Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 10 OGCB

Show OGCB only
Verse × ×
1 "Truly, truly, I tell you: whoever doesn't enter the sheepfold through the gate, but climbs in another way, is a thief and a robber. “હું તમને સાચે જ કહું છું ફરોશીઓ, જે કોઇ દરવાજેથી ઘેટાંના વાડામાં જતા નથી, પણ બીજા કોઇ રસ્તે થી ચઢે છે, તે એક ચોર અને એક લૂટારો છે.
2 But the one who enters by the gate is the shepherd of the sheep. જે કોઇ દરવાજા થી અંદર આવે છે તે ઘેટાંપાળક છે.
3 The gatekeeper opens for him, and the sheep hear his voice. He calls his own sheep by name and leads them out. દરવાન તેમના માટે દરવાજો ખોલે છે, અને ઘેટું તેનો અવાજ સાંભળે છે. તે તેમના પોતાનાં ઘેટાંને નામ દઈને બોલાવે છે, અને તેમને બહાર દોરી જાય છે.
4 After bringing all his own out, he goes ahead of them, and the sheep follow him because they know his voice. જયારે તે પોતાના બધાંને બહાર લાવે છે, ત્યારે તેઓ તેઓની આગળ ચાલે છે, અને તેમના ઘેટાં તેની પાછળ ચાલે છે, કેમકે તેઓ તેમનો અવાજ ઓળખે છે.
5 They will never follow a stranger—they'll run from him, since they don't know the voice of strangers." પણ તેઓ કદી કોઈ અજાણ્યાની પાછળ નહિ ચાલે; હકીકતમાં, તે તેમનાથી દૂર દોડીને જતા રહેશે કેમકે તેઓ તેમનો અવાજ ઓળખતાં નથી.”
6 Jesus told them this figure of speech, but they didn't grasp what he meant. આ ઉદાહરણ સાંભળનારા ફરોશીઓ સમજી ન શક્યાં કે ઈસુ તે દ્વારા શું કહેવામાં માગે છે.
7 So Jesus said again, "Truly, truly, I tell you, I am the gate for the sheep. તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સાચે જ કહું છું, હું ઘેટાં માટેનો દરવાજો છું.
8 "All who came before me are thieves and robbers, but the sheep did not listen to them. જે લોકો મારી પહેલાં આવી ગયા છે તેઓ ચોર અને લુંટારા છે. પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
9 I am the gate; whoever enters through me will be saved, going in and out, finding pasture. હું દરવાજો છું. જે કોઇ મારા દ્વારા પ્રવેશ કરશે તે બચશે. તેઓ અંદર આવશે અને બહાર જશે, તેઓ ચારો શોધશે.
10 The thief comes only to steal, kill, and destroy. I came so they may have life, and have it in abundance. ચોર ખાલી ચોરી અને મારી નાખવા અને નાશ કરવા આવે છે; તેઓને જીવન મળે અને તે ભરપૂર મળે માટે હું આવ્યો છું.
11 "I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ. ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.
12 The hired hand, not a shepherd, doesn't own the sheep. Seeing the wolf coming, he leaves the sheep and flees—the wolf snatches and scatters them. ચાકર ઘેંટાપાળક નથી અને તે તેનાં ઘેટાં નથી. તેથી તે વરુને આવતું જોઈ તે ઘેટાંને મૂકીને નાસી જાય છે, પછી વરુ ટોળા પર ત્રાટકે છે અને તેને વેરવિખેર કરી નાંખે છે.
13 The man runs away because he is a hired hand and cares nothing for the sheep. માણસ નાસી જાય છે, કેમકે તે ચાકર છે, અને ઘેટાંને માટે તેને કોઇ ચિંતા નથી.
14 "I am the good shepherd. I know my own and my own know me, “હું ઉત્તમ ઘેટાંપાળક છું, હું મારા ઘેટાંને ઓળખું છું અને મારાંં ઘેટાં મને ઓળખે છે.
15 as the Father knows me and I know the Father, and I lay down my life for the sheep. જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું, અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું.
16 I have other sheep not of this fold; I must lead them too, and they will hear my voice. They will become one flock, one shepherd. મારે બીજા ઘેટાં છે, તેઓ આ વાડામાંનાં નથી, તેમને પણ મારે લાવવાની જરૂર છે. તેઓ મારો અવાજ સાંભળશે, અને ત્યાં એક ટોળું અને એક ઘેટાંપાળક થશે.
17 This is why the Father loves me: I lay down my life only to take it up again. પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું, ફકત તે ફરીથી પાછો લઉં.
18 No one takes it from me, but I lay it down on my own. I have authority to lay it down, and authority to take it up again. This charge I received from my Father." કોઇ પણ મારી પાસેથી તે લઈ શક્તું નથી, પણ હું મારી સ્વેચ્છાએ તે આપું છું. તે આપવાનો અધિકાર મને છે અને તે પાછો લેવાનો મને અધિકાર છે. આ આજ્ઞા મારા પિતા તરફથી મને મળી છે.”
19 These words brought division among the Jews once again. આ વાત સાંભળનાર યહૂદીઓમાં ફરીથી ભાગલા પડયા.
20 Many of them said, "He is demon-possessed and out of his mind. Why listen to him?" તેઓમાંના ઘણાએ કહ્યું, “તેમને અશુધ્ધ આત્મા વળગ્યો છે અને ઘેલો છે. તેમનું કેમ સાંભળવું જોઈએ?”
21 But others said, "These aren't a demon-possessed man's words. Can a demon open blind eyes?" પણ બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલા માણસની આ વાતો નથી. શું અશુધ્ધ આત્મા અંધજનની આંખો ઉઘાડી શકે?”
22 Then came the Feast of Dedication at Jerusalem. It was winter, શિયાળો હતો. ત્યારે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ આવ્યું,
23 and Jesus was walking in the temple, in Solomon's Colonnade. અને ઈસુ મંદિરનાં આંગણાંમાં સોલોમોનની પરસાળમાં ચાલતાં હતા.
24 The Jews surrounded him and said, "How long will you hold us in suspense? If you are the Christ, tell us plainly." જે યહૂદીઓ તેમની આસપાસ હતા તેઓ તેમને ઘેરી વળ્યા અને પૂછયું, “તમે કયાં સુધી અમને અંધારામાં રાખશો? જો તમે મસીહ હો તો અમને સ્પષ્ટ કહો.”
25 Jesus answered, "I told you, and you don't believe. The works I do in my Father's name testify about me, ઈસુએ જવાબ આપ્યો, “મેં તમને કહ્યું પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે હું જે કામો કરું છું, તે મારે વિશે સાક્ષી આપે છે.
26 but you do not believe, because you are not my sheep. પણ તમે વિશ્વાસ કરતા નથી કેમકે તમે મારા ઘેટાં નથી.
27 My sheep listen to my voice; I know them, and they follow me. મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.
28 I give them eternal life, and they will never perish, and no one will snatch them from my hand. હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.
29 My Father, who gave them to me, is greater than all; no one can snatch them out of the Father's hand. મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે, તે બધા કરતા મોટા છે; મારા પિતાનાં હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહિ.
30 I and the Father are one." હું અને પિતા એક છીએ.”
31 Again the Jews picked up stones to stone him. ફરીથી યહૂદી વિરોધીઓએ તેમને મારવા પથ્થર લીધા,
32 Jesus replied, "I have shown you many good works from the Father. For which of these are you going to stone me?" પણ ઈસુએ તેમને કહ્યું, “પિતા તરફથી મેં તમને ઘણાં સારા કામો બતાવ્યા છે. એમાંના ક્યાં કામ માટે તમે મને પથ્થરે મારો છો?”
33 "We're stoning you not for good work," they said, "but for blasphemy, because you, a mere man, claim to be God." તેઓએ જવાબ આપ્યો, “કોઈ સારાં કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ ઈશ્વર નિંદાને લીધે, માત્ર માણસ હોવા છતાં, તું પોતાને ઈશ્વર હોવાનો દાવો કરે છે.”
34 Jesus answered them, "Is it not written in your Law: 'I have said you are gods'? ઈસુએ તેઓને જવાબ આપ્યો, “શું તમારાં નિયમશાસ્ત્રમાં લખેલું નથી કે, ‘મેં કહ્યું કે તમે “દેવો,” છો?’
35 If he called them 'gods,' to whom the word of my Father came—and Scripture cannot be broken, જેમની પાસે ઇશ્વરનું વચન આવ્યું, જો તેણે તેઓને ‘દેવો’ કહ્યાં, અને શાસ્ત્રનો ભંગ થતો નથી.
36 what about the one the Father set apart and sent into the world? Why accuse me of blasphemy for saying, 'I am the Son of our Father'? તો પિતાથી પોતાના જેમને અલગ કરાયા અને જગતમાં મોકલ્યાં એમનું શું? ત્યારે મેં કહ્યું કે ‘હું ઇશ્વરનો દીકરો છું; તો તમે મને દોષિત ઠરાવો છો, તેને તમે ઈશ્વર નિંદા કેવી રીતે કહી શકો!’
37 "If I am not doing the works of my Father, then do not believe me. જયાં સુધી હું મારા બાપનાં કામ ન કરું ત્યાં સુધી તમે મારા પર વિશ્વાસ ન કરશો.
38 But if I do them, even if you won't believe me, believe the works, so you'll know and keep knowing the Father is in me, and I in the Father." પણ જો હું તેમને કરું, જો કે ભલે તમે મારા પર વિશ્વાસ ના કરો, પણ કામો પર તો વિશ્વાસ કરો, કે તમે જાણો અને સમજો કે હું પિતામાં છું ને પિતા મારામાં છે.”
39 Again they tried to seize him, but he escaped their grasp. ફરી એક વાર તેઓએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ત્યાંથી ચાલ્યા ગયા.
40 Jesus then went back across the Jordan, to the place where John had first been baptizing, and stayed there. પછી યર્દન નદી પાસે જયાં પહેલાના દિવસોમાં યોહાન બાપ્તિસ્મા આપતાં હતો ત્યાં જઈને તેઓ રહ્યા.
41 Many came to him, saying, "John performed no sign, but all John said about this man was true." અને ઘણાં લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહ્યું, “જો કે યોહાને કોઈ ચમત્કાર કર્યા નહોતાં, પણ આ માણસ વિશે તેણે જે કહ્યું હતું તે બધું સાચું હતું.”
42 And in that place many believed in him. અને ત્યાં ઘણાંએ ઈસુ પર વિશ્વાસ કયોઁ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]