Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Colossians 3 OGCB

Side by side with the Father's Heart Bible™

મસીહમાં સજીવન કરાયેલા જેવું જીવવું

1એ માટે જો તમને મસીહની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં મસીહ ઇશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે તમારું મન ઉપર તરફ રાખો. 2ઉપરની વાતો પર ચિત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ. 3કેમકે તમે મૂએલા છો, અને તમારું જીવન મસીહની સાથે ગુપ્ત રાખવામાં આવ્યું છે. 4જયારે મસીહ, જે તમારું જીવન છે, દેખાશે, ત્યારે તમે પણ મહિમામાં તેની સાથે દેખાશો.

5તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે. 6આના કારણે જ ઈશ્વરનો કોપ આવે છે. 7તમે પણ જયારે આ જગતના હતા ત્યારે એ પ્રમાણે ચાલતાં હતા. 8પરંતુ હવે ક્રોધ, તિરસ્કાર, શાપ અને અપશબ્દો એ બધું તમારાંમાંથી કાઢી નાંખો. 9એકબીજાની સાથે જૂઠું ન બોલો; કેમકે તમારાં જૂના માણસપણાને તેની કરણીઓ સાથે ઉતારી મૂકયું છે. 10અને નવું માણસપણું ધારણ કર્યું છે. કે જે ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અથેઁ નવું કરાતું જાય છે. 11તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બબઁર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ મસીહ સવઁ તથા સવઁમાં છે.

12એ માટે પવિત્ર અને વહાલાઓ ઇશ્વરના પસંદ કરેલાં લોકોને ઘટે તેમ કરુણા, દયાળુ, નમ્રતા, મમતા, વિનય, તથા ધીરજ પહેરો. 13એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો. 14અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.

15અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો. 16મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ. 17અને તમે જે કાંઇ કરો છો, તે ભલે શબ્દથી હોય કે કાયઁથી હોય તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમના દ્રારા ઈશ્વર પિતાનો આભાર માનો.

મસીહ પરીવારો માટે સુચનાઓ

18પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,

19પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.

20બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

21પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.

22ચાકરો, દરેક બાબતમાં તમારાં પૃથ્વી પર તમારા માલિકોની દેખરેખ હોય ત્યાં સુધી નહિ, અને તેમની કૃપા મેળવવા માટે જ નહિ, પણ હ્રદયની શુધ્ધતાથી અને પ્રભુ પ્રત્યેના આદરથી તેઓનું પાલન કરો. 23માણસો માટે નહિ પણ તમે જે કાંઇ કરો છો તે પૂરા હ્રદયથી કરો જાણે પ્રભુની ખાતર કરતા હોય તેમ, 24કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે, અને તમે પ્રભુ મસીહની સેવા કરો છો, 25જે કોઇ ખોટું કરે છે તેને તેના ખોટા કાયોઁનો બદલો મળશે, અને ત્યાં કોઇ પક્ષપાત નથી.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]