Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Galatians 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1પ્રેષિત પાઉલ, માણસો તરફથી કે કોઈ માણસ દ્રારા નહિ, પણ ઈસુ મસીહને ઈશ્વર પિતા જેમણે તેમને મૃત્યું માંથી ઊઠાડ્યા, તેમનાં દ્રારા મોકલવામાં આવ્યો છું. 2અને મારી સાથેના બધાં ભાઈઓ અને બહેનો, ગલાતિયાની મંળીઓને:

3ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ. 4આપણા ઈશ્વર અને પિતાની યોજના પ્રમાણે, તેમણે આપણા પાપોને માટે પોતાનું સ્વાપઁણ કયુઁ, આપણને દુષ્ટ જગતમાંથી છોડાવે, 5તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

બીજા કોઈ સુસમાચાર નહિ

6મને નવાઈ લાગે છે કે જેણે તમને મસીહની કૃપાથી બોલાવ્યાં, તેને મૂકીને તેટલાં બધા વહેલા તમે કોઈ જુદા જ સુસમાચાર તરફ વળી ગયા છો. 7તે બીજા સુસમાચાર નથી; માત્ર કેટલાંએક તમને હેરાન કરે છે, અને મસીહનાં સુસમાચારને ઉલટાવી નાંખવા ચાહે છે. 8જે સુસમાચાર અમે તમને પ્રગટ કયાઁ છે, એ સિવાયના બીજા કોઈ પણ સુસમાચાર પ્રગટ હું કે આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9હું ફરીથી કહું છું: તમે અમારી પાસેથી સાંભળ્યા છે તે વિના અન્ય સુસમાચાર જે કોઈ પ્રગટ કરે તેના પર ઈશ્વરનો શાપ ઊતરો!

10શું હું હવે માણસોને ખુશ કરવા પ્રયત્ન કરું છું, કે ઈશ્વરને? કે પછી હું લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું? જો હું હજી સુધી લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોત, તો હું મસીહનો સેવક ન હોત.

પાઉલને ઈશ્વરનું તેડું

11ભાઈઓ અને બહેનો, હું જણાવું છું કે જે સુસમાચાર મેં પ્રગટ કયાઁ છે તે માનવી જ્ઞાન પર આધારીત નથી. 12આ સુવાર્તા મને કોઈ માણસ તરફથી પ્રાપ્ત થઈ નથી કે, માણસોથી શીખેલો નહિ, પણ ઈસુ મસીહનાં પ્રગટ કર્યાથી પામ્યો છું.

13કેમકે પ્રથમ હું યહૂદી ધમઁ પાળતો હતો, ત્યારથી મારી વતઁણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે, હું ઈશ્વરની મંડળીને સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો. 14અને મારા પૂવઁજોનાં સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમર નાં મારા ઘણા દેશી ભાઈઓ કરતા યહૂદી ધમઁમાં વધારે પ્રવીણ થયો. 15પણ ઈશ્વરે મારા જન્મનાં દિવસથી જ જુદો કર્યો હતો, તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો તેને જ્યારે તે પસંદ પડયું. 16કે મારાંમાં તે તેમના દીકરાને પ્રગટ કરે, જેથી હું તેમના સુસમાચાર વિદેશીઓમાં પ્રગટ કરું; ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર, 17મારી અગાઉના પ્રેષિતોને મળવા માટે હું યરુશાલેમ પણ ન ગયો. હું તો અરબસ્તાનમાં ચાલ્યો ગયો અને પછી દમાસ્કસ શહેરમાં પાછો આવ્યો.

18ત્રણ વર્ષ પછી, કેફાને મળવા માટે હું યરુશાલેમ ગયો અને પંદર દિવસ સુધી તેની સાથે રહ્યો. 19અન્ય પ્રેષિતોમાંથી માત્ર આપણા પ્રભુનાં ભાઈ યાકોબને જ હું મળ્યો હતો. 20હું તમને જે લખું છું, તેમાં ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે હું તમને જૂઠું કહેતો નથી.

21પછી હું સિરીયા અને કિલીકિયાના પ્રદેશમાં ગયો. 22ત્યાં સુધી યહૂદિયામાંની મસીહી મંડળીઓને મારી ઓળખાણ થઈ ન હતી. 23તેઓએ તો એટલી જ વાત સાંભળી હતી કે: “જે માણસ પહેલાં અમને સતાવતો હતો, અને જે વિશ્વાસનો પોતે અગાઉ નાશ કરતો હતો, તે વિશ્વાસ પ્રગટ કરે છે.” 24અને મારે લીધે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]