Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 11 OGCB

Show OGCB only
Verse × ×
1 A man named Lazarus was sick, from Bethany, the village of Mary and her sister Martha. હવે લાઝરસ નામનો એક માણસ બિમાર હતો. તે મરિયમ અને તેની બહેન માર્થાનાં ગામ બેથાનિયા નો હતો.
2 Mary—whose brother Lazarus was sick—anointed the Lord with fragrant oil and dried his feet with her hair. આ એ જ મરિયમ હતી, જેણે પ્રભુના પગ પર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂંછયા હતા. હવે તેનો ભાઈ લાઝરસ માંદો પડયો.
3 So the sisters sent word to him, saying, "Lord, the one you love is sick." તેથી બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, “પ્રભુ, જેને તમે પ્રેમ કરો છો તે માંદો છે.”
4 Hearing this, Jesus said, "This sickness won't end in death, but is for the glory of our Father, so the Son of our Father may be glorified through it." જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, “મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય.”
5 Now Jesus loved Martha and her sister and Lazarus. હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા.
6 So when he heard Lazarus was sick, he stayed two more days where he was. તેથી જયારે ઈસુએ સાંભળ્યું કે લાઝરસ બિમાર છે ત્યારે તે જયાં હતા ત્યાં બે દિવસ વધારે રહ્યા.
7 Then after this he said to the disciples, "Let us go back to Judea." અને ત્યાર પછી તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પાછા યહૂદિયા જઈએ.”
8 The disciples said to him, "Rabbi, the Jews just now tried to stone you, and you're going back there?" તેઓએ કહ્યું, પણ “રાબ્બી, હજી થોડા સમય પહેલાં જ યહૂદીઓએ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા, અને તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?”
9 Jesus answered, "Aren't there twelve hours in the day? Anyone who walks by day won't stumble - he sees the light of this world. ઈસુએ જવાબ આપ્યો, “દિવસનાં બાર કલાક અજવાળું નથી હોતું? જે કોઇ દિવસે ચાલશે તે ઠોકર ખાશે નહિ, કેમકે તેઓ આ જગતનો પ્રકાશ જુએ છે.
10 But if anyone walks at night, he stumbles, because the light is not in him." જયારે વ્યકિત રાત્રે ચાલે છે તે ઠોકર ખાય છે, કેમકે તેનાંમાં પ્રકાશ નથી.”
11 After this, he told them, "Our friend Lazarus has fallen asleep, but I'm going to wake him." તેમણે આ કહયાં પછી, તેઓ તેઓને કહેવા લાગ્યા કે “આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે. પણ હું તેને જગાડવા જાઉ છું.”
12 So the disciples said to him, "Lord, if he has fallen asleep, he will get better." તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “પ્રભુ જો તે ઉંઘી ગયો હોય તો તે સાજો થશે”
13 Now Jesus had been speaking about his death, but they thought he meant natural sleep. ઈસુ તો તેના મરણ વિશે કહેતા હતા, પણ તેમના શિષ્યોને લાગ્યું કે તેઓ સામાન્ય ઉંઘ વિશે કહે છે.
14 So then Jesus told them plainly, "Lazarus has died, તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, “લાઝરસ મરણ પામ્યો છે.
15 I'm glad for your sake I wasn't there, so you'll believe. But let's go to him." અને હું ત્યાં ન હતો એ માટે હું હષઁ પામું છું, એ માટે કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો, આપણે તેની પાસે જઈએ.”
16 So Thomas, called the Twin, told the other disciples, "Let's go too, and die with him." થોમા જે દીદીમસ કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પણ જઈએ, અને તેમની સાથે મરી જઈએ.”
17 So when Jesus arrived, he found that Lazarus had already been in the tomb four days. ઈસુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે લાઝરસને કબરમાં મૂક્યાંને ચાર દિવસ થઈ ગયા છે.
18 Bethany was near Jerusalem, about two miles away, હવે બેથાનિયા યરુશાલેમથી ત્રણ કિલોમીટર દૂર હતું.
19 and many of the Jews had come to Martha and Mary to console them about their brother. અને ઘણાં યહૂદીઓ લાઝરસ ગુમાવવાને લિધે, માર્થા અને મરિયમને દિલાસો આપવાં આવ્યા હતા.
20 When Martha heard Jesus was coming, she went to meet him; Mary stayed sitting in the house. જયારે માર્થાને સાંભળ્યું કે ઈસુ આવ્યા છે ત્યારે તે તેમને મળવા બહાર ગઈ, પણ મરિયમ ઘરમાં જ રહી.
21 Martha said to Jesus, "Lord, if you had been here, my brother would not have died. માર્થાએ ઈસુને કહ્યું, “ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.
22 But even now I know that whatever you ask of our Father, he will give you." પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ પણ માંગશો તો, તે તમને આપશે.”
23 Jesus said to her, "Your brother will rise again." ઈસુએ તેને કહ્યું, “તારો ભાઈ ફરીથી સજીવન થશે.”
24 Martha said to him, "I know he'll rise again in the resurrection on the last day." માર્થાએ જવાબ આપ્યો, “હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું.”
25 Jesus told her, "I am the resurrection and the life. Whoever believes in me will live, even though he dies, ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે.
26 and everyone who lives and believes in me will never die. Do you believe this?" અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?”
27 She said to him, "Yes, Lord; I believe you are the Christ, the Son of our Father, the one coming into the world." માર્થાએ જવાબ આપ્યો, “હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તમે જ મસીહ, ઈશ્વરપુત્ર છો. જે જગતમા આવનાર છે.”
28 After saying this, she went and called her sister Mary privately: "The Teacher is here—he's calling for you." આ કહી રહ્યા પછી, તે ચાલી ગઈ અને તેની બહેન મરિયમને બાજુ પર બોલાવીને કહ્યું, “ગુરુજી અહીં છે, અને તને બોલાવે છે.”
29 When Mary heard this, she rose quickly and went to him. જયારે મરિયમે એ સાંભળ્યું, તે જલ્દી ઉઠીને તરત જ તેમની પાસે ગઈ.
30 Jesus had not yet entered the village; he was still where Martha met him. ઈસુ હજી ગામમાં આવ્યા ન હતાં, પણ બહાર જયાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા.
31 The Jews with her in the house, comforting her, saw Mary rise quickly and leave; they followed, thinking she was going to the tomb to weep there. જયારે યહૂદીઓ મરિયમની સાથે ઘરમાં હતાં, અને તેને દિલાસો આપતાં, તેઓએ જોયું કે તે કેવી જલ્દી ઊઠી અને બહાર ગઇ, તેઓ તેની પાછળ ગયા, એવું ધારીને કે તે કબરે રડવા જાય છે.
32 Mary came to Jesus, saw him, fell at his feet, and said, "Lord, if you had been here, my brother would not have died." જયારે મરિયમ ઈસુ જે જગ્યાએ હતા ત્યાં પહોંચી અને તેમને જોયા, તે તેમને પગે પડી અને કહ્યું, “ગુરુજી, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.”
33 When Jesus saw her weeping, and the Jews who came with her also weeping, he groaned in spirit and was troubled. જયારે ઈસુએ તેને રડતી જોઈ, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતાં તેઓને પણ રડતાં જોઈને, “તેઓ આત્મામાં ખૂબ જ નિસાસો નાખીને વ્યાકુળ થયા.”
34 And he said, "Where have you laid him?" They said to him, "Lord, come and see." તેમણે પૂછયું, “તમે તેને કયાં મૂકયો છે?” તેઓએ જવાબ આપ્યો, “આવો અને જુઓ, પ્રભુ,”
35 Jesus wept. ઈસુ રડ્યા!
36 So the Jews said, "See how he loved him!" ત્યારે યહૂદીઓએ કહ્યું, “જુઓ, તેમણે તેને કેવો પ્રેમ કયોઁ!”
37 But some of them said, "Could this man who opened the blind man's eyes not have kept him from dying?" પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “જેણે આંધળા ની આંખો ખોલી તે શું આ માણસને મરતા બચાવી ન શક્યાં હોત?”
38 So Jesus, again deeply moved in himself, came to the tomb—a cave with a stone against it. ઈસુ, ફરી એક વાર ખૂબ દુઃખી થયા, કબરે આવ્યા. તે ગુફા હતી. જેના પ્રવેશ આગળ પથ્થર મૂકેલો હતો.
39 Jesus said, "Take away the stone." Martha, the dead man's sister, said to him, "Lord, he must smell by now—he's been dead four days." તેમણે કહ્યું, પથ્થર દૂર કરો. મરનારની બહેન માર્થાએ કહ્યું, “ગુરુજી હવે તો દુર્ગંધ આવતી હશે, તેને ત્યાં આવ્યા ને ચાર દિવસ થઈ ગયા છે.”
40 Jesus said to her, "Didn't I tell you: if you believe you'll see our Father's glory?" ત્યારે ઈસુએ કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે એવું મેં શું તને નથી કહ્યું?”
41 So they removed the stone. Jesus looked up and said, "Father, I thank you that you heard me. ત્યારે તેઓએ પથ્થર ખસેડયો, પછી ઈસુએ ઊંચે જોઈને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે તેથી હું તમારો આભાર માનું છું.
42 I knew you always hear me, but I said this for the crowd standing here, so they may believe you sent me." તમે હંમેશાં મારું સાંભળો છો એ હું જાણું છું, પણ અહીં ઊભા રહેલાઓને લીધે મેં તમને એવું કહ્યું, જેથી તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.”
43 When he had said this, he cried out with a loud voice, "Lazarus, come out!" જયારે તેમણે એ કહ્યાં પછી, ઈસુએ મોટે અવાજે કહ્યું, “લાઝરસ, બહાર આવ!”
44 The dead man came out, feet and hands bound with strips of linen, and his face wrapped in cloth. Jesus said to them, "Untie him; let him go." ત્યારે મરેલો માણસ બહાર આવ્યો. તેના હાથ અને પગ શણના કાપડથી વીંટળાયેલા હતાં, અને તેના મોંને ફરતે રૂમાલ હતો. ઈસુએ તેઓને કહ્યું, “કબરના કપડાં ઉતારો અને તેને જવા દો.”
45 So many of the Jews who came to Mary and saw what Jesus did believed in him. આથી ઘણા યહૂદીઓ જે મરિયમની મુલાકાતે આવ્યા હતા, અને જે ઈસુએ કયુઁ તે જોયું, અને તેમના પર વિશ્વાસ કર્યો.
46 But some of them went to the Pharisees and told them what Jesus had done. પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓ પાસે ગયા અને જે કામ ઈસુએ કયાઁ હતા તે તેમને કહયાં.
47 So the chief priests and Pharisees convened the council and said, "What are we doing? For this man performs many signs. ત્યારે પછી મુખ્ય યાજકો તથા ફરોશીઓએ ન્યાયસભા બોલાવીને તેઓને પૂછયું, “આપણે શું કરી રહ્યા છીએ? અહીં એક માણસ જે ઘણાં ચમત્કારો કરે છે
48 If we leave him alone, everyone will believe in him, and the Romans will come and take away both our place and our nation." જો આપણે તેને આમ જ જવા દઈશું, તો સર્વ લોકો તેના પર વિશ્વાસ કરશે, અને પછી રોમન આવશે અને આપણું મંદિર અને આપણું પ્રજાપણું લઇ લેશે.”
49 But one of them, Caiaphas, high priest that year, told them, "You know nothing at all. તેઓમાંના કાયાફા નામે એક જે તે વરસનો પ્રમુખયાજક હતો, તેણે કહ્યું, “તમે કશું જ જાણતા નથી!
50 Don't you see it's better for you that one man die for the people than the whole nation perish?" તમે સમજતા નથી કે એ તમારા કે લોકો માટે એક માણસ મરે અને આખી પ્રજા નાશ ન પામે.”
51 He didn't say this on his own; as high priest that year, he prophesied Jesus would die for the nation, આ તેણે પોતાના તરફથી કહું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખયાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદી પ્રજા માટે મરશે,
52 not only for the nation, but also to gather into one the scattered children of our Father. અને ફકત એ પ્રજા માટે જ નહિ પરંતુ વિખરાયેલ ઈશ્વરના બાળકો માટે, કે તેઓને ભેગા કરીને એક કરે.
53 So from that day on they plotted to put him to death. તેથી તે દિવસથી તેઓએ તેમનો જીવ લેવાનો કાવતરું ઘડયું.
54 So Jesus no longer moved about openly among the Jews, but withdrew to a town called Ephraim near the wilderness, and stayed there with his disciples. તેથી ઈસુ જાહેરમા યહૂદીઓના લોકોની મધ્યે ફયાઁ નહિ, તેઓ અરણ્યની પાસેના વિસ્તારમાં જવાને બદલે એફ્રાઈમ નામનાં ગામમાં ગયા, જયાં તેઓ પોતાના શિષ્યો સાથે રહ્યા.
55 The Jews' Passover was near, and many went up from the country to Jerusalem before it to purify themselves. જયારે યહૂદીઓનું પાસ્ખાપર્વ હવે નજીક આવ્યું હતું. તેમના શુધ્ધિકરણ માટેની ક્રિયામાં ભાગ લઈ શકાય એ માટે ઘણાં દેશના યરુશાલેમ આવ્યા હતા.
56 So they looked for Jesus, asking each other as they stood in the temple, "What do you think? Surely he won't come to the feast?" તેઓ ઈસુને શોધવાં લાગ્યા. અને જયારે તેઓ મંદિરનાં આંગણાંમાં ઊભા રહ્યા, ત્યારે તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા, “ઈસુ આ પર્વમાં આવશે કે નહિ, તે વિશે તમે શું ધારો છો?”
57 The chief priests and Pharisees had ordered that anyone who knew his whereabouts must report it, so they could arrest him. પણ મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ આદેશ બહાર પાડયો હતો કે ઈસુ કોઈનાં જોવામાં આવે તો તરત જ તેઓને ખબર આપવી, જેથી તેઓ તેમને પકડી શકે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]