Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Ephesians 6 OGCB

Side by side with the Father's Heart Bible™

1બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. 2“તમારાંં માતાપિતાને માન આપો,” તે પહેલી વચનયુકત આજ્ઞા છે, 3“એ સારું કે તારું કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય.”

4પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.

5સેવકો, જેમ તમારા મસીહને આધીન થાઓ છો, તેમ શરીર પ્રમાણે જેઓ તમારા માલીક છે તેઓને બીકથી તથા ભયથી નિખાલસ મનથી આધીન થાઓ. 6માણસોને પ્રસન્ન કરનારાઓની પેઠે દેખરેખ હોય ત્યાં સુધીજ ચાકરી કરનારાની રીતે નહિ, પણ મસીહના દાસોની પેઠે, જીવથી ઈશ્વરની ઈચ્છા પૂરી કરો; 7જાણે લોકોની નહિ પણ પ્રભુની સેવા કરતા હોય તેમ ખરાં હૃદયથી સેવા કરો, 8કેમકે તમે જાણો છો કે જે કોઈ સારું કરે છે તેને પ્રભુ બદલો આપશે, ભલે તમે ગુલામ હો કે મુક્ત હો.

9અને માલિકો, તમારાં ગુલામોની સાથે એમ જ વતોઁ. તેઓને ધમકી ન આપો, યાદ રાખો કે તમારા બંન્નેનો માલીક આકાશમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.

ઇશ્વરનાં શસ્ત્રો

10છેવટે, તમારાંમાં પ્રભુનું જે મહાન સામર્થ્ય રહેલું છે તેમાં મજબૂત થાઓ. 11ઈશ્વરનાં તમામ શસ્ત્રો ધારણ કરો, જેથી શેતાનની સવઁ કુયુકિતઓ સામે ટકી શકો. 12કેમકે આપણી લડાઈ લોહી અને માંસની સાથે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે. 13તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો સજી લો, જેથી તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને એટલું સવઁ કરીને તેની સામે ટકી શકો, 14તમે સત્યથી તમારી કમર બાંધો, સાથે ન્યાયીપણાનું બખ્તર ધારણ કરો, 15તથા શાંતિના સુસમાચારના તૈયારરૂપી ચંપલ પહેરીને, ઉભા રહો; 16સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો, 17વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.

18આત્મામાં સર્વ સમયે અને હરેક પ્રકારે પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અથેઁ સઘળાં સંતોને માટે સંપૂણઁ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. 19મારે માટે પણ પ્રાર્થના કરો કે બીજાઓ સમક્ષ પ્રભુનાં વચનો હિમતપૂર્વક પ્રગટ કરવા માટે મને યોગ્ય શબ્દો આપે કે હું સુસમાચારનો મમઁ જણાવી શકું, 20કારણ કે હાલ તો હું સાંકળોથી બંધાયેલો એલચી છું. પ્રાર્થના કરો કે જેમ મારે પ્રગટ કરવો જોઈએ તેમ હું હિમતપૂર્વક એ પ્રગટ કરું.

અંતિમ સલામ

21પ્રિય ભાઈ અને પ્રભુના કામમાં વિશ્વાસુ સહાયક તુર્ખીકસ, તમને બધી માહિતી આપશે કે હું કેવો છું અને હું શું કરું છું. 22તમે અમારી અવસ્થા જાણો, અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલા જ માટે મે તેને તમારી પાસે મોકલ્યો છે.

23ઈશ્વર પિતા તરફથી તથા પ્રભુ ઈસુ મસીહ તરફથી ભાઈઓને શાંતિ તથા વિશ્વાસ સહિત પ્રીતિ થાઓ.

24જેઓ આપણા પ્રભુ ઈસુ મસીહ પર નિષ્કપટ પ્રેમ રાખે છે તે સર્વ પર કૃપા થાઓ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]