Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Galatians 2 OGCB

Side by side with the Father's Heart Bible™

પ્રેષિતો દ્રારા પાઉલનો સ્વીકાર

1ચૌદ વરસ પછી હું ફરીથી બાર્નાબાસ સાથે યરુશાલેમ ગયો. એ વખતે તિતસને પણ સાથે લઈ ગયો હતો. 2પ્રકટીકરણ સાંભળ્યાં પછી હું ગયો, અને જેઓને હું આગેવાન તરીકે ઓળખતો હતો તેઓને એકાંતમાં મળ્યો, અને જે સુસમાચાર હું વિદેશીઓમાં પ્રગટ કરું છું, તે મેં તેમને કહી સંભળાવ્યા. હું ખાતરી કરવા માંગતો હતો કે હું અમથો દોડું અને મારી દોડ વ્યથઁ તો નથી ને. 3છતાં, તિતસ જે મારી સાથે હતો, તે ગ્રીક હોવા છતાં, સુન્નત કરાવવાની ફરજ તેને પાડવામાં આવી. 4મસીહ ઈસુમાં આપણને મળેલી સ્વતંત્રતાની જાસૂસી કરવા અને આપણને ગુલામ બનાવવા માટે, કેટલાક ખોટા વિશ્વાસીઓ આપણામાં ભળ્યાં હતા. તેથી આ બાબતો ઊભી થઈ. 5પણ અમે તો તેમનું જરાય સાંભળ્યું નહી એ માટે કે તમે સુસમાચારનું સત્ય તમારા માટે સચવાય રહે.

6વળી જેઓને બહુ માન આપવામાં આવતું હતું, તેઓ ગમે તે હોય મને તેથી કશો તફાવત પડતો નથી; કેમકે ઈશ્વર પક્ષપાત કરતા નથી, તેમણે મારા સંદેશામાં કંઈ ઉમેરો કયોઁ નથી. 7ઊલટું, તેઓએ જાણ્યું કે જેમ પિતરને સુસમાચારની સેવા સુન્નતીઓને સારું સોંપવામાં આવી છે, તેમ મને બેસુન્નતીઓને સારું સેવા સોંપવામાં આવી છે. 8કેમકે જે ઈશ્વરે સુન્નતિઓનાં પ્રેષિત થવા સારું પિતર દ્રારા કાયઁઁ કયુઁ, તે જ ઈશ્વરે મારા દ્રારા વિદેશીઓમાં પ્રેષિત થવા કાયઁ કયુઁં 9ત્યારે મંડળીના સ્તંભ જેવા ગણાતાં કેફા, યાકોબ અને યોહાને મને આપેલી કૃપા જાણીને મને અને બાર્નાબાસને સંગતનો જમણો હાથ આપ્યો. તેઓ સહમત થયા કે અમે વિદેશીઓ પાસે જઈએ અને તેઓ સુન્નતીઓ પાસે જાય. 10તેઓએ ફકત એટલું જ કહ્યું કે આપણે હંમેશા ગરીબોને યાદ રાખીએ. અને હું પણ એ જ કામ કરવા આતુર હતો.

પાઉલ કેફાનો વિરોધ કરે છે

11જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં તેનો મોઢે વિરોધ કયોઁ, કેમકે તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો તે. 12યાકોબ પાસેથી કેટલાંક માણસો આવ્યા તે પહેલાં, તે વિદેશીઓ સાથે ખાતો હતો પણ જયારે તેઓ આવ્યા ત્યારે, સુન્નતીઓથી બીને તે પાછો હઠ્યો અને તેઓથી દૂર રહેવા લાગ્યો. 13પછી બીજા યહૂદીઓ પણ તેના દંભમા જોડાયા, અને તે એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના દંભથી ખેંચાઈ ગયો.

14જયારે મેં જોયું કે તેઓ સુસમાચારના સત્ય પ્રમાણે અનુસરતા ન હતા, ત્યારે બીજા બધાની આગળ કેફાને કહ્યું, “તું યહૂદી છે, તોપણ તું વિદેશીઓની જેમ જીવે છે, તો પછી તું વિદેશીઓને યહૂદી રિતરીવાજો પાળવા માટે કેમ દબાણ કરે છે?

15“જો કે આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી વિદેશીઓ નથી 16અને આપણે જાણીએ છીએ કે માણસ નિયમની કરણીઓથી નહિ, પણ પ્રભુ ઈસુ મસીહ પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. એ પ્રમાણે આપણે પણ મસીહ પર વિશ્વાસ કયોઁ છે જેથી આપણે મસીહ પરના વિશ્વાસથી ન્યાય ઠરીએ, કેમકે નિયમ પરની કરણીઓથી કોઈ ન્યાય ઠરતું નથી.

17“પણ જો આપણે મસીહમાં ન્યાય ઠરવા માંગીએ છીએ તો આપણે યહૂદીઓ પોતે પાપીઓમાં માલૂમ પડીએ, તો શું એનો અર્થ એમ કે મસીહ પાપને પ્રોત્સાહન આપે છે? ના, કદી નહિ! 18કેમકે જે મેં પાડી નાખ્યા તેને જો હું ફરીથી બાંધીશ, તો હું ખરેખર નિયમનો ભંગ કરનાર છું.

19“કેમકે હું ઈશ્વરને માટે જીવવાને સારું હું નિયમ દ્રારા નિયમ પ્રત્યે મૃત્યું પામ્યો છું. 20હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ. 21હું ઈશ્વરની કૃપાને નકારતો નથી, કેમકે જો નિયમથી ન્યાયપણું હોય, તો મસીહ કારણ વિના મૃત્યું પામ્યા!”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]