Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 13 OGCB

Side by side with the Father's Heart Bible™

અંતિમ ચેતવણી

1આ ત્રીજી વખત હું તમારી મુલાકાત માટે આવી રહ્યો છું. “બે અથવા ત્રણ જણની સાક્ષીથી દરેક વાત સાબિત થવી જોઈએ.” 2જયારે હું બીજી વાર તમારી સાથે હતો ત્યારે મેં તમને ચેતવણી આપી હતી. હવે હું ગેરહાજરીમાં પણ તે પુનરાવતઁન કરું છું; મારા પાછા ફયાઁ પછી, જે લોકોએ અગાઉ પાપ કયુઁ તેમને કે બીજા કોઈને હું છોડીશ નહી, 3મસીહ મારી મારફતે બોલે છે, એ માટે તમે સાબિતી માંગો છો. તે તમારી સાથે વ્યવહાર કરવામાં નબળાં નથી, પણ તમારામાં સમથઁ છે. 4કેમકે ખરેખર, તેમની નિર્બળતાને લીધે ક્રૂસ પર જડાયા, તોપણ ઈશ્વરનાં સામથ્યઁ વડે તે જીવંત છે. તેવીજ રીતે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, તોપણ તેમનાં સામર્થ્યથી અમે તેમની સાથે તમારી સાથેના વ્યવહારમાં અમે જીવંત છીએ.

5તમારામાં વિશ્વાસ છે કે કેમ તે માટે તમે પોતે પોતાની કસોટી કરી જુઓ! તમારી પોતાની કસોટી કરો. શું તમે જાણતા નથી કે મસીહ ઈસુ તમારાંમાં વસે છે? જો તમે કસોટીમાં નિષ્ફળ ગયા હો તો? 6અને મને વિશ્વાસ છે કે તમે જાણશો કે અમે કસોટીમાં નિષ્ફળ ગયા નથી. 7અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું કામ ન કરો, એટલા માટે નહી કે અમે કસોટીમાં પાર ઊતર્યા છીએ, પણ એટલા માટે કે તમે સારું છે તે કરો, ભલે અમે નિષ્ફળ ગયા હોઈએ. 8કેમકે સત્યની વિરુધ્ધ અમે કઈ કરી શકતા નથી, પણ સત્ય માટે કરીએ છીએ. 9જયારે અમે નિર્બળ છીએ પણ તમે બળવાન છો ત્યારે અમને આનંદ થાય છે. અને અમારી પ્રાર્થના છે કે તમે સંપૂણઁ થાઓ. 10એ માટે હું ગેરહાજર છતાં આ વાતો લખું છું, તેથી જયારે હું આવું ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરવામાં સખતાઈથી વર્તવું ન પડે, પ્રભુએ જે અધિકાર આપેલા છે તેનો ઉપયોગ તમને પાડી નાંખવા માટે નહિ, પણ તમારી ઉન્નતિ કરવા માટે છે.

છેલ્લી સલામ

11છેવટે, ભાઈઓને બહેનો, આનંદમાં રહો! સંપૂણઁ થવા પ્રયત્ન કરો, એકબીજાને ઉતેજન આપો, એક મનનાં બનો, સલાહશાંતિમાં રહો, અને પ્રેમ અને શાંતિના ઈશ્વર તમારી સાથે હો.

12-13પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો. અહીંના તમામ ઇશ્વરનાં લોકો તમને, શુભેચ્છા પાઠવે છે.

14આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા, ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]