંધો ઉઠાવ્યો,
5 "Why was this perfume not sold for about a year's wages and given to the poor?" “આ અત્તર વેચીને તેના પૈસા ગરીબોને કેમ આપવામાં ન આવ્યા? તે એક વરસના પગાર જેટલું હતું.”
6 He said this not because he cared about the poor, but because he was a thief who kept the money box, taking what was put in it. તેને ગરીબોની ચિંત્તા હતી માટે એમ કહ્યું ન હતું. પણ તે ચોર હતો; અને પૈસાની થેલી રાખતો હતો, અને તેમાં જે નાંખવામાં આવતું તેમાંથી તે પોતાને માટે વાપરતો હતો.
7 So Jesus said, "Leave her alone. She has kept this for the day of my burial. ઈસુએ જવાબ, “એને એકલી રહેવા દો. તેણે મારા દફન કરવાના દિવસને સારું એ અત્તર રાખવું જોઈતું હતું.
8 You will always have the poor among you, but you will not always have me." ગરીબો હંમેશાં તમારી સાથે છે. પણ હું હંમેશા તમારી સાથે નથી.”
9 A large crowd of Jews learned Jesus was there and came, not only for him but to see Lazarus, whom he had raised from the dead. તે દરમિયાન યહૂદીયામાંના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ ત્યાં આવ્યા છે ત્યારે તેઓ ફકત તેમને નહિ, પણ મરણમાંથી સજીવન થયેલ લાઝરસને જોવા આવ્યા.
10 So the chief priests planned to kill Lazarus as well, ત્યારે મુખ્ય યાજકોએ લાઝરસને મારી નાખવાની યોજના કરી,
11 because on account of him many of the Jews were going over and believing in Jesus. કેમકે તેને લીધે ઘણાં યહૂદીઓ ઈસુ પાસે ચાલ્યા ગયા; અને તેમનાં પર વિશ્વાસ કયોઁ.
12 The next day, the large crowd that came for the feast heard Jesus was coming to Jerusalem. બીજે દિવસે પવઁમા આવેલા ટોળાએ સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવી રહ્યા છે.
13 They took palm branches and went out to meet him, shouting, "Hosanna! Blessed is he who comes in the name of our Father—the King of Israel!" તેઓએ ખજૂરીની ડાળીઓ લઈને તેમને મળવા બહાર ગયા, અને બૂમ પાડી, “હોસાન્ના!” “પ્રભુને નામે જે આવે છે તેમને ધન્ય હો!” “ઇઝરાયેલના રાજા સ્તુત્ય હો!”
14 Jesus found a young donkey and rode on it, just as it is written: ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તેઓ બેઠાં, જેમ લખેલું છે તેમ:
15 "Do not be afraid, daughter of Zion; look, your king is coming, seated on a donkey's colt." “સિયોનની દિકરી બીશ નહિ, જુઓ, ગધેડાના ખોલકા પર સવારી કરીને, તમારો રાજા આવે છે.”
16 His disciples didn't understand these things at first; but when Jesus was glorified, they remembered these things were written about him, and that they had done these things to him. પહેલાં તો તેમના શિષ્યો આ બધું સમજયા નહિ, ઈસુ મહિમાવાન થયા પછી જ તેઓને સમજાયું કે આ બાબતો તેમના વિશે લખવામાં આવી છે અને આ બાબતો તેમના માટે કરવામાં આવી રહી છે.
17 The crowd that was with him when he called Lazarus from the tomb and raised him from the dead kept testifying. હવે જે ટોળું તેમની સાથે હતું જયારે તેમણે લાઝરસને કબરમાંથી બોલાવ્યો અને મરણમાંથી સજીવન કર્યાં તેઓએ સાક્ષી ફેલાવવાનું ચાલુ રાખ્યું.
18 The crowd went to meet him because they heard he had done this sign. કારણ કે ઘણાં લોકોએ સાંભળ્યું હતું કે તેમણે ઘણાં ચમત્કાર કયાઁ હતા તેથી તેમને મળવા બહાર ગયા.
19 So the Pharisees said to each other, "See, you're accomplishing nothing—the whole world has gone after him." તે માટે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આપણું કાંઈ વળતું નથી. જુઓ, આખું જગત કેવું તેની પાછળ ગયું છે!”
20 Now there were some Greeks among those who went up to worship at the feast. હવે પર્વમાં જેઓ ભજન કરવા આવ્યા હતાં તેઓમાં કેટલાક ગ્રીક લોકો હતા.
21 These came to Philip, from Bethsaida in Galilee, and asked him, "Sir, we want to see Jesus." તેઓ ફિલિપ પાસે આવ્યા જે ગાલીલના બેથસૈદાનો હતો, તેને વિનંતી કરી. “સાહેબ! તેઓએ કહ્યું અમે ઈસુને જોવા ચાહીએ છીએ.”
22 Philip went and told Andrew; then Andrew and Philip went and told Jesus. ફિલિપ આન્દ્રિયાને કહેવા ગયો; આંદ્રિયા અને ફિલિપે વારા ફરથી ઈસુને કહ્યું.
23 Jesus replied to them, "The hour has come for the Son of Man to be glorified. ઈસુએ જવાબ આપ્યો, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.
24 Truly, truly, I tell you, unless a wheat grain falls to the ground and dies, it stays alone; but if it dies, it bears much fruit. હું સાચે જ કહું છું, જયાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તે એકલું જ બી રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં બી ઉપજે છે.
25 Whoever loves his life loses it; whoever hates his life in this world keeps it for eternal life. જે કોઇ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તને ગુમાવે છે, વળી જે કોઇ આ જગતમાં પોતના જીવ નો દ્ગે્ષ કરે છે તે તેને અનંતજીવન માટે રાખશે.
26 Whoever serves me must follow me, so my servant will be where I am. Whoever serves me, my Father will honor him." જે કોઈ મારી સેવા કરતો હોય તો મારી પાછળ ચાલે; અને હું જયાં છું, ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે તેને મારા પિતા માન આપશે.
27 "Now my soul is troubled. What should I say—'Father, save me from this hour'? But this is why I came to this hour. Father, glorify your name." “હવે મારો જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. અને હું શું કહું? ‘હે પિતા, મને આ સમયથી બચાવો?’ ના, એ જ કારણને લીધે તો હું આ સમય સુધી આવ્યો છું.
28 Then a voice came from heaven: "I have glorified it, and I will glorify it again." હે પિતા, તમારાં નામનો મહિમા થાવ.” ત્યારે સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો, “મેં તેને મહિમા આપ્યો છે, અને ફરીથી તેને મહિમા આપીશ.”
29 The crowd standing there heard it and said it thundered; others said an angel spoke to him. જે ટોળું ત્યાં હતું તેઓએ એ સાંભળ્યું ને કહ્યું, “ગર્જના થઈ!” પણ બીજાઓએ કહ્યું, “કે દૂતે તેમની સાથે વાત કરી.”
30 Jesus said, "This voice came for your sake, not mine. ઈસુએ કહ્યું, “એ વાણી તમારે માટે હતી, મારા માટે નહિ.
31 Now is the judgment of this world; now the ruler of this world will be cast out. હવે આ જગત પર ન્યાયનો સમય આવી ચૂકયો છે. હવે આ જગતના રાજાને કાઢી નાંખવામાં આવશે.
32 And I, when I am lifted up from the earth, will draw all people to myself." અને મને, જયારે પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધાં લોકોને મારી તરફ ખેંચીશ.”
33 He said this to show by what kind of death he was going to die. પોતે કેવી રીતે મરણ પામવાનાં છે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું.
34 The crowd replied, "We've heard from the Law that the Christ stays forever. How can you say the Son of Man must be lifted up? Who is this Son of Man?" ટોળું બોલી ઉઠયું, “મસીહ સદા રહેશે, એવું અમે શાસ્ત્રમાંથી સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એવુ તમે કેમ કહો છો? આ માણસનો દીકરો કોણ છે?”
35 So Jesus said, "The light is with you a little while longer. Walk while you have light, so darkness doesn't overtake you. Whoever walks in darkness doesn't know where he's going. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હવે થોડીવાર સુધી તમારી પાસે પ્રકાશ હશે. જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. જે કોઇ અંધકારમાં ચાલે છે તેઓ કયાં જાય છે તે જાણતાં નથી.
36 While you have light, believe in the light, so you become children of light." Having said this, Jesus left and hid from them. જયાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં વિશ્વાસ કરો, જેથી તમે પ્રકાશનાં બાળકો થાઓ.” આ વાતો કહી રહ્યા પછી ઈસુ ચાલ્યા ગયા અને તેઓનાથી પોતે સંતાઈ રહ્યા.
37 Though he had performed so many signs in their presence, they still would not believe in him, તેઓની હાજરીમાં ઈસુએ ઘણાં બધા ચમત્કારો કર્યા પછી, છતાં તેઓએ તેના પર વિશ્વાસ કયોઁ નહિ.
38 so that the word of Isaiah the prophet would be fulfilled, which he spoke: "Father, who has believed our message? And to whom has the arm of our Father been revealed?" યશાયા પ્રબોધકનુંં વચન પુરું કરવા માટે હતું: “પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે. અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ થયેલો છે?”
39 This is why they could not believe, for Isaiah said again: માટે આ કારણથી તેઓ વિશ્વાસ કરી શક્યાં નહિ, વળી યશાયાએ કહ્યું હતું:
40 "He has blinded their eyes and hardened their heart, so that they would not see with their eyes, nor understand with their heart, nor turn—and I would heal them." “તેમણે તેમની આંખો આંધળી કરી દિધી છે અને તેઓનાં હૃદય કઠણ કર્યા છે, જેથી તેઓ તેમની આંખોથી જોઈ શકે નહિ, અથવા તેમના હૃદય સમજી શકે નહિ, પાછા ફરે નહિ, અને હું તેમને સાજા કરું.”
41 Isaiah said these things because he saw Jesus' glory and spoke about him. યશાયાએ આ કહ્યું કારણ કે તેણે ઈસુનો મહિમા જોયો અને તેમના વિશે બોલ્યો.
42 Still, many even of the rulers believed in him, but they didn't admit it because of the Pharisees, so they wouldn't be expelled from the synagogue, તોપણ તે જ સમયે આગેવાનોમાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ. પણ ફરોશીઓ તેમને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકે એ બીકથી તેઓએ જાહેરમાં તેમનો વિશ્વાસ જાહેર ન ક્યોઁ;
43 for they loved the glory that comes from people more than the glory that comes from our Father. તેઓ ઈશ્વર તરફથી મળતી પ્રશંસા કરતાં માણસો તરફથી મળતી પ્રશંસાને વિશેષ ચાહતા હતા.
44 Jesus cried out, "Whoever believes in me does not believe in me only, but in the one who sent me. ત્યારે ઈસુએ મોટાં અવાજે કહ્યું, “જે કોઇ મારા પર વિશ્વાસ કરે છે, તે ફકત મારા પર જ વિશ્વાસ કરતા નથી. પણ જેણે મને મોકલ્યો છે તેના પર પણ.
45 And whoever sees me sees the one who sent me. જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેને જુએ છે.
46 I came into the world as light, so no one who believes in me stays in the darkness. હું જગતમાં પ્રકાશ તરીકે આવ્યો છું, જેથી જે કોઇ મારા પર વિશ્વાસ કરે છે તે અંધકારમાં ન રહે.
47 If anyone hears my words and doesn't keep them, I don't judge him—I didn't come to judge the world, but to save the world. “જો કોઇ મારાંં વચન સાંભળ્યા છતાં પણ તેમને પાડતા નથી, તો હું એ વ્યક્તિનો ન્યાય કરતો નથી, કેમકે હું જગતનો ન્યાય કરવા નહિ, પણ જગતનો ઉધ્ધાર કરવા માટે આવ્યો છું.
48 Whoever rejects me and doesn't accept my words already has a judge: my spoken word will judge him on the last day. જે મારો ઇનકાર કરે છે અને મારા વચનો સ્વીકારતો નથી; તેનો ન્યાય કરનાર એક છે, જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તેમનો ન્યાય કરશે.
49 I have not spoken on my own; but the Father who sent me himself commanded me what to say and how to speak. કેમકે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી, પણ પિતાએ મને જે આજ્ઞા આપી છે, તે જ મેં તમને કહી છે.
50 I know his commandment is eternal life, so I say only what the Father told me to say." હું જાણું છું કે તેમની આજ્ઞા અનંતજીવન તરફ દોરી લઈ જાય છે, તેથી જે કંઇ હું બોલું છું તે જ પિતાએ મને બોલવાનું કહ્યું છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]