Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 11 OGCB

Side by side with the Father's Heart Bible™

લાજરસનું મરણ

1હવે લાઝરસ નામનો એક માણસ બિમાર હતો. તે મરિયમ અને તેની બહેન માર્થાનાં ગામ બેથાનિયા નો હતો. 2આ એ જ મરિયમ હતી, જેણે પ્રભુના પગ પર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂંછયા હતા. હવે તેનો ભાઈ લાઝરસ માંદો પડયો. 3તેથી બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, “પ્રભુ, જેને તમે પ્રેમ કરો છો તે માંદો છે.”

4જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, “મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય.” 5હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા. 6તેથી જયારે ઈસુએ સાંભળ્યું કે લાઝરસ બિમાર છે ત્યારે તે જયાં હતા ત્યાં બે દિવસ વધારે રહ્યા. 7અને ત્યાર પછી તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પાછા યહૂદિયા જઈએ.”

8તેઓએ કહ્યું, પણ “રાબ્બી, હજી થોડા સમય પહેલાં જ યહૂદીઓએ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા, અને તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?”

9ઈસુએ જવાબ આપ્યો, “દિવસનાં બાર કલાક અજવાળું નથી હોતું? જે કોઇ દિવસે ચાલશે તે ઠોકર ખાશે નહિ, કેમકે તેઓ આ જગતનો પ્રકાશ જુએ છે. 10જયારે વ્યકિત રાત્રે ચાલે છે તે ઠોકર ખાય છે, કેમકે તેનાંમાં પ્રકાશ નથી.”

11તેમણે આ કહયાં પછી, તેઓ તેઓને કહેવા લાગ્યા કે “આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે. પણ હું તેને જગાડવા જાઉ છું.”

12તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “પ્રભુ જો તે ઉંઘી ગયો હોય તો તે સાજો થશે” 13ઈસુ તો તેના મરણ વિશે કહેતા હતા, પણ તેમના શિષ્યોને લાગ્યું કે તેઓ સામાન્ય ઉંઘ વિશે કહે છે.

14તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, “લાઝરસ મરણ પામ્યો છે. 15અને હું ત્યાં ન હતો એ માટે હું હષઁ પામું છું, એ માટે કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો, આપણે તેની પાસે જઈએ.”

16થોમા જે દીદીમસ કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પણ જઈએ, અને તેમની સાથે મરી જઈએ.”

ઈસુ લાઝરસની બહેનોને દિલાસો આપે છે

17ઈસુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે લાઝરસને કબરમાં મૂક્યાંને ચાર દિવસ થઈ ગયા છે. 18હવે બેથાનિયા યરુશાલેમથી ત્રણ કિલોમીટર દૂર હતું. 19અને ઘણાં યહૂદીઓ લાઝરસ ગુમાવવાને લિધે, માર્થા અને મરિયમને દિલાસો આપવાં આવ્યા હતા. 20જયારે માર્થાને સાંભળ્યું કે ઈસુ આવ્યા છે ત્યારે તે તેમને મળવા બહાર ગઈ, પણ મરિયમ ઘરમાં જ રહી.

21માર્થાએ ઈસુને કહ્યું, “ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. 22પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ પણ માંગશો તો, તે તમને આપશે.”

23ઈસુએ તેને કહ્યું, “તારો ભાઈ ફરીથી સજીવન થશે.”

24માર્થાએ જવાબ આપ્યો, “હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું.”

25ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. 26અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?”

27માર્થાએ જવાબ આપ્યો, “હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તમે જ મસીહ, ઈશ્વરપુત્ર છો. જે જગતમા આવનાર છે.”

28આ કહી રહ્યા પછી, તે ચાલી ગઈ અને તેની બહેન મરિયમને બાજુ પર બોલાવીને કહ્યું, “ગુરુજી અહીં છે, અને તને બોલાવે છે.” 29જયારે મરિયમે એ સાંભળ્યું, તે જલ્દી ઉઠીને તરત જ તેમની પાસે ગઈ. 30ઈસુ હજી ગામમાં આવ્યા ન હતાં, પણ બહાર જયાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. 31જયારે યહૂદીઓ મરિયમની સાથે ઘરમાં હતાં, અને તેને દિલાસો આપતાં, તેઓએ જોયું કે તે કેવી જલ્દી ઊઠી અને બહાર ગઇ, તેઓ તેની પાછળ ગયા, એવું ધારીને કે તે કબરે રડવા જાય છે.

32જયારે મરિયમ ઈસુ જે જગ્યાએ હતા ત્યાં પહોંચી અને તેમને જોયા, તે તેમને પગે પડી અને કહ્યું, “ગુરુજી, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.”

33જયારે ઈસુએ તેને રડતી જોઈ, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતાં તેઓને પણ રડતાં જોઈને, “તેઓ આત્મામાં ખૂબ જ નિસાસો નાખીને વ્યાકુળ થયા.” 34તેમણે પૂછયું, “તમે તેને કયાં મૂકયો છે?” તેઓએ જવાબ આપ્યો, “આવો અને જુઓ, પ્રભુ,”

35ઈસુ રડ્યા!

36ત્યારે યહૂદીઓએ કહ્યું, “જુઓ, તેમણે તેને કેવો પ્રેમ કયોઁ!”

37પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “જેણે આંધળા ની આંખો ખોલી તે શું આ માણસને મરતા બચાવી ન શક્યાં હોત?”

ઈસુ લાજરસને મૂએલામાંથી ઊઠાડે છે

38ઈસુ, ફરી એક વાર ખૂબ દુઃખી થયા, કબરે આવ્યા. તે ગુફા હતી. જેના પ્રવેશ આગળ પથ્થર મૂકેલો હતો. 39તેમણે કહ્યું, પથ્થર દૂર કરો. મરનારની બહેન માર્થાએ કહ્યું, “ગુરુજી હવે તો દુર્ગંધ આવતી હશે, તેને ત્યાં આવ્યા ને ચાર દિવસ થઈ ગયા છે.”

40ત્યારે ઈસુએ કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે એવું મેં શું તને નથી કહ્યું?”

41ત્યારે તેઓએ પથ્થર ખસેડયો, પછી ઈસુએ ઊંચે જોઈને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે તેથી હું તમારો આભાર માનું છું. 42તમે હંમેશાં મારું સાંભળો છો એ હું જાણું છું, પણ અહીં ઊભા રહેલાઓને લીધે મેં તમને એવું કહ્યું, જેથી તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.”

43જયારે તેમણે એ કહ્યાં પછી, ઈસુએ મોટે અવાજે કહ્યું, “લાઝરસ, બહાર આવ!” 44ત્યારે મરેલો માણસ બહાર આવ્યો. તેના હાથ અને પગ શણના કાપડથી વીંટળાયેલા હતાં, અને તેના મોંને ફરતે રૂમાલ હતો. ઈસુએ તેઓને કહ્યું, “કબરના કપડાં ઉતારો અને તેને જવા દો.”

ઈસુને મારી નાંખવાનું કાવતરું

45આથી ઘણા યહૂદીઓ જે મરિયમની મુલાકાતે આવ્યા હતા, અને જે ઈસુએ કયુઁ તે જોયું, અને તેમના પર વિશ્વાસ કર્યો. 46પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓ પાસે ગયા અને જે કામ ઈસુએ કયાઁ હતા તે તેમને કહયાં.

47ત્યારે પછી મુખ્ય યાજકો તથા ફરોશીઓએ ન્યાયસભા બોલાવીને તેઓને પૂછયું, “આપણે શું કરી રહ્યા છીએ? અહીં એક માણસ જે ઘણાં ચમત્કારો કરે છે 48જો આપણે તેને આમ જ જવા દઈશું, તો સર્વ લોકો તેના પર વિશ્વાસ કરશે, અને પછી રોમન આવશે અને આપણું મંદિર અને આપણું પ્રજાપણું લઇ લેશે.”

49તેઓમાંના કાયાફા નામે એક જે તે વરસનો પ્રમુખયાજક હતો, તેણે કહ્યું, “તમે કશું જ જાણતા નથી! 50તમે સમજતા નથી કે એ તમારા કે લોકો માટે એક માણસ મરે અને આખી પ્રજા નાશ ન પામે.”

51આ તેણે પોતાના તરફથી કહું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખયાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદી પ્રજા માટે મરશે, 52અને ફકત એ પ્રજા માટે જ નહિ પરંતુ વિખરાયેલ ઈશ્વરના બાળકો માટે, કે તેઓને ભેગા કરીને એક કરે. 53તેથી તે દિવસથી તેઓએ તેમનો જીવ લેવાનો કાવતરું ઘડયું.

54તેથી ઈસુ જાહેરમા યહૂદીઓના લોકોની મધ્યે ફયાઁ નહિ, તેઓ અરણ્યની પાસેના વિસ્તારમાં જવાને બદલે એફ્રાઈમ નામનાં ગામમાં ગયા, જયાં તેઓ પોતાના શિષ્યો સાથે રહ્યા.

55જયારે યહૂદીઓનું પાસ્ખાપર્વ હવે નજીક આવ્યું હતું. તેમના શુધ્ધિકરણ માટેની ક્રિયામાં ભાગ લઈ શકાય એ માટે ઘણાં દેશના યરુશાલેમ આવ્યા હતા. 56તેઓ ઈસુને શોધવાં લાગ્યા. અને જયારે તેઓ મંદિરનાં આંગણાંમાં ઊભા રહ્યા, ત્યારે તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા, “ઈસુ આ પર્વમાં આવશે કે નહિ, તે વિશે તમે શું ધારો છો?” 57પણ મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ આદેશ બહાર પાડયો હતો કે ઈસુ કોઈનાં જોવામાં આવે તો તરત જ તેઓને ખબર આપવી, જેથી તેઓ તેમને પકડી શકે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]