Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Hebrews 10 OGCB

Side by side with the Father's Heart Bible™

મસીહનું કાયમ માટે એક જ વાર બલિદાન

1નિયમશાસ્ત્ર તો આવનાર સારી બાબતોનો ફક્ત પડછાયો છે, વાસ્તવિકતાનો નહિ, માટે વષોઁવષઁ થતા એક જ બલિદાનોથી, આરાધના માટે ત્યાં આવનારા લોકોને તે સંપૂણઁ કરવાને કદી સમથઁ ન હતું. 2જો, એમ હોત, તો તેઓનું અપઁણ કરવાનું શું બંધ ન થયું હોત? કેમકે આરાધના કરનારાઓ એક જ વાર શુધ્ધ થયા હોત, અને પાપને કારણે તેમને દોષ ન લાગત. 3પરંતુ એ બલિદાનો દર વરસે પાપોની યાદ તાજી કરાવે છે. 4કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.

5તેથી મસીહ જયારે જગતમાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું:“તમે બલિદાન અને અપઁણની ઇચ્છા રાખી ન હતી,પણ મારા માટે શરીર તૈયાર કયુઁ છે;

6દહનાપઁણ અને પાપાથાઁપણઁથીતમે પ્રસન્ન ન હતા.

7ત્યારે મેં કહ્યું, ‘હું અહીં છું, ઓળિયામાં મારા વિશે લખેલું છે,મારા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાને માટે હું આવ્યો છું.’ ”

8પહેલાં તેમણે કહ્યું, “બલિદાનો અને અર્પણો, તથા દહનાર્પણો, પાપાથાઁપણો તમે ઇચ્છતા ન હતા, અને તમે તેનાથી પ્રસન્ન પણ ન હતા,” જો કે તે નિયમશાસ્ત્રના પ્રમાણે કરવામાં આવતા હતાં. 9પછી તેમણે કહ્યું, “હું આ રહ્યો તમારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આમ બીજાને સ્થાપવા સારું પહેલાને તેઓ રદ કરે છે. 10અને એ ઇચ્છાથી, ઈસુ મસીહના શરીરનું એક જ વાર અપઁણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

11દરેક યાજક દરરોજ ઊભા રહીને સેવા કરતા, અને એ જ અપઁણ વારંવાર આપતાં ઊભા રહે છે, પરંતુ તે કદી પાપોને દૂર કરી શકતા નથી. 12પણ જયારે આ યાજકે પાપોને માટે એક જ વાર બલિદાન આપ્યું છે અને તેઓ ઈશ્વરની જમણી બાજુએ બિરાજ્યા છે, 13ત્યારથી તે તેમના શત્રુઓને તેમનું પાયાસન કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. 14જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને એક જ બલિદાનથી સદાને માટે સંપૂર્ણ કર્યા છે.

15આ વિશે પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. પ્રથમ તેમણે કહ્યું:

16“પ્રભુ કહે છે કે, તે સમય પછી, આ મારો કરાર હું તેમની સાથે સ્થાપન કરીશ.મારા નિયમો હું તેઓના હ્રદયમાં મૂકીશ,હું તેઓનાં હદયપટ પર લખીશ.”

17વધુમાં તે કહે છે,“તેઓનાં પાપ તથા દુષ્કર્મો હુંફરી કદી સ્મરણ કરીશ નહિ.”

18અને જયારે બધી બાબતો માફ થઈ છે, ત્યાં પાપને સારું અન્ય કોઈ બલિદાનની જરૂર રહેતી નથી.

વિશ્વાસમાં ટકવા માટેનું તેડું

19તેથી ભાઈઓ અને બહેનો, ઈસુના રક્તથી આપણને પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ. 20કેમકે પોતાના શરીરરૂપી પડદામાં થઈને તેમણે આપણે માટે નવો અને જીવનદાયી માર્ગ ખોલી નાંખ્યો છે, 21અને આપણી પાસે ઈશ્વરના ઘર ઉપર એક મોટા યાજક છે. 22તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિમઁળ પાણીથી શરીરને ધોઈને આપણે ખરાં હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વર પાસે જઈએ. 23આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે; 24અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.

26સત્યનું જ્ઞાન થયા પછી પણ જો આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીએ તો તે પાપનાં નિવારણ માટે બીજું બલિદાન છે જ નહિ, 27પણ ન્યાયની ભયંકર અપેક્ષા તથા શત્રુઓને ભસ્મ કરી નાંખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28જો કોઈ મોશેનાં નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓથી પૂરવાર થાય તો તેને મરણની સજા થતી. 29તો પછી ઈશ્વરપુત્રને પગ નીચે કચડનાર, કરારના રકતથી પવિત્ર થયો હતો તેને અશુધ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કયુઁ છે તે કેટલી ભયંકર સજાને પાત્ર થશે તેનો વિચાર કરો. 30“બદલો લેવાનું કામ મારું છે; હું બદલો વાળી આપીશ” અને ફરી “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે.” એમ જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. 31જીવતાં ઈશ્વરના હાથમાં પડવું તે ભયંકર છે.

32પણ પૂવઁના દિવસોનું સ્મરણ કરો, તે સમયે તમે પ્રકાશિત થયા પછી, જાણે તમે દુઃખોથી ભરપૂર ભારે સંઘષઁ સહન કયોઁ. 33કયારેક તમને જાહેરમાં અપમાન અને સતાવણીનો સામનો કરવો પડ્યો; તો કયારેક તમે એવા લોકોની પડખે ઊભા રહ્યા જેમની સાથે આવું વતઁન કરવામાં આવ્યું. 34જેઓ જેલમાં હતા તેઓનાં દુઃખોમાં તમે સહાનુભૂતિ દર્શાવી, તમારી માલમિલકત પડાવી લેવામાં આવી ત્યારે પણ તમે આનંદથી તે સહન કયુઁ, કારણ કે સ્વર્ગનાં ઉત્તમ તથા સાર્વકાલિક વાનાંનો વારસો તમે પામવાનાં છો એવી તમને ખાતરી હતી. 35પછી તમારા વિશ્વાસનો મોટો બદલો જે તમને મળવાનો છે, તેને નાંખી ન દો.

36ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વત્યાઁ પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37કેમકે, “થોડા સમય પછી,જે આવે છે તે જલ્દી આવશે,અને વિલંબ નહિ કરે.”

38અને,“પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે.જો તે પાછો હઠી જાયતો તેથી મને આનંદ થશે નહિ.”

39પરંતુ આપણે પાછા હઠી જનારામાંનાં નાશ પામનાર લોકો જેવા નથી, પણ જેમને વિશ્વાસ અને તારણ છે તેમના જેવા છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]