Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Colossians 2 OGCB

Show OGCB only
Verse × ×
1 I want you to know how hard I'm struggling for you, those in Laodicea, and all who haven't met me in person, મારી ઇચ્છા છે કે તમે એ જાણો કે, તમારે માટે લાઓદિકિયામાંની મંડળી માટે, અને જેઓ મને અંગત રીતે મળ્યાં નથી તેઓને માટે હું કેટલો બધો પરિશ્રમ કરું છું.
2 that their hearts may be encouraged, knit together in love, and come into all the riches of full assurance and understanding—into the knowledge of our Father's mystery, which is Christ, મારો ધ્યેય એ છે કે તેઓના હ્રદયમાં દિલાસો પામે અને એક પ્રેમમાં જોડાયેલાં રહે, જેથી તેઓ સંપૂણઁ સમજણને પ્રાપ્ત કરે ને તેઓ ઇશ્વરનાં એટલે મસીહનાં મમઁ જાણી શકે.
3 in whom are hidden all the treasures of wisdom and knowledge. તેમનામાં સર્વ જ્ઞાન અને બુધ્ધિનો અખૂટ ભંડાર સમાયેલો છે.
4 I say this so that no one may deceive you with persuasive arguments. કોઈ મીઠી મીઠી વાતો કરીને તમને ભરમાવી ન જાય માટે હું તમને આ બધું કહું છું.
5 Though absent in body, I'm with you in spirit, glad to see your good order and the firmness of your faith in Christ. કેમકે હું શરીરે તમારાથી દુર છું પણ આત્મામાં તમારી સાથે છું, અને તમે કેટલાં શિસ્તબધ્ધ છો તથા મસીહમાં તમારો વિશ્વાસ કેટલો દ્રઢ છે તે જોઇને મને આનંદ થાય છે.
6 Therefore, as you received Christ Jesus the Lord, walk in him, તો જેમ, તમે મસીહ ઈસુને પ્રભુ તરીકે સ્વીકાયાઁ, તેમ તેમનામાં તમારા જીવન જીવતાં રહો,
7 rooted and built up in him, firm in the faith as taught, overflowing with thanks. અને તેમનામાં જડ ઘાલેલા તથા સ્થપાયેલા થઇને, તથા મળેલાં શિક્ષણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને આભારસ્તુતિથી ભરપૂર થાઓ.
8 Watch that no one captures you through philosophy and empty deceit, according to human tradition, according to the world's elemental spirits, not according to Christ. સાવધ રહો, કે કોઈ તમને ખોટા અને છેતરપિંડી ભયાઁ ફિલસુફીઓ દ્રારા ન ફસાવે, જે મસીહ પર નહિ, પણ મનુષ્યના સંપ્રદાય પ્રમાણે અને આ જગતના મૂળભૂત આત્મિક પરિબળો પર આધારીત છે.
9 For in him the whole fullness of deity lives in bodily form, કેમકે મસીહમાં દેવત્વની સંપૂર્ણતા રહેલી છે.
10 and in him you have been made complete, who is the head over all rule and authority. અને મસીહમાં તમે સર્વસંપન્ન છો. તેઓ સર્વોચ્ચ અધિકારી તથા સત્તાઓ તેમની હકૂમત હેઠળ છે.
11 In him you were also circumcised—a circumcision not made by hands, stripping off the body of flesh—the circumcision of Christ. તેમનામાં તમે સુન્નતિ થયા જે સુન્નત માણસોના હાથે કરેલી નથી. મસીહ દ્રારા તમારી સુન્નત કરવામાં આવી ત્યારે શરીર દ્રારા સંચાલિત સંપૂણઁ સ્વભાવને દૂર કરવામાં આવ્યો હતો.
12 Buried with him in baptism, in which you were also raised with him through faith in our Father's power, who raised him from the dead. તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા અને ઈશ્વરે જેને મૂએલામાંથી ઉઠાડયા, તેમના કાયઁમાં તમારા વિશ્વાસ દ્રારા તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.
13 You were dead in your sins and uncircumcised flesh, but our Father made you alive with him, forgiving us all our sins, જયારે તમે તમારા પાપોમાં અને તમારા દેહની બેસુન્નતમાં મૂએલા હતા, ત્યારે ઈશ્વરે તમને મસીહ સાથે સજીવન કયાઁ. તેમણે આપણા બધા પાપો માફ કયાઁ,
14 erasing the record of debt, with its regulations, that stood against us. He set this aside, nailing it to the cross. અને વિધિઓનું ખત જે આપણી વિરુધ્ધ હતું તે રદ કયુઁ અને આપણને દોષિત ઠેરવતું હતું, તેને ક્રૂસ પર ખિલ્લા મારીને દૂર કયાઁ છે.
15 He disarmed the rulers and authorities and publicly shamed them, triumphing over them in him. અને સત્તા અને અધિકારીઓને નિઃશસ્ત્ર કરીને, તેમણે તેમને જાહેરમાં ઉઘાડાં પાડયા, અને ક્રૂસ દ્રારા તેઓ પર વિજય મેળવ્યો.
16 So let no one judge you over food, drink, festival, new moon, or Sabbath. તેથી, કોઇ પણ વ્યકિત તમારા ખાવાપીવા કે તહેવારો, ચંદ્ર, કે સાબ્બાથવારના દિવસને ધ્યાનમાં રાખીને તમારો ન્યાય ન કરે.
17 These are a shadow of the things that were to come, but the reality belongs to Christ. આ તો આવનારી બાબતોનો પડછાયો છે; પણ વાસ્તવિકતા તો મસીહમાં જોવા મળે છે.
18 Let no one disqualify you by delighting in false humility and worship of angels, focusing on visions he has seen, puffed up without cause by his fleshly mind, જે કોઇ ખોટી નમ્રતા અને દૂતોની આરાધનામાં આનંદ માણે છે, તે તમને અયોગ્ય ન ઠરાવે. આવી વ્યકિત તેણે જે જોયું છે તેના વિષે પણ ખૂબ વિગતવાર વાત કરે છે, તે પોતાના અધમીઁ મનથી ફુલાય જય છે.
19 and not holding on to the Head, from whom the whole body, fed and joined by joints and ligaments, grows with growth from our Father. તેઓ શિરની સાથે જોડાયેલાં નથી, પણ જેનાથી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઇશ્વરથી વૃધ્ધિ પામે છે.
20 If you died with Christ to the world's elemental spirits, why, as if still part of the world, do you submit to its rules? જયારે તમે મસીહની સાથે જગતનાં તત્વો સંબંધી મૂઆ, તો પછી જગતમાં જીવનારાની પેઠે વિધિઓને આધીન કેમ થાઓ છો?
21 "Do not handle, do not taste, do not touch"? “જેમ કે અમુક ખોરાકને ખાવો નહિ! કે તેને અડકવો નહિ! ચાખવો નહિ!”
22 These all perish with use, because they are based on human commands and teachings. એ સઘળાં વાનાં વપરાશથી જ નાશ પામનારાં છે, એ વિધિઓ તો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે.
23 These rules seem wise—invented worship, false humility, harsh treatment of the body—but hold no value against indulging the flesh. તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહદમન વિષે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઇ રીતે શરીરને ઉપયોગી નથી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]