Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Colossians 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Then, since you were raised with Christ, seek what is above, where Christ is seated at the right hand of our Father. એ માટે જો તમને મસીહની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં મસીહ ઇશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે તમારું મન ઉપર તરફ રાખો.
2 Set your minds on the things above, not on the things of the earth. ઉપરની વાતો પર ચિત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ.
3 For you have died, and your life is hidden with Christ in our Father. કેમકે તમે મૂએલા છો, અને તમારું જીવન મસીહની સાથે ગુપ્ત રાખવામાં આવ્યું છે.
4 When Christ, who is your life, appears, then you also will appear with him in glory. જયારે મસીહ, જે તમારું જીવન છે, દેખાશે, ત્યારે તમે પણ મહિમામાં તેની સાથે દેખાશો.
5 So kill what is earthly in you: sexual sin, impurity, lust, evil desire, and greed—which is idolatry. તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.
6 Because of these things the wrath of our Father is coming on those who disobey him. આના કારણે જ ઈશ્વરનો કોપ આવે છે.
7 You too once lived this way—that was your life. તમે પણ જયારે આ જગતના હતા ત્યારે એ પ્રમાણે ચાલતાં હતા.
8 Now get rid of all these: anger, rage, malice, slander, obscene talk from your mouth. પરંતુ હવે ક્રોધ, તિરસ્કાર, શાપ અને અપશબ્દો એ બધું તમારાંમાંથી કાઢી નાંખો.
9 Do not lie to one another, since you have stripped off the old self with its practices, એકબીજાની સાથે જૂઠું ન બોલો; કેમકે તમારાં જૂના માણસપણાને તેની કરણીઓ સાથે ઉતારી મૂકયું છે.
10 and put on the new self, being renewed in knowledge after the image of its Creator. અને નવું માણસપણું ધારણ કર્યું છે. કે જે ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અથેઁ નવું કરાતું જાય છે.
11 No Greek or Jew here, circumcised or uncircumcised, barbarian, Scythian, slave or free—but Christ is all, in all. તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બબઁર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ મસીહ સવઁ તથા સવઁમાં છે.
12 So, as our Father's chosen, holy and dearly loved, put on heartfelt compassion, kindness, humility, gentleness, and patience. એ માટે પવિત્ર અને વહાલાઓ ઇશ્વરના પસંદ કરેલાં લોકોને ઘટે તેમ કરુણા, દયાળુ, નમ્રતા, મમતા, વિનય, તથા ધીરજ પહેરો.
13 Put up with one another, forgiving whatever complaints you have against each other. Forgive as the Lord forgave you. એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો.
14 And over all these virtues put on love, which binds them all together in perfect unity. અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
15 Let Christ's peace rule your hearts—you were called to it as one body. Be thankful. અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો.
16 Let the word of Christ dwell in you richly, teaching and correcting each other with all wisdom, singing psalms, hymns, and songs from the Spirit, with gratitude in your hearts to our Father. મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ.
17 Whatever you do, in word or deed, do it all in the name of the Lord Jesus, thanking our Father through him. અને તમે જે કાંઇ કરો છો, તે ભલે શબ્દથી હોય કે કાયઁથી હોય તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમના દ્રારા ઈશ્વર પિતાનો આભાર માનો.
18 Wives, submit yourselves to your husbands, as is fitting in the Lord. પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,
19 Husbands, love your wives and do not be harsh with them. પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.
20 Children, obey your parents in everything, for this pleases the Lord. બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
21 Fathers, don't provoke your children, so they won't lose heart. પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.
22 Slaves, obey your earthly masters in everything—not just while watched, to gain favor, but with a sincere heart, fearing the Lord. ચાકરો, દરેક બાબતમાં તમારાં પૃથ્વી પર તમારા માલિકોની દેખરેખ હોય ત્યાં સુધી નહિ, અને તેમની કૃપા મેળવવા માટે જ નહિ, પણ હ્રદયની શુધ્ધતાથી અને પ્રભુ પ્રત્યેના આદરથી તેઓનું પાલન કરો.
23 Whatever you do, work at it wholeheartedly, as for the Lord, not for people, માણસો માટે નહિ પણ તમે જે કાંઇ કરો છો તે પૂરા હ્રદયથી કરો જાણે પ્રભુની ખાતર કરતા હોય તેમ,
24 since you know you will receive the inheritance as reward from the Lord; you serve the Lord Christ. કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે, અને તમે પ્રભુ મસીહની સેવા કરો છો,
25 Anyone who does wrong will be repaid for their wrong, and there is no favoritism. જે કોઇ ખોટું કરે છે તેને તેના ખોટા કાયોઁનો બદલો મળશે, અને ત્યાં કોઇ પક્ષપાત નથી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]