Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Ephesians 5 OGCB

Side by side with the Father's Heart Bible™

1તેથી, પ્રભુના પ્રિય બાળકો તરીકે તમે સર્વ વાતે ઈશ્વરનું અનુકરણ કરો 2અને પ્રેમના માગઁમાં ચાલો, જેમ મસીહે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની સમક્ષ સુવાસને અથેઁ આપણા માટે સ્વાપઁણ કરીને પોતાનું બલિદાન આપ્યું.

3પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે. 4અને નિલઁજ્જ વાતો, મૂખઁતાભરેલી વાતો કે ઠઠ્ઠામશ્કરી તમારામાં ન હોવા જોઈએ, તે યોગ્ય નથી; પણ તેને બદલે આભારસ્તુતિ કરો. 5કેમકે તમે એ વાત ચોક્કસ જાણો છો કે: કોઈ પણ અનૈતિક, અશુધ્ધ કે દ્રવ્યલોભી વ્યક્તિ તો મૂર્તિપૂજક છે, તેને મસીહના અને ઇશ્વરના રાજ્યમાં કોઈ વારસો નથી. 6કોઈ તમને નિરથઁક વાતોથી ભરમાંઈ ન જાય, કેમકે આવી વાતોનો આજ્ઞાભંગ કરનારાઓ પર ઇશ્વરનો કોપ આવે છે. 7એ માટે તમે તેમના સાથી ભાગીદાર ન થાવ.

8કારણ કે તમે એક સમયે અંધકારરૂપ હતાં, પણ હવે તમે પ્રભુમાં પ્રકાશ છો. પ્રકાશનાં બાળકો તરીકે જીવો. 9(કેમકે પ્રકાશનું ફળ સવઁ પ્રકારની ભલાઈ, ન્યાયપણું, અને સત્યતામાં છે.) 10અને પ્રભુને શું પસંદ છે તે શોધો. 11અંધકારના નિષ્ફળ કામોનાં સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને ખુલ્લાં પાડો. 12આજ્ઞાભંગ કરનારાઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે તેનું વર્ણન કરવું એ પણ શરમ ઉપજાવે એવું છે. 13પણ પ્રકાશથી જે કંઈ ખુલ્લું પડે છે તે બધું દ્રશ્યમાન બને છે, અને જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. 14તેથી જ કહેવામાં આવ્યું છે કે:“ઊંધનાર, જાગ,અને મૃત્યુમાંથી સજીવન થા,અને મસીહ તારા પર પ્રકાશ પાડશે.”

15તો પછી, તમે કેવી રીતે જીવો છો, તેની કાળજીપૂવઁક સાવધ રહો, અને મૂર્ખની જેમ નહિ પણ બુધ્ધિમાનની જેમ ચાલો, 16દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, કારણ કે દિવસો ભૂંડા છે. 17તેથી મૂખઁ ન બનો, પણ ઈશ્વરની શું ઇચ્છા છે તે સમજો. 18દારૂ પીને છાકટા ન બનો, જે તમને દુષ્ટતા તરફ દોરી લઇ જાય છે, પણ તેને બદલે આત્માથી ભરપૂર થાઓ, 19ભજનો, સ્તોત્રો અને પવિત્ર ગીતો ગાઈને એકબીજા સાથે વાતો કરો અને તમારાંં હૃદયોમાં પ્રભુનાં સ્તુતિગાન ગાઓ, 20આપણા પ્રભુ ઈસુ મસીહને નામે સઘળાને સારું હંમેશા આપણા ઈશ્વર પિતાનો આભાર માનો.

મસીહ કુંટુંબ માટેનાં સુચનો

21મસીહની બીક રાખીને એકબીજાને આધીન રહો.

22પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. 23કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે. 24તેથી જેમ મંડળી મસીહને આધીન રહે છે, તેમ પત્નીએ સર્વ વાતે પોતાના પતિની આધીનતામાં રહેવું જોઈએ.

25જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. 26એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે, 27અને જેને ડાઘ, કરચલી કે નિશકલંક, પવિત્ર, નિર્દોષ અને મહિમાવંત મંડળી તરીકે રજૂ કરે. 28તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. 29આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, 30“કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ. 31એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે.” 32આ મોટો મમઁ છે, પણ હું મસીહ તથા મંડળી વિશે કહું છું. 33તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]